Team India For Final: વર્લ્ડ કપ ફાઇનલ: રવિવારે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા વર્લ્ડ કપનો ફાઇનલ મહામુકાબલો ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર છે. બન્ને ટીમ વર્લ્ડ કપમા જબરજસ્ત ફોર્મ મા જોવા મળી રહી છે. ત્યારે ફાઇનલ મેચ ને લઇને કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહમા જોવા મળી રહ્યા છે. ત્યારે ફાઇનલ માટે ભારતની પ્લેઇંગ ઈલેવન કેવી હશે તેની ક્રિકેટ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે.
Team India For Final
ભારતે આ વર્લ્ડ કપમા અત્યાર સુધી રમેલી તમામ 10 માથી 10 મેચ જીતી લીધી છે. હવે વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર 1 મેચ જ દૂર છે. ત્યારે ફાઇનલ મા ઓસ્ટ્રેલીયા જેવી ધરખમ ટીમને હરાવી 2003 ના વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લેવા રોહિત સેના સજ્જ છે. ત્યારે ભારત આ જ ટીમ સાથે ફાઇનલ રમશે કે પછી કોઇ બદ્લાવ કરશે તે અંગે ક્રિકેટ ફેન્સ મા ખૂબ જ કુતુહલ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયા ઇન્જર્ડ થયા પછી ટીમમા 2 બદલાવ કરવામા આવ્યા હતા. જેમા હાર્દિક ની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને શાર્દુલ ઠાકુર ની જગ્યાએ મોહમ્મદ શમી નો સમાવેશ કરવામા આવ્યો હતો. જે કોમ્બીનેશન મા ભારતીય ટીમે મેચ જીતવામા પાછુ વળીને જોયુ નથી.
આ પણ વાંચો: World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ
ભારતની હાલની પ્લેઇંગ ઈલેવન નીચે મુજબ છે.
- રોહિત શર્મા
- શુભમન ગીલ
- વિરાટ કોહલી
- શ્રેયસ ઐયર
- કે એલ રાહુલ
- સૂર્યકુમાર યાદવ
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ શમી
- કુલદીપ યાદવ
- મોહમ્મદ સીરાજ
- જસપ્રીત બુમરાહ
ફાઇનલ મા પણ આ જ કોમ્બીનેશન સાથે ભારતીય ટીમ મેદાને ઉતરે તેવી પુરી શકયતાઓ છે.
A shot at #CWC23 glory 💎🏆 pic.twitter.com/8Iy5I48dEp
— ICC (@ICC) November 17, 2023
અશ્વિન ને મળી શકે તક
અમદાવાદ ની પીચ અને સામે હરીફ ઓસ્ટ્રેલીયા હોવાથી સ્પીન બોલર અશ્વિન ને તક મળે તેવી પણ શકયતાઓ રહેલી છે. કારણ કે ઓસ્ટ્રેલીયન બેટસમેનો ભારતીય સ્પીનરો ને રમવામા વધુ તક્લીફ પડે છે. સેમી ફાઇનલ મા ઓસ્ટ્રેલીયન બેટસમેનો ને 212 રન ચેઝ કરવામા સાઉથ આફ્રીકાના સ્પીનરો ને રમવામા ફાફા પડી ગયા હતા. જો કે અશ્વિન ને જો ટીમ મા સામેલ કરવામા આવે તો કયા ખેલાડી ને બહાર કરવો તે પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા નો વિષય છે. આવા સંજોગોમા જો અશ્વિન ને ટીમ મા સામેલ કરવામા આવે તો કદાચ સૂર્યકુમાર યાદવ ને ટીમ ની બહાર કરવામા આવે તેવી પન ક્રિકેટ નિષ્ણાંતો અટકળો લગાવી રહ્યા છે. કારણ કે આ વર્લ્ડ કપ મા સૂર્યકુમાર યાદવે ખાસ કઇ રન બનાવ્યા નથી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |