SSC HSC New Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની નવી પેપર સ્ટાઇલ જાહેર, હવે આટલા માર્કના હેતુલક્ષી પ્રશો પૂછાશે

SSC HSC New Paper Style: SSC NEW PAPER STYLE: HSC NEW PAPER STYLE: ધોરણ 10 નવી પેપર સ્ટાઇલ: ધોરણ 12 નવી પેપર સ્ટાઇલ: આગામી માર્ચ 2024 મા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાનાર છે. નવી શિક્ષણનિતી ને ધ્યાનમા રાખીને માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે SSC NEW PAPER STYLE અને HSC NEW PAPER STYLE જાહેર કરવામા આવેલ છે.

SSC HSC New Paper Style

  • નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવામા આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી આ નિર્ણયોનો અમલ કરાશે.
  • ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. હવે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  • હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામા આવ્યુ છે.
  • ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે
  • શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
  • શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર
  • તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં,

  • ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • ધો-૧૦ માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેને બદલે 3 વિષયોની પુરક પરીક્ષા લેવામા આવશે.
  • ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
  • ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  • ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા MCQ (OMR) યથાવત રાખવા તેમજ ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
    આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

અગત્યની લીંક

SSC HSC New Paper Style PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SSC HSC New Paper Style
SSC HSC New Paper Style

ધોરણ 10 પરીક્ષામા હવે હેતુલક્ષી પ્રશ્નો કેટલા ટકા પૂછાશે ?

30 %

ધોરણ 10 પરીક્ષામા હવે વર્ણનાત્મક પ્રશ્નો કેટલા ટકા પૂછાશે ?

70 %

Leave a Comment

error: Content is protected !!