Samras Hostel Admission 2023: સમરસ હોસ્ટેલ એડમીશન: ગુજરાતમા અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ મા સમરસ હોસ્ટેલ આવેલી છે. જેમા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સ્વલત આપવામા આવે છે. જેમા એડમીશન માટે વર્ષ 2023-24 ની જાહેરાત આવી ગયેલ છે. સમરસ હોસ્ટેલ એડમીશન. સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ, ફોર્મ ભરવાની માહિતી વગેરે જરૂરી માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
Samras Hostel Admission 2023
| સંસ્થાનું નામ | ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી |
| સ્થાપના | સપ્ટેમ્બર 2016 |
| છાત્રાલયનું નામ | Samras Hostel Admission 2023 |
| કુલ હોસ્ટેલ | 20 |
| કોર્ષની વિગતો | કોલેજ કક્ષાના અભ્યાસક્રમો |
| જિલ્લો | અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25-06-2023 |
| એપ્લિકેશન | ઓનલાઈન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://samras.gujarat.gov.in/ |
આ પણ વાંચો; Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે
સમરસ હોસ્ટેલ એડમીશન જાહેરાત
Samras Hostel Admission 2023; કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ મા આવેલી સમરસ કુમાર અને કન્યા હોસ્ટેલ મા ફ્ક્ત ગ્રુપ-૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો) માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસ હોસ્ટેલ એડમીશન માટેની ઓફીસીયલ વેબસાઇટ https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
સમરસ હોસ્ટેલ પ્રવેશ નિયમો
- સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ ની ટકાવારીના આધારે મેરીટના આધારે એડમીશન આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ માર્ક મેળવેલ હોવા જોઈએ.)
- વિદ્યાર્થી માત્ર ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ નિયત સમયમાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રો નુ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવાનુ હોય છે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા એડમીશન નિયત કરવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરતા છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
- સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઓફીસીયલ દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો; કેરીના આજના ભાવ: કેરીની બમ્પર આવક થવાથી ભાવ ઘટયા, જાણો આજનો કેસર કેરીનો ભાવ
ગુજરાત સમરસ હોસ્ટેલ લીસ્ટ
- રાજકોટ સમરસ હોસ્ટેલ એડમીશન 2023-24
- અમદાવાદ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- બરોડા સમરસ હોસ્ટેલ એડમીશન 2023-24
- સુરત સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- આનંદ સમરસ હોસ્ટેલ એડમીશન 2023-24
- પાટણ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- ભાવનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- જામનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- ભુજ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
- હિમતનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24
Samras Hostel એડમીશન 2023 ડોકયુમેન્ટ લીસ્ટ
- વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
- સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
- સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો
Samras Hostel એડમીશન 2023 ટાઇમ ટેબલ
| ઘટનાઓ | મહત્વપૂર્ણ તારીખો |
| છેલ્લી તારીખ | 25-06-2023 |
અગત્યની લીંક
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?
25-06-2023
Mandotri
Me Nice to admission
Mere se online from me galti se marksheet Galt submit ho gai hai kya kru meee
Please arrange this scheme for general caste students.
મને એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ જુલાય માં મળેલ અને સમરસ છાત્રાલય પ્રવેશ ની છેલ્લી તારીખ 10-7-2023 હતી તો હવે મને પ્રવેશ નહિ મળી સકે ?