RTE Admission 2024: ધો. 1 થી 8 ખાનગી શાળામા મળશે Free એડમીશન, RTE એડમીશન પ્રોસેસ; કયારે ફોર્મ ભરાય

RTE Admission 2024: RTE Document List: https://rte.orpgujarat.com: રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમા છે. તે પૈકીની એક યોજના એટલે RTE Admission. આ યોજના અંતગત નબળા અને વંચીત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ધોરણ 1 થી 8 સુધી ફ્રી એજયુકેશન આપવામા આવે છે. RTE Admission 2024 ના ફોર્મ કયારે ભરાશે ? RTE Document List અને RTE એડમીશન માટે જરૂરી માહિતી આ પોસ્ટમા મેળવીશુ. શિક્ષણ નો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે નબળા અને વંચીત જૂથના વિદ્યાર્થીઓને ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.

RTE Admission 2024

દર વર્ષે RTE એડમીશન માટેના ફોર્મ ઓનલાઇન ભરવામા આવે છે. જે સામાન્ય રીતે મે મહિનામા ઓનલાઇન ભરાય છે. આ યોજના અંતર્ગત ખાનગી શાળાઓમા ધોરણ 1 મા 25 % જગ્યાઓ પર નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમા વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધી ફ્રી અભ્યાસ ની સાથે સાથે દર વર્ષે રૂ.3000 ફી રી એમ્બર્સ રૂપે પણ સરકાર તરફથી આપવામા આવે છે. ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીએ ખાનગી શાળામા કોઇ ફી ભરવાની રહેતી નથી. આવા વિદ્યાર્થીઓ વતી સરકાર ખાનગી શાળાને ફી ચૂકવે છે.

આ પણ વાંચો: ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના: હવે BPL સિવાયના વૃધ્ધો ને પણ મળશે દર મહિને રૂ. 1000 થી 1250 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં કલીક કરો

RTE Admission Form 2024

RTE એડમીશન માટેના ફોર્મ સામાન્ય રીતે દર વર્ષે એપ્રીલ- મે મહિનામા ઓનલાઇન ભરાય છે. RTE Admission Process નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ RTE Admission Form 2024 માટેની જાહેરાત વર્તમાનપત્રો મા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી આપવામા આવે છે.
  • તેમા ફોર્મ ભરવા માટેની તારીખો અને RTE Admission 2024 નો સમગ્ર કાર્યક્રમ આપવામા આવેલો હોય છે.
  • ફોર્મ ભરાવાની શરૂઆત પહેલા વાલીઓને ડોકયુમેન્ટ એકત્ર કરવા માટે અને નવા કઢાવવા માટે થોડા દિવસ નો સમય આપવામા આવે છે.
  • ત્યારબાદ નિયત કરવામા આવેલી તારીખોમા ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • ત્યારબાદ જિલ્લાકક્ષાએ વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મ અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ રાજયકક્ષાએ થી અગ્રતા ને મેરીટ આધારીત પસંંદગી કરેલ શાળા પૈકી મેરીટ આધારીત મળતી શાળાની ફાળવણી કરવામા આવે છે.
  • શાળા ફાળવણીનો કોલ લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી જે શાળામા એડમીશન મળ્યુ હોય ત્યા એડમીશન લેવાનુ હોય છે.

RTE Document List

RTE Admission Form 2024 ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે. અને ઓનલાઇન ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહે છે.

  • રહેઠાણનો પુરાવો: રહેઠાણના પુરાવા તરીકે આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ ની નકલ ઓનલાઇન અપલોડ કરવાની હોય છે. જો આ મુજબના પુરાવા ન હોય તો રજીસ્ટર્ડ ભાડા કરાર ની આવશ્યકતા રહે છે.
  • જાતિનો દાખલો: લાગુ પડતા કિસ્સામા વલીનુ જાતીનુ પ્રમાણપત્ર સક્ષમ અધિકારીનુ અપલોડ કરવાનુ રહે છે.
  • જન્મનું પ્રમાણપત્ર: બાળકનુ જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન અપલોડ કરવાનુ રહે છે.
  • વિદ્યાર્થીનો ફોટોગ્રાફ: વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ઓનલાઇન અપલોડ કરવાનો હોય છે.
  • આવકનુ પ્રમાણપત્ર: આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
  • બીપીએલ: ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો ઓનલાઇન અપલોડ કરવાનો રહે છે.

આ પણ વાંચો: Ration Card List Gujarat: તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ, BPL, AAY, APL 1, APL 2, NFSA રેશન કાર્ડનુ લીસ્ટ

ફોર્મ ભરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો

RTE એડમીશન નુ ફોર્મ ઓનલાઇન ભરતી વખતે ખાસ કાળજી રાખવી જોઇએ. કારણ કે ફોર્મ ભરવામા ભુલ થવાથી અથવા ડોકયુમેન્ટ ની અપૂર્તતા ને લીધે ફોર્મ રીજેકટ થઇ શકે છે. ફોર્મ ભરતી વખતે નીચેના જેવી બાબતો ખાસ ધ્યાનમા રાખવી જોઇએ.

  • ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી અને વાલીની તમામ વિગતો ખાસ કાળજીપૂર્વક સબમીટ કરવી જોઇએ.
  • અપલોડ કરવાના ડોકયુમેન્ટ ઓરીજનલ સ્કેન કરીને નિયત કરેલી સાઇઝમા જ સ્પષ્ટ વંચાય તેવા સ્કેન કરીને અપલોડ કરવા જોઇએ.
  • માંગવામા આવેલા ડોકયુમેન્ટ જ ખાસ અપલોડ થાય તેની કાળજી રાખો.
  • સ્કુલ સીલેકટ કરતી વખતે ખાસ કાળજી રખવી જોઇએ. જે શાળામા એડમીશન લેવા માંગતા હોય તેને પસંદગીના ક્રમમા ગોઠવો. કોઇ શાળામા એડમીશન મળ્યા બાદ આ શાળા બદલતી નથી માટે જે શાળામા એડમીશન લેવા માંગતા હોય તે જ સીલેકટ કરવી.

Important Link

RTE Admision official websiteclick here
Home pageclick here
jon whatsapp Groupclick here
RTE Admission 2024
RTE Admission 2024

RTE Admision માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://rte.orpgujarat.com

RTE દર વર્ષે સરકાર તરફથી કેટલી રકમ વિદ્યાર્થીને સહાય રુપે આપવામા આવે છે ?

રૂ.3000 દર વર્ષે

RTE Admision માટેના ફોર્મ કયારે ભરાય છે ?

RTE Admision માટેના ફોર્મ સામાન્ય રીતે દર વર્ષ એપ્રીલ-મે માસમા ભરવામા આવે છે.

1 thought on “RTE Admission 2024: ધો. 1 થી 8 ખાનગી શાળામા મળશે Free એડમીશન, RTE એડમીશન પ્રોસેસ; કયારે ફોર્મ ભરાય”

Leave a Comment

error: Content is protected !!