RTE Admission 2023: શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Admission પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. :હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Admission 2023 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે આ પોસ્ટ મા માહિતી મેળવીશુ. right to education 2009 અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી શાળામા 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. શિક્ષણ નો અધિકાર 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.
RTE Admission 2023
આ યોજના હેઠળ ધોરણ 1 માંં દર વર્ષે દરેક ખાનગી શાળાઓમા તેની કુલ જગ્યાના 25 % જગ્યા પર ગરીબ અને નબળા વર્ગ ના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમાં વિદ્યાર્થીને જે ખાનગી શાળા મા એડમીશન મળે તેમા ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ ફ્રી આપવામા આવે છે. એટલે કે વિદ્યાર્થીના વાલીએ કોઇ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. ઉપરાંત વિદ્યાર્થીને દર વર્ષે ધોરણ 8 સુધી રૂ.3000 ફી રી એમ્બર્સ એટલે કે શિષ્યવૃતિ પેટે પણ આપવામા આવે છે.
RTE એડમીશન ફોર્મ ક્યારે ભરાશે ?
RTE એડમીશન ની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા શરુ કરવામા આવે છે. જેમાં જુન મહિનામા ખુલતા વેકેશન સુધીમા વિદ્યાર્થીને એડમીશન આપી દેવામા આવે છે. ચાલુ વર્ષે હજુ RTE Admission 2023 Date જાહેર કરવામા આવી નથી. સંભવિત એપ્રીલ મહિનામા પ્રક્રિયા શરુ થશે તેવી શક્યતાઓ રહેલી છે. RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.
READ ALSO: Free Sewing machine yojana 2023 info.
RTE Admission Process
RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.
- સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
- નક્કી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
- ઓનલાઇન ફોર્મમા શાળાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થી નુ જ્યા રહેઠાણ હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ ક્યાય હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો અપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.
- ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડે વિદ્યાર્થીઓને એડમીશન આપવામા આવે છે.
- એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ એડમીશન લેટર ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.
RTE Document List
RTE Admission માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરુર રહે છે.
READ ALSO: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષા ટાઇમટેબલ ૨૦૨૩
રહેઠાણ નો પુરાવો
આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
વાલીનું જાતીનું પ્રમાણપત્ર
મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
જન્મનું પ્રમાણપત્ર
ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
ફોટોગ્રાફ
પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
વાલીની આવકનું પ્રમાણપત્ર
આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
બીપીએલ
૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
- વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ: મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
- અનાથ બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
- બાલગૃહ ના બાળકો: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
- બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો: જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
- સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો: સિવિલ સર્જન પ્રમાણપત્ર
- ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ): સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો: સિવિલ સર્જન પ્રમાણપત્ર
- શહીદ થયેલ જવાનના બાળકો: સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
- સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે: ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી ૩૬૦ ડીગ્રી વ્યુ
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
- બાળકનું આધારકાર્ડ: બાળકના આધારકાર્ડની નકલ
- વાલીનું આધારકાર્ડ: વાલીના આધારકાર્ડની નકલ
- બેંકની વિગતો: બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
RTE Helpline Number
RTE એડમીશન ની સમગ્ર પ્રોસેસ દરમિયાન વાલીઓને કોઇ બાબતે માર્ગદર્શનની જરુર હોય તો જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવે છે. તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર પર ફોર્મ ભરવાથી લઇને એડમીશન સુધીની માહિતી મેળવી શકો છો. RTE Admision માટે ઓફીસીયલ વેબસાઇટ પર નવી સૂચનાઓ અને જરુરી વિગતો મૂકવામા આવે છે. એડમીશન પ્રોસેસ પુરી થાય ત્યાં સુધી RTE Admision official website ની મુલાકાત લેતા રહેવુ.
અન્ય સૂચનાઓ
ઘણા વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામા ખબર પડતી ન હોવાથી બીજા પાસે ઓનલાઇન ફોર્મ ભરાવતા હોય છે. જેમા ઘણી વખત જ્યા પ્રવેશ ન લેવો હોય તેવી શાળા સીલેકટ થઇ જતી હોવાથી તેમા એડમીશન મળે તો પાછળથી તેમા કોઇ ફેરફાર થતો નથી. એટલે વાલીઓએ ફોર્મ ભરતી વખતે શાળા સીલેકટ કરવામા ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત આરટીઈ એડમીશન નોટીફીકેશન આવ્યા બાદ વાલીઓને ડોકયુમેન્ટ કઢાવવા માટે પહેલા સમય આપવામા આવે છે. ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થાય છે. તેથી પહેલા જરૂરી ડોકયુમેન્ટ એકઠા કરી લેવા જોઇએ.
RTE Admision form 2023 Link
RTE Admision official website | click here |
Home page | click here |
jon whatsapp Group | click here |
Related Post:
તમારી જન્મ તારીખ નાખો અને કેટલા વર્ષ થયા જાણો
Faq’s About RTE Admision 2023
RTE Admission 2023 ના ફોર્મ ભરવાનુ કયારે શરુ થશે ?
RTE Admision 2023 ના ફોર્મ ભરવાનુ સંભવિત માર્ચ મહિનાના અંતમા અથવા એપ્રીલ માસમા શરુ થઇ શકે છે.
RTE Admission મા બી.પી.એલ. ને અગ્રતા મળે છે ?
હા , બી.પી.એલ. મા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોય તેને અગ્રતા મળે છે.
RTE મા ખાનગી શાળામા ક્યા સુધી ફ્રી અભ્યાસ ની સુવિધા મળે છે ?
ધોરણ 1 થી 8
RTE દર વર્ષે સરકાર તરફથી કેટલી રકમ વિદ્યાર્થીને સહાય રુપે આપવામા આવે છે ?
રૂ.3000
Aayeshakhan asif bhai ham bhot garib he hamri madat kato pillz