RTE FORM 2023: rte.orpgujarat.com: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત ધોરણ 1 મા ફ્રી પ્રવેશ માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગયેલ છે. જેમા ખાનગી શાળાઓમા ધો.1 મા ફ્રી પ્રવેશ માટેના ફોર્મ ઓનલાઇન RTE ઓફીસીયલ વેબસાઇટ rte.orpgujarat.com પર તા. 10-4-2023 થી 22-4-2023 દરમિયાન ભરી શકાશે. આ RTE FORM 2023 ની પ્રોસેસ શું હોય ? કઇ રીતે ઓનલાઇન ફોર્મ ભરવુ તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
RTE FORM 2023
યોજના | RTE Admission 2023 |
યોજના લાભ | ધો.1 મા ખાનગી શાળામા એડમીશન |
ફોર્મ ભરવાની તારીખ | 10-4-2023 થી 22-4-2023 |
ડોકયુમેન્ટ | લીસ્ટ મુજબ |
લાયકાત | તા.1 જૂન 2023 સૂધી મા 6 વર્ષ પૂર્ણ |
વેબસાઇટ | https://rte.orpgujarat.com/ |
આ પણ વાંચો: RTE એડમીશન સંપૂર્ણ પ્રોસેસ
RTE એડમીશન 2023
RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત
RTE FORM 2023 ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૩નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો ધો. 1 મા પ્રવેશ માટે ફોર્મ ભરી શકસે.

RTE એડમીશન અગ્રતા
RTE FORM 2023 મા નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
- બાલગૃહના બાળકો
- બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
- મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો
- જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST,SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુંટુબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
- જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો
આ પણ વાંચો: RTE એડમીશન ફોર્મ ભરવાની માહિતી
RTE આવકમર્યાદા
અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી
RTE FORM 2023 ઓનલાઇન rte.orpgujarat.com
https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૦/૦૪/૨૦૨૩થી તા. ૨૨/૦૪/૨૦૨૩ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર- પુરાવા,કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
RTE Document List
RTE Admission Form ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરુર રહે છે. જે લાગૂ પડતા હોય તે મુજબ.
- રહેઠાણ નો પુરાવો
- વાલીનું જાતીનું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- વાલીની આવકનું પ્રમાણપત્ર
- બીપીએલ
- વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- બાલગૃહ ના બાળકો
- બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
- સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
- ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
- શહીદ થયેલ જવાનના બાળકો
- સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે
- સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- બાળકનું આધારકાર્ડ
- વાલીનું આધારકાર્ડ
- બેંકની વિગતો
RTE પ્રવેશ કાર્યક્રમ 2023
RTE એડમીશન ફોર્મ માટેની જરૂરી તારીખો નીચે મુજબ છે.

RTE હેલ્પલાઇન નંબર
RTE એડમીશન ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યાય પણ કોઇ બાબતે માર્ગદર્શનની જરુર હોય તો જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર ડીકલેર વામા આવે છે. તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર પર ફોર્મ ભરવાથી લઇને એડમીશન સુધીની માહિતી આ નંબર પરથી મેળવી શકો છો. RTE Admision માટે ઓફીસીયલ વેબસાઇટ પર નવી સૂચનાઓ અને જરુરી વિગતો મૂકવામા આવે છે. એડમીશન પ્રોસેસ પુરી થાય ત્યાં સુધી RTE Admision official website ચેક કરતા રહેવુ.
RTE Admision form 2023 Link
RTE Admision official website | click here |
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ | Click here |
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ | Click here |
Home page | click here |
jon whatsapp Group | click here |

RTE FORM 2023 ઓનલાઇન ભરવાની તારીખ શું છે ?
RTE ફોર્મ ભરવાની તારીખ 10-4-2023 થી 22-4-2023 છે.
RTE એડમીશન માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://rte.orpgujarat.com
RTE અંતર્ગત કયા ધોરણમા પ્રવેશ મળે છે ?
ધોરણ 1 મા
1 thought on “RTE FORM 2023: RTE એડમીશન ફોર્મ ડીકલેર, ધો. 1 મા ખાનગી શાળામા free પ્રવેશ; જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ”