SSC HSC Exam fee: ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષા ફી જાહેર, કઇ ફી મા કેટલો થયો વધારો

SSC HSC Exam fee: GSEB Exam fee: આગામી માર્ચ 2024 મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાનારી છે. આ પરીક્ષા ઓ માટે ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ છે. બોર્ડ ની પરીક્ષાઓ માટે પરીક્ષા ફી ની વિગતો બોર્ડ તરફથી જાહેર કરવામા આવેલ છે. ધોરણ 10 પરીક્ષા ફી SSC EXAM FEE, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEE, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફી ની વિગતો આ પોસ્ટમા મેળવીશુ.

SSC HSC Exam fee

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલ પ્રકારબોર્ડ પરીક્ષા ફી
ધોરણધોરણ 10 અને 12
SSC અને HSC
પરીક્ષા તારીખ11 માર્ચ 2024 થી શરૂ
ઓફીસીયલ વેબસાઇટhttps://www.gseb.org/

આ પણ વાંચો: GSEB SSC time Table: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, 11 માર્ચ થી શરૂ થશે બોર્ડ ની પરીક્ષાઓ

SSC HSC Exam fee ધોરણ 10 પરીક્ષા ફી

ધોરણ 10 માટે પરીક્ષા ફી ની વિગતો નીચે મુજબ છે.

  • નિયમિત વિદ્યાર્થી : રૂ.૩૯૦/- ફી
  • નિયમિત રીપીટર (એક વિષય) : ૧૪૫/- ફી
  • નિયમિત રીપીટર (બે વિષય) : રૂ.૨૦૫/- ફી
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય) : રૂ.૨૬૫/- ફી
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) : રૂ.૩૮૦/- ફી
  • પૃથ્થક ઉમેદવાર (એક વિષય) : રૂ.૧૪૫/- ફી
  • પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૨૦૫/- ફી
  • પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : રૂ.૨૬૫/- ફી
  • GSOS ઉમેદવાર (નિયમિત) : રૂ.૩૯૦/- ફી
  • GSOS રીપીટર (એક વિષય) : રૂ.૧૪૫/- ફી
  • GSOS રીપીટર (બે વિષય) : રૂ.૨૦૫/- ફી
  • GSOS રીપીટર (ત્રણ વિષય) : રૂ.૨૬૫/- ફી
  • GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય) : રૂ.૩૮૦/- ફી

નોંધ:-

  • ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા
  • પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

કેટલો વધારો થયો ?

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની જે પરીક્ષા ફી જાહેર કરવામા આવી છે તેમા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા રાખવામા આવી છે. ધોરણ 10માં કુલ 13 અલગ અલગ કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરવામા આવ્યો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરવામા આવી છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે.

નવી શિક્ષણ નિતી મુજબ લેવાશે પરીક્ષા

આપને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનુ ટાઇમ ટેબલ જાહેર થઇ ગયુ છે, આ પરીક્ષાઓ નવી શિક્ષણ નિતી મુજબ નિયત કરેલા નવા પ્રશ્ન પત્ર પરિરૂપ મુજબ લેવામા આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ના સમય પત્રકો જાહેર કરી દેવામા આવ્યા છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાનાર છે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. જેમા 30 % હેતુલક્ષી પ્રશ્નો રાખવામા આવ્યા છે.

આ પણ વાંચો: SSC Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર

ssc Exam Time table

બોર્ડ તરફથી જાહેર કરવામા આવેલ ધોરણ 10 નુ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.

ssc Exam Time table
ssc Exam Time table
ssc Exam Time table
ssc Exam Time table

અગત્યની લીંક

ધોરણ 10 પરીક્ષા ફી SSC EXAM FEEઅહિં ક્લીક કરો
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEEઅહિં ક્લીક કરો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEEઅહિં ક્લીક કરો
GSEB SSC time Table PDFઅહિં ક્લીક કરો
SSC HSC New Paper Style PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષાઓ ક્યારથી શરૂ થાય છે ?

11 માર્ચ 2024

Leave a Comment

error: Content is protected !!