PM Surya Ghar Yojana: Muft Bijli Yojana: pmsuryaghar.gov.in: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપતી યોજના પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરવામા આવી હતી. તેમણે ટવીટર એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતુ કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરવામા આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના મા રૂ. 75,000 કરોડથી વધુ નુ રોકાણ કરવામા આવનાર છે. દર મહિને લોકોને 300 યુનીટ ફ્રી વિજળી આપવામા આવશે. આ યોજના મા 1 કરોડ ઘરોને આવરી લેવામા આવશે.
PM Surya Ghar Yojana
દેશની કેન્દ્ર સરકાર પરંપરાગત ઊર્જા સ્ત્રોતો ને બદલે રીએન્યુએબલ ઊર્જા સ્ત્રોતો પર વધુ ભાર આપી રહી છે. એટલા માટે જ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત લોકોને તેમના ઘર પર સોલાર પેનલ લગાવવા માટે 40 % જેટલી સબસીડી આપવામા આવતી હતી. જેમા હવે વધારો કરીને આ સબસીડી 60 % જેટલી કરવામા આવી છે. વર્ષ 2024-25 માટે રજુ થયેલા બજેટમા PM Surya Ghar Yojana મફત વિજળી યોજના ની જોગવાઇ કરવામા આવી છે. જેમા 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
આ યોજના થી વધુ લોકોને રોજગારી મળશે અને લોકોને દર મહિને આવતા લાઇટબીલ ના નાણાકીય બોજ માથી મુક્તિ મળશે. આ યોજના અંતર્ગત જે લોકો પોતાના ઘર પર સોલાર પેનલ લગાવવા માંંગતા હોય તેના માટે ઓફીસીયલ પોર્ટલ પણ લોન્ચ કરવામા આવ્યુ છે. પીએમ સૂર્યા ઘર યોજના: મફર વિજળી યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ યોજના અંતર્ગત ઘર સોલાર પેનલ લગાવ્યા બાદ તેની સબસીડી સીધી બેંક ખાતામા જમા કરવામા આવે છે.
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી
Muft Bijli Yojana Registration Process
આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- સૌ પ્રથમ Muft Bijli Yojana Official Website https://pmsuryaghar.gov.in ઓપન કરવાની રહેશે.
- સૌ પ્રથમ પોર્ટલમાં તમારૂ રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ પછી તમારું રાજ્ય સીલેકટ કરો.
- ત્યારબાદ તમારા વિસ્તારમા વીજળી વિતરણ કરતી કંપની પસંદ કરો જેમ કે PGVCL, DGVCL, MGVCL,UGVCL વગેરે….
- ત્યારબાદ તમારો વિજ જોડાણ ધરાવતો ગ્રાહક નંબર દાખલ કરો. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ સબમીટ કરો. પોર્ટલમાં આપેલી સૂચનાઓને અનુસરો.
- તમારૂ રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો. ફોર્મમા આપવામા આવેલા સ્ટેપ અનુસાર રૂફટોપ સોલાર માટે અરજી કરો.
- ત્યારબાદ તમને સોલાર રૂફટોપ પેનલ લગાવવા માટે અપ્રુવલ આપવામા આવશે.
- તમારી પસંદ કરેલી એજન્ન્સી દ્વારા સોલાર પેનલ અને મીટર ફીટ કરવામા આવશે.
- ત્યારબાદ બધી પ્રોસેસ પુરી થયા બાદ તમારુ સોલાર રૂફટોપ ચાલુ થઇ જશે અને તે માટેની સબસીદી નિયત સમયમર્યાદા મા તમારા બેંંક ખાતામા જમા કરવામા આવશે.
આ પણ વાંચો: Home Loan Or Rent: મકાન લોન લઇ ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડા પર રહેવુ; સમજો ગણિત
સોલાર સબસીડી
આ યોજના અંતર્ગત ઘર પર સોલાર પેનલ લગાવવા પર નીચે મુજબ સબસીડી આપવામા આવે છે. આ સબસીડી સોલાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ સીધી લાભાર્થીના બેંકખાતામા જમા કરવામા આવે છે.
| સરેરાશ માસિક વિજવપરાશ | સોલાર કેપીસીટી | સબસીડી |
| 0 થી 150 યુનીટ | 1 – 2 kW | રૂ.30000 થી રૂ.60000 |
| 150 થી 300 યુનીટ | 2 – 3 kW | રૂ.60000 થી રૂ.78000 |
| 300 થી વધુ | Above 3 kW | રૂ.78000 |
અગત્યની લીંક
| Muft Bijli Yojana Official Website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

PM Surya Ghar Yojana માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmsuryaghar.gov.in/
Muft Bijli Yojana મા દર મહિને કેટલી વિજળી ફ્રી આપવામા આવશે ?
300 યુનીટ
મારૂ રજીસ્ટ્રાશન કરી લેજો ને સર
Verry good. Modiji
One of the best 👍
Thanks
5 kilo what
Good shri Narendra shar ji I accept for yojan .