DA Hike: મોંઘવારી ભથ્થામા વધારો: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામા આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામા આવ્યો છે. હવે કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ વધીને 42 ટકાથી વધારીને 46 ટકા થઇ જશે.
DA Hike
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામા આવ્યો છે.
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જ મોટી ભેટ આપીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામા આવ્યો છે. આ પછી તેમને મળતું DA હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે. પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ 4% મોંઘવારી ભથ્થામા વધારો જાહેર કરી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.
મોંઘવારી ભથ્થામા વધારો
કર્મચારીઓને મળતા બેઝીક પગાર પર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે.કેંદ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો (4% DA Hike) કર્યા બાદ હવે તે વધીને 46 ટકા જેટલુ મોંઘવારી ભથ્થુ મળશે. તેનો લાભ 1 જુલાઈ, 2023થી મળૅનાર છે. DAમાં વધારાની સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. વર્ષ 2023 માટે સરકારે પહેલો વધારો કરતા 24 માર્ચ, 2023ના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી અને જે બાદ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જાન્યુઆરી, 2023થી મળી રહ્યો છે.
લાંબા સમયથી રાહ જોવાતો નિર્ણય હાલના તહેવારોની સીઝન દરમિયાન જાહેરાત કરવામા આવી છે અને કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે તેને ‘દિવાળી ભેટ’ આપી છે.
મોંઘવારી ભથ્થામા વધારાનો કેન્દ્ર સરકારના 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો ને લાભ મળશે.
કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈથી ઓક્ટોબર વચ્ચેના સમયગાળા માટેના એરિયર્સ સાથે નવેમ્બર મહિનાથી વધેલો પગાર આપવામા આવશે.
4% DA વધારો પગાર પર અસર
લઘુત્તમ મૂળભૂત પગાર રૂ. 18,000 ધરાવતા લોકો માટે, તેમના વર્તમાન 42 ટકા ડીએ રૂ. 7,560 જેટલુ મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર છે.
46 ટકા ડીએ પર, તેમનો માસિક પગાર વધારો રૂ. 8,280 થઈ જાય છે.
વિવિધ રાજયોની સરકારો દ્વારા આ મોંઘવારી ભથ્થામા વધારાની જાહેરાત હવે પછી કરવામા આવશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |