વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની વર્લ્ડ કપની ફાઇનલ મા ધમાકેદાર એન્ટ્રી, આ ટીમ સામે થશે ટક્કર

વર્લ્ડ કપ ફાઇનલ: World Cup Final: ક્રિકેટ વર્લ્ડ કપ અંતિમ ચરણમા ચાલી રહ્યો છે. પ્રથમ સેમી ફાઇનલમા ભારતે ન્યુઝીલેન્ડ ને 70 રનોથી હરાવી વર્લ્ડ કપની ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી મેળવી છે. ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ જીતવાથી માત્ર 1 મેચ જ દૂર છે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની ઇચ્છા પુરી કરશે તેવી આશા કરોડો ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. ચાલો જાણીએ ફાઇનલમા ભારતની ટક્કર કોની સામે થશે ?

વર્લ્ડ કપ ફાઇનલ

બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ મા રમાયેલી સેમી ફાઇનલમા ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ને 70 રનોથી હરાવી 2019 ના વર્લ્ડ કપ સેમી ફાઇનલની હારનો હિસાબ ચૂકતે કર્યો હતો. ભારતે ટોચ જીતી પ્રથમ બેટીંગ કરતા વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર ની સદિની મદદથી 397 રન નો વિશાળ જુમલો નોંધાવ્યો હતો. જવાબમા ન્યુઝીલેન્ડ ની ટીમે પણ સારી ટક્કર આપી હતી અને એક તબક્કે ડરેલ મિચેલ અને કેપ્ટન વિલિયમસન ની શાનદાર પાર્ટનરશીપની મદદથી પીછો કર્યો હતો. પરંતુ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે ન્યુઝીલેન્ડ નો એકેય બેટસમેન ટકી શકયો ન હતો. આ મેચમા શમી એ 7 કીવીઝ બેટસમેન ને પેવેલીયન ભેગા કર્યા હતા. મોહમ્મદ શમી ના આ મેચ વીનીંગ પરફોરમન્સ બદલ તેને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામા આવ્યો હતો.

સેમી ફાઇનલમા વિરાટ કોહલી એ શાનદાર સદિ ફટકારતા વન ડે ક્રિકેટ મા સચીન તેંડુલકરના 49 સદિના રેકોર્ડ ને તોડી ને 50 સદિ ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ફાઇનલમા થશે આ ટીમ સામે ટક્કર

ભારતીય ટીમ અને કરોડો ક્રિકેટ ચાહકોની નજર હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા રમાનાર ફાઇનલ પર રહેશે. વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ ગુરુવારે કોલકતા મા ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા વચ્ચે રમાનારી છે. આ મેચમાથી જે ટીમ જીતશે તે ભારત સામે ફાઇનલમા ટકરાશે. ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા બન્ને ટીમનુ ચાલુ વર્લ્ડ કપમા પ્રદર્શન જોતા કાંટે કી ટક્કર થશે.

વર્લ્ડ કપ ફાઇનલમા ભારતનુ પ્રદર્શન

ભારતીય ટીમ વર્લ્ડ કપ ઇતિહાસમા અગાઉ 3 વખત ફાઇનલમા પ્રવેશી ચૂકયુ છે. જેમાથી 2 વખત વર્લ્ડ કપ ટાઇટલ જીતવામા ટીમ સફળ રહી છે.

  • 1983 વર્લ્ડ કપ: વેસ્ટ ઇંડીઝ સામે જીત
  • 2003: ઓસ્ટ્રેલીયા સામે હાર
  • 2011: શ્રીલંકા સામે જીત

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
વર્લ્ડ કપ ફાઇનલ
વર્લ્ડ કપ ફાઇનલ

world cup final Date શું છે ?

19 નવેમ્બર

Leave a Comment

error: Content is protected !!