વૃધ્ધ સહાય યોજના: વૃધ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. મહિલાઓ,બાળકો, વિવિધ વ્યવસાયકારો અને વૃધ્ધો માટે અનેક સહાય યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. રાજય સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધો માટે પણ સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃધ્ધોને જીવન ગુજારવા માટે આર્થીક મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા વૃધ્ધ સહાય યોજના ચલાવવામા આવે છે. આ યોજના માટેનુ ફોર્મ ભરીને ક્યા આપવુ અને શું ડોકયુમેન્ટ જોઇએ, કેટલી સહાય મળે તેની માહિતી મેળવીએ.
વૃધ્ધ સહાય યોજના
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | 60 વર્ષથી વધુ ઉંમર |
મળતી સહાય | દર મહિને રૂ.1000 થી રૂ.1250 સહાય |
અમલીકરણ કચેરી | મામલતદાર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી |
ફોર્મ ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
વૃધ્ધો ને દર મહિને સહાય મળતી હોય તેવી 2 યોજનાઓ ચાલુ છે.
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
- નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
પાત્રતા ધોરણો
આ યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતા ધરાવતા વૃધ્ધો ને મળવાપાત્ર છે.
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં કોઇપણ નિરાધાર વૃધ્ધ ને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- નિરાધાર વૃધ્ધ ને ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
- અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોય તેવા વ્રુધ્ધો પણ અરજી કરી શકે છે.
- આ યોજના માટે અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને આ યોજના અંવયે સહાય મળવાપાત્ર છે.
ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજના માટે સહાય ફોર્મ ભરતી વખતે નીચે મુજબના ડોકયુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહે છે.
- ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(લીવીંગ સર્ટી) / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર (આ પૈકી કોઇ પણ એક)
- આવકનો દાખલો.(નિયત અધિકારી દ્વારા આપેલો)
- દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
- રેશનકાર્ડ ની નકલ
આ પણ વાંચો: Baal Aadhar Card: બાળકોનુ આધારકાર્ડ કઇ રીતે કઢાવવુ, કઇ રીતે અપડેટ કરવુ, જુઓ આસાન સ્ટેપમા માહિતી
પેન્શન યોજના ફોર્મ
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ મેળૅવવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
- જિલ્લા કલેકટર કચેરી પરથી આ ફોર્મ નિશુલ્ક મેળવી શકાય છે.
- મામલતદાર કચેરીએથી આ ફોર્મ વિનામૂલ્યે મળશે
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ડીજીટલ ગુજરાત પર ઓનલાઈન અરજી કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે. તેના પરથી પણ ડાઉનલોડ કરી શકસો.
આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર મોટી હોય અને આવકનુ કોઇ સાધન ન હોય તથા નિરાધાર હોય તેમને દર મહિને સહાય મળવાથી તેમનુ ગુજરાત ચાલી શકે છે. વૃદ્ધ સહાય માટેના ફોર્મ આ પોસ્ટમા નીચે આપેલ છે.
વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ
માર્ચ 2022 થી રાજય સરકારની યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમ મા વધારો કરવામા આવેલ છે. પહેલા ૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 750 સહાય તરીકે આપવામા આવતા હતા હવે તે વધારી ને રૂ. 1000 કરવામા આવેલ છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય મળતી હતી તે વધારી ને રૂ. 1250 કરવામા આવેલ છે.
વૃદ્ધ સહાય
આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામા સીધી DBT થી જમા કરવામા આવે છે. જે બાબત ધ્યાને લેવી. તમારી આજુબાજુમા જો કોઇ નિરાધાર વૃધ્ધ રહેતા હોય તો તેને ડોકયુમેન્ટ એકઠા કરવામા મદદ કરી આ યોજનાનો લાભ મળે તેવી મદદ કરશો. ઘણા નિરાધાર વૃદ્ધો ને આવી સહાય યોજનાઓની માહિતી હોતી નથી. જેને લીધે તેઓ જરૂરિયાત મંદ હોવા છતા સહાયથી વંચિત રહિ જાય છે.
અગત્યની લીંક
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વૃધ્ધ સહાય યોજના મા દર મહિને કેટલી સહાય આપવામા આવે છે ?
દર મહિને રૂ. 1000 થી રૂ.1250
વૃધ્ધ સહાય યોજના નુ ફોર્મ ભરીને ક્યા આપવાનુ હોય છે ?
મામલતદાર કચેરીએ
કઇ યોજનાઓ અંતર્ગત વૃધ્ધ સહાય આપવામા આવે છે ?
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
વૃધ્ધ સહાય માટે આવક મર્યાદા શું છે ?
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/-
વૃધ્ધ સહાય માટેના ફોર્મ ઓનલાઇન કઇ વેબસાઇટ પર ભરી શકાય ?
https://www.digitalgujarat.gov.in
3 thoughts on “વૃધ્ધ સહાય યોજના: વૃધ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ 2023 ડાઉનલોડ કરો”