voter Slip Download: Loksabha Election 2024: લોકશાહિનુ મહાપર્વ એટલે લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે ગુજરાત મા તા. 7 મી મે ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ચુંટણી પંચ તરફથી આ ચુંટણીઓ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. ઈલેકશન કમીશન તરફથી Voter Information Slip એટલે કે મતદાર ની માહિતીવાળી કાપલી નુ પણ BLO મારફત ઘરે ઘરે વિતરણ કરવામા આવેલ છે. તમારી voter Slip Download પણ કરી શકો છો. આ માટેની માહિતી નીચે મુજબ છે.
voter Slip Download
ગુજરાત મા લોકસભાની ચુંટણી તથા વિધાનસભાની પેટા ચુંટણી માટે તારીખ 7 મી મે મંગળવાર ના રોજ મતદાન યોજાનાર છે. આ માટે મતદારો એ કયા બુથ પર મતદાન કરવા જવાનુ છે ? મતદાન નો સમય શું છે ? વગેરે માહિતી દર્શાવતી વોટર સ્લીપ નુ બીએલઓ મારફત ઘરે ઘરે વિતરણ કરવામા આવેલ છે. આ ઉપરાંત તમે આ વોટર સ્લીપ ઈલેકશન કમીશન ની વેબસાઇટ તથા voter Helpline એપ. પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.
- સૌ પ્રથમ ઈલેકશન કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ https://www.eci.gov.in ઓપન કરો.
- આ વેબસાઇટ મા Menu મા Voters ઓપ્શન પર કલીક કરો.
- તેમા આપેલા વિવિધ ઓપ્શન પૈકી Search Electoral Roll ઓપ્શન પર કલીક કરો.
- તેમા અલગ અલગ ત્રણ રીતે તમારી માહિતી સર્ચ કરી શકો છો. Epic No. , Search By Details અને Search By mobile
- ત્યારબાદ રાજય અને ભાષા સીલેકટ કરો.
- ત્યારબાદ સબમીટ કરતા તમારી વિગતો જોઇ શકસો.
- ત્યારબાદ Print Voter Application પર કલીક કરતા તમે pdf મા વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકસો.
- આ વોટર સ્લીપ મા તમને તમારુ નામ કયા વિભાગ મા છે ? તમારો મતદાર ક્રમ કયો છે ? તમારે કયા મતદાન કરવા જવાનુ છે ? વગેરે જેવી વિગતો મેળૅવી શકસો.
ઉલ્લેખનીય છે કે ઈલેકશન કમીશન દ્વારા બીએલઓ મારફત ઘરે ઘરે વોટર સ્લીપ નુ વિતરણ કરવામા આવેલ જ છે. પરંતુ તમારી વોટર સ્લીપ કયાય મૂકાઇ ગઇ હોય કે ખોવાઇ ગઇ હોય તો આ PDF ડાઉનલોડ કરી તમે મતદાન ના દિવસે તેમા વિગતો જોઇ શકો છો અને મતદાન કરી શકો છો.
મતદાન કરવા માટે જરૂરી આધાર પુરાવા
તારીખ 7 મી મે ના રોજ લોકસભાની ચુંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે ભારતના એક જાગૃત નાગરીક તરીકે આપણે ફરજ નીભાવી મતદાન અવશ્ય કરીએ. આપણા મતાધીકાર નો ઉપયોગ કરી મતદાન અવશ્ય કરવુ જોઇએ. મતદાન નો સમય સવારના 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી છે. મતદાન કરવા માટે ચુંટણી પંચ દ્વારા આધાર પુરાવા નિયત કરવામા આવ્યા છે. નીચેના લીસ્ટ પૈકીના કોઇ એક ફોટો વાળા પુરાવા સાથે મતદાન કરી શકસો.
- ચુંટણી કાર્ડ
- આધાર કાર્ડ,
- મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ,
- બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,
- શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
- ડ્રાઇવીંગ લાયસન્સ,
- પાનકાર્ડ,
- એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ,
- ઇન્ડિયન પાસપોર્ટ,
- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ,
- કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો,
- સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ
અગત્યની લીંક
ઈલેકશન કમીશન ઓફીસીયલ વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
લોકસભાની ચુંટણી માટે ગુજરાતમા મતદાન તારીખ શું છે ?
તારીખ 7 મી મે 2024 સમય: સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી
Superb
Pls prvide