Hardik Pandya: શનીવારે પાકિસ્તાન સામે રમાયેલી વર્લ્ડ કપની હાઇ વોલ્ટેજ મેચમા ભારતે આસાનીથી 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમા ભારતના દરેક ખેલાડીઓનુ પ્રદર્શન ખૂબ જ સારુ રહ્યુ હતુ. આ મેચમા હાર્દિક પંડયાએ 2 વિકેટ લીધી હતી. જેમા વચ્ચે એક ઓવરમા તે બોલ હાથમા રાખી કયક બોલતા હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે. આ મામલે હાર્દિકે શુ બોલી રહ્યા હતા તેનો ખુલાસો કર્યો છે.
Hardik Pandya
- હાર્દિક પંડયાનો બોલ પર મંત્રજાપ કરતો વિડીયો વાયરલ
- ભારતે 7 વિકેટે મેળવી આસાન જીત
- કેપ્ટન રોહિત શર્માની ધુંવાધાર બેટીંગ
- ભારતમા તમામ બોલરોએ 2-2 વિકેટ લીધી
- ભારત પહોંચ્યુ પોઇન્ટ ટેબલમા પ્રથમ નંબરે
- હાર્દિકનો આ વિડીયો મામલે ખુલાસો
ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની શાનદાર જીત ચાલુ છે. ટીમે પ્રથમ ત્રણ મેચ જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ત્રીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમે માત્ર 30.3 ઓવરમાં 7 વિકેટે આસાનીથી આ મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચમા બનેલી તેની એક ઘટના ખૂબ વાયરલ થઈ હતી, જેમાં તે હાથમાં બોલ પકડીને કયક મંત્રનો પાઠ કરતો હોય તેવુ જોવા મળે છે. આ પછી તે બોલિંગ કરે છે અને બીજા જ બોલ પર વિકેટ મેળવે છે.
“maine khud ko gali di”😹
— Lala (@FabulasGuy) October 14, 2023
Hardik Pandya about what he did before wicket #INDvPAK pic.twitter.com/JPwdNmdQ7W
શું કહ્યુ હાર્દિક પંડયાએ
હાર્દિક પંડયાએ આ ઘટના અંગે ખુલાસો કરતા કહ્યુ હતુ કે હું મારી જાતને પ્રોત્સાહિત કરતો હતો. મેચ બાદ આ વાતનો ખુલાસો કરતા હાર્દિકે તે ઘટના પર કહ્યું, ‘હું મારી જાત સાથે ખૂબ જ સરળ રીતે વાત કરી હતી. મૂળભૂત રીતે મારી સાથે દુરુપયોગ કર્યો (હસે છે). હું મારી જાતને અમુક ચોક્કસ જગ્યાએ બોલિંગ કરવા માટે પ્રેરિત કરતો હતો. હાર્દિકે ગેમ પ્લાનિંગ પર કહ્યું, મારા મત અનુસાર સિરાજ અને મેં વાત કરી હતી કે જો આપણે એક જ વિકેટ પર બોલિંગ કરીશું તો વધુ પ્રયાસ નહીં કરીએ. જેમ બુમરાહે પાછલી મેચોમાં કર્યું છે.
હાર્દિકે લીધી 2 વિકેટ
આ મેચમા સૌથી પહેલા શફીક 24 બોલમાં 20 રન બનાવીને સિરાજ દ્વારા આઉટ થયો હતો. આ પછી પંડ્યાએ 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમામને આઉટ કર્યો હતો. વિકેટ કીપર કેએલ રાહુલે તેનો કેચ પકડ્યો હતો. ઈમામને આઉટ કર્યા બાદ પંડ્યાએ સેલિબ્રેશન કર્યું હતું. હાર્દિકના સેલિબ્રેશનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ કહે છે કે વિકેટ લેતા પહેલાં પણ પંડ્યાએ બોલ તરફ માથું નમાવીને કંઈક મંત્રજાપ કરતો હોય તેવુ કર્યું.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
