Rajasthan New CM: કોણ બનશે રાજસ્થાન ના નવા મુખ્યમંત્રી, વસુંધરા રાજે કે પછી બાબા બાલકનાથ; કોની કેટલી છે શકયતા ?

Rajasthan New CM: વિધાનસભા ચૂંટણીના પરિણામો મા રાજસ્થાન મા ભાજપને ભવ્ય જીત મળી છે. ભાજપે રાજસ્થાન ની 199 માથી 115 સીટ પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી છે. હવે સરકાર બનાવવા માટેની કવાયતો તેજ થઇ ગઇ છે. રાજસ્થાન મા નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો તેજ થઇ ગઇ છે. મુખ્યમંત્રી માટે વસુંધરા રાજે નુ નામ સૌથી વધુ ચર્ચામા આવી રહ્યુ છે તો બીજી બાજુ બાબાબ બાલકનાથ ના નામની પણ અટકળો લગાવાઇ રહી છે.

Rajasthan New CM

  • રાજસ્થાન મા ભાજપને મળી સ્પષ્ટ બહુમતી
  • મુખ્યમંત્રી પદ માટે દાવેદારોની કવાયત બની તેજ
  • વસુંધરા રાજે માનવામા આવે છે પ્રબળ દાવેદાર
  • બાબા બાલકનાથ પણ છે રેસમા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમા ભાજપની ભવ્ય જીત બાદ Rajasthan New CM તરીકે વસુંધરા રાજે ને પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યા છે. કારણ કે તેમના 30થી વધુ સમર્થક ધારાસભ્યો ચૂંટાયા છે અને તેથી તેમની દાવેદારી વધુ પ્રબળ બની રહી છે. સમર્થક ધારાસભ્યોએ રાજે માટે સીએમનું પદ માંગી રહ્યા છે. ભાજપ હાઈ કમાન્ડ માટે રાજેને સીએમ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે ન કરે તો બળવાની સંભાવના પણ નકારી ન શકાય.

બાબા બાલકનાથ પણ છે રેસમા

સીએમ પદના બીજા દાવેદાર એવા બાબા બાલકનાથના દિલ્હી ધામા હોવાનુ પણ રાજકીય વર્તુળોમા ચર્ચાઇ રહ્યુ છે.
બાબા બલાકનાથ ને મુખ્યમંત્રી પદ માટે બીજા દાવેદાર માનવામા આવે છે. બાલકનાથને રાજસ્થાનના યોગી ગણવામાં આવે છે અને તેઓ પણ સીએમ ની ખુરસી માટે રેસમા પ્રબળ દાવેદાર છે. રાજસ્થાનમાં રાજે અથવા બાલકનાથ બેમાંથી કોઈ એક સીએમ બને તેવી શકયતાઓ દેખાઇ રહી છે જોકે હાઈ કમાન્ડ છેલ્લી ઘડીએ કોઇ અન્ય નિર્ણય લઇ હંમેશની માફક ચોંકાવી પણ શકે છે.

આજે મોડી સાંજે કે આવતીકાલે ભાજપ હાઇ કમાન્ડ રાજસ્થાનમાં નિરિક્ષકો મોકલશે અને ધારાસભ્ય પક્ષની બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે જેમાં ધારાસભ્ય દળના નેતાની વરણી થશે અને પછી તેમનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!