RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. આમાની જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવા માટે જાહેરાત આવી ગયેલ છે. જેમા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કેમ ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીશુ.
RTE Admission Form 2023
| યોજનાનુ નામ | RTE Admission Form 2023 |
| યોજનાના લાભ | ધો.1 મા ખાનગી શાળામા એડમીશન |
| ફોર્મ ભરવાની તારીખ | 10-4-2023 થી 22-4-2023 |
| જરૂરી ડોકયુમેન્ટ | લીસ્ટ મુજબ |
| લાયકાત | તા.1 જૂન 2023 સૂધી મા 6 વર્ષ પૂર્ણ |
| ઓફીસીયલ વેબસાઇટ | https://rte.orpgujarat.com/ |
RTE Form 2023
આ યોજના રાઇટ ટુ એજયુકેશન 2009 અંતર્ગત ધોરણ 1 મા ખાનગી શાળાઓમા તેની સંખ્યાના 25 % જગ્યાઓ પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને કોઇ પણ ફી લીધા વગર પ્રવેશ આપવામા આવે છે. અને આ બાળક ધો. 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યા સુધી મફત શિક્ષણ આપવામા આવે છે. આવા બાળકોની ફી સરકાર તરફથી ખાનગી શાળાઓને ચૂકવવામા આવે છે. ઉપરાંત સરકાર તરફથી આ બાળકોને દર વર્ષે રૂ.3000 પણ આપવામા આવે છે. ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે.
આ પણ વાંચો; ધો. 6 થી 12 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ, જ્ઞાનશક્તિ સ્કુલ એડમીશન ફોર્મ
RTE Admission Process 2023
RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.
- સૌ પ્રથમ સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
- સૌ પ્રથમ વાલીઓને જરૂરી ડોકયુમેન્ટ એકત્રીત કરવા માટે સમય આપવામા આવે છે.
- ત્યારબાદ નક્કી કરેલી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
- ઓનલાઇન ફોર્મમા શાળાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થી જ્યા વસવાટ કરતા હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કોઇ કચેરીએ હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો ફોર્મ એપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ફોર્મ મા ભુલ હોય અથવા ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.
- ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડી વિદ્યાર્થીથીઓને એડમીશન આપવામા આવે છે.
- એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ ADMIT CARD ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

આ પણ વાંચો; આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ઓનલાઇન
RTE Document List
RTE Admission Form ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરુર રહે છે.
- રહેઠાણ નો પુરાવો
- વાલીનું જાતીનું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- વાલીની આવકનું પ્રમાણપત્ર
- બીપીએલ
- વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- બાલગૃહ ના બાળકો
- બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
- સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
- ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
- શહીદ થયેલ જવાનના બાળકો
- સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે
- સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- બાળકનું આધારકાર્ડ
- વાલીનું આધારકાર્ડ
- બેંકની વિગતો
જરૂરી ડોકયુમેન્ટ ની ડીટેઇલ યાદિ આ પોસ્ટમા નીચે લીસ્ટ PDF મૂકેલી છે.
RTE FORM DATE 2023

RTE ફોર્મ જરૂરી સૂચના
ઘણા લોકોને ઓનલાઇન ફોર્મ ભરવામા ખબર પડતી ન હોવાથી બીજા પાસે ઓનલાઇન ફોર્મ ભરાવતા હોય છે. જેમા ઘણી વખત જ્યા પ્રવેશ ન લેવો હોય તેવી શાળા સીલેકટ થઇ જતી હોવાથી તેમા એડમીશન મળી જાય તો પાછળથી તેમા કોઇ ફેરફાર થઇ શકતો નથી. એટલે વાલીઓએ ફોર્મ ભરતી વખતે શાળા પસંદગી નાખવામા ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત આરટીઈ એડમીશન નોટીફીકેશન આવ્યા બાદ વાલીઓને ડોકયુમેન્ટ કઢાવવા માટે પહેલા જરૂરી સમય આપવામા આવે છે. ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થાય છે. તેથી પહેલા જરૂરી ડોકયુમેન્ટ એકત્રીત કરી લેવા જોઇએ. RTE એડમીશન માટે તેની આગળની પ્રોસેસની નવી સૂચનાઓ https://rte.orpgujarat.com/ ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. આ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
ફોર્મ ભરતી વખતે રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે અપલોડ કરવાનું રહેશે.
RTE Admision form 2023 Link
| RTE Admision official website | click here |
| ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ | Click here |
| ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ | Click here |
| Home page | click here |
| jon whatsapp Group | click here |

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
RTE એડમીશન ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://rte.orpgujarat.com
RTE એડમીશન ફોર્મ ભરવા બાળકની ઉંમર કેટલી હોવી જોઇએ ?
બાળકને 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ પુરા થતા હોવા જોઇએ.
RTE એડમીશન ફોર્મ 2023 ભરવાની તારીખ શુંં છે ?
10-4-2023 થી 22-4-2023
RTE ફોર્મ મા ઇન્કમ ટેકસ રીટર્ન ભરેલ ન હોય તો શું અપલોડ કરવાનુ છે ?
ઇન્કમ ટેકસ રીટર્ન ભરેલ ન હોય તો નિયત નમૂનાનુ સેલ્ફ ડીકલેરેશન ફોર્મ અપલોડ કરવાનુ રહેશે.
3 thoughts on “RTE Admission Form: ખાનગી શાળામા ધોરણ 1 મા Free પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરાવાનુ શરુ,જાણો પુરી પ્રોસેસ”