જ્ઞાનસહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી, પગારધોરણ રૂ.24000; gyansahayak.ssagujarat.org

જ્ઞાનસહાયક ભરતી 2023: Gyansahayak bharti: gyansahayak.ssagujarat.org: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ.

  • માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે આવી જાહેરાત
  • સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા માટે જાહેરાત કરવામા આવી છે.
  • ઉમેદવારોએ 26 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • 11 મહિના કરાર આધારિત જ્ઞાનસહાયકની કરવામા આવશે ભરતી.

જ્ઞાનસહાયક ભરતી 2023

ભરતી સંસ્થાએસ.એસ.એ. ગુજરાત
કાર્યક્ષેત્રમાધ્યમિક શાળા ભરતી
જગ્યાનુ નામજ્ઞાનસહાયક
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26-8-2023 થી 4-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકgyansahayak.ssagujarat.org

આ પણ વાંચો: આશ્રમશાળા શિક્ષક ભરતી: આશ્રમશાળાઓમા TET-TAT પાસ માટે શિક્ષકોની મોટી ભરતી, આ રીતે કરો અરજી

શૈક્ષણિક અને વ્યાવસાયીક લાયકાત

માધ્યમિક શાળાઓની જ્ઞાન સહાયક ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક અને વ્યાવસાયીક લાયકાતો નિયત કરવામા આવી છે.

  • 2023 મા લેવામા આવેલી દ્વિસ્તરીય TAT પરીક્ષા ઉમેદવારે જે વિષય એન માધ્યમ મા પાસ કરેલ છે તે જ વિષય અને તે જ માધ્યમ માટે ઉમેદવાર અરજી કરી શકશે.
  • લાયકાત ના વિષયોનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ gyansahayak.ssagujarat.org પર મૂકવામા આવેલ છે.
  • TAT પરીક્ષા મા મેળવેલ ગુણ ને આધારે મેરીટ લીસ્ટ અને પસંદગી યાદિ તૈયાર કરવામા આવશે.
  • પોર્ટલ પર મૂકવામા આવેલ નિયત શૈક્ષણિક અને વ્યાવસાયેક લાયકાતો મુજબ ઉમેદવાર જે તે વિષય માટેની ન્યુનતમ શૈક્ષણિક અને વ્યાવસાયીક લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • ઉમેદવાર ડોકયુમેન્ટ વેરીફીકેશન કયા જિલ્લામા કરાવવા ઇચ્છે છે તેનો વિકલ્પ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દર્શાવવાનો રહેશે.
  • સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ઉમેદવારોનુ મેરીટ લીસ્ટ તૈયાર કરી સીલેકશન લીસ્ટ તૈયાર કરવામા આવશે. પસંદ થનાર ઉમેદવારને એસ.એમ.એસ. થી જાન કરવામા આવશે.
  • જિલ્લાવાઇઝ ડોકયુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રો નુ લીસ્ટ વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.

Gyansahayak bharti

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

માસિક ફિકસ મહેનતાણું રૂ.૨૪,૦૦૦|-

વય મર્યાદા: 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

જ્ઞાનસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ

ડોક્યુમેન્ટ વેરીફીકેશન દરમિયાન સાથે રાખવાના આધાર પુરાવા નું લીસ્ટ

ડોક્યુમેન્ટની યાદી

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/SSC (10th) પ્રમાણપત્ર (જન્મતારીખના પુરાવા માટે)
  • ધો. ૧૨ માર્કશીટ
  • શૈક્ષણિક સ્નાતક માર્કશીટ તથા ડીગ્રી સર્ટિ.
  • શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ તથા ડીગ્રી સર્ટિ. (લાગુ પડતું હોય તો)
  • વ્યાવસાયિક સ્નાતક માર્કશીટ તથા ડીગ્રી સર્ટિ.
  • વ્યાવસાયિક અનુસ્નાતક માર્કશીટ તથા ડીગ્રી સર્ટિ. (લાગુ પડતું હોય તો)
  • વ્યાવસાયિક સ્નાતકની લાયકાત મેળવેલ હોય તે કોલેજ NCTE/RCI માન્ય હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • વ્યાવસાયિક અનુસ્નાતક લાયકાત મેળવેલ હોય તે કોલેજ NCTE/RCI માન્ય હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • TAT માધ્યમિક ૨૦૨૩ માર્કશીટ (પ્રોવિઝનલ માર્કશીટ) (આપની પ્રોવિઝનલ માર્કશીટ રાજ્ય પરીક્ષા બોર્ડના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો.)

gyansahayak.ssagujarat.org

જ્ઞાન સહાયક (માધ્યમિક) ૪૦ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ ૨૬/૦૮/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૪/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

જ્ઞાનસહાયક ભરતી માટે તા.26 ઓગષ્ટથી ઓનલાઇન અરજી શરૂ થશે. તમારા મિત્રો જે TAT પરીક્ષા પાસ હોય તેમને અચુક જાણ કરો.

જ્ઞાનસહાયક ભરતી ઓનલાઇન ફોર્મ

ઉમેદવારે જ્ઞાનસહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ gyansahayak.ssagujarat.org પર મૂક્વામા આવેલી સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી પછી જ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી માટે તા.૨૬/૦૮/૨૦૨૩ના રોજ ૧૪.૦૦ કલાક થી ૦૪/૦૯/૨૦૨૩ ૨૩.૫૯ કલાક સુધી http://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરી શકશે.
  • ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભુલ કરશે તો તેવી અરજી ઉપર કોઇ વિચારણા કરવામાં આવશે નહી જેથી સંપણ ઓનલાઇન અરજી કાળજીપૂર્વક કરવાની રહેશે.
  • માત્ર અને માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી અને રદ થયેલા ગણાશે. આ કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહીં.
  • ઉમેદવારે અરજીપત્રકમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય આપવાનો રહેશે આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહી.જેથી જરૂરીયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઇન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી, જરૂર પડેથી રજુ કરવાની રહેશે.
  • આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવાનો છે. જેથી આ ફોર્મ ભર્યેથી નોકરી મળી જ જશે તેવુ માનવું નહી.
  • નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઇપણ પ્રકારનો હક્ક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં.
  • સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી સંબંધે તમામ સુચનાઓ/ વિગતો વખતોવખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સુચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઇ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

અગત્યની લીંક

જ્ઞાનસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિ ક્લીક કરો
ફોર્મ ભરવા જરૂરી સૂચનાઓઅહિં ક્લીક કરો
ડોકયુમેન્ટ લીસ્ટઅહિં ક્લીક કરો
ડોકયુમેન્ટ વેરીફીક્શન કેંદ્રો નુ લીસ્ટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જ્ઞાનસહાયક ભરતી 2023
જ્ઞાનસહાયક ભરતી 2023

જ્ઞાનસહાયક ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

gyansahayak.ssagujarat.org

માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક ભરતી માટે પગારધોરણ શું છે ?

માસિક પગાર રૂ.24000

જ્ઞાનસહાયક ભરતી 2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?

તારીખ 26-8-2023 થી 4-9-2023

5 thoughts on “જ્ઞાનસહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી, પગારધોરણ રૂ.24000; gyansahayak.ssagujarat.org”

  1. I am B,AGuj uni 1997M.A with English B.Ed 2003 Guj uni Eng 69.MEd Kutch ni TAT 1/2passed with second class.CCC Doeacc passed.I have 10 years teaching experience throught English medium as well as Gujarati medium in high school levelI born on 23 /1219/76 can I feel this form?please guide me .I want the guide lines for this ma

    Reply

Leave a Comment

error: Content is protected !!