લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી મા મતદાન કરવા માટે EPIC ઉપરાંત માન્ય છે આ 12 ડોકયુમેન્ટ, જાણો પુરૂ લીસ્ટ

લોકસભા ચૂંટણી 2024: લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. અને ગુજરાતમા 7 મી મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમા મતદાન કરવા માટે મતદાર યાદિ મા તમારૂ નામ નોંધાયેલુ હોવુ જરૂરી છે. આ ઉપરાંત મતદાન કરવા જતી વખતે મતદાન બુથ પર તમારૂ ફોટો આઇ.ડી. કાર્ડ બતાવવુ જરૂરી છે. આ માટે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય કયા કયા ડોકયુમેન્ટ માન્ય છે તેની યાદિ ઈલેકશન કમીશન દ્વારા જાહેર કરવામા આવેલ છે.

લોકસભા ચૂંટણી 2024

ગુજરાત લોકસભા ની ચૂંટણી માટે તા. 7 મી મે ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે મતદારો એ મતદાન કરવા જતી વખતે પોતાની ઓળખ તરીકે ફોટો આઇ.ડી. કાર્ડ રજુ કરવુ જરૂરી છે. મતદાન કરવા જતી વખતે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 ડોકયુમેન્ટ માન્ય રાખવામા આવેલ છે.

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 ડોકયુમેન્ટ પણ માન્ય રાખવામા આવેલ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે પોતાની ઓળખ તરીકે કોઇપણ માન્ય ફોટો આઇ.ડી, કાર્ડ રજુ કરવુ જરૂરી છે. ચૂંટણી કાર્ડ એટલે કે EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 ડોકયુમેન્ટ પણ માન્ય કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આચારસંહિતા: શું હોય આચારસંહિતા ? આચારસંહિતા મા કયા કાર્યો ન થઇ શકે ?

રાજ્યની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

 • આધાર કાર્ડ,
 • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ,
 • બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,
 • શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
 • ડ્રાઇવીંગ લાયસન્સ,
 • પાનકાર્ડ,
 • એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ,
 • ઇન્ડિયન પાસપોર્ટ,
 • ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ,
 • કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો,
 • સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ

ઉપર ના ડોકયુમેન્ટ પૈકી કોઇપણ ડોકયુમેન્ટ ઓળખ ના પુરાવા તરીકે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
election proof list to vote
election proof list to vote

1 thought on “લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી મા મતદાન કરવા માટે EPIC ઉપરાંત માન્ય છે આ 12 ડોકયુમેન્ટ, જાણો પુરૂ લીસ્ટ”

Leave a Comment

error: Content is protected !!