Petrol Price: આજના પેટ્રોલ ના ભાવ: ઇન્ટરનેશનલ માર્કેટમા કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નો ભાવ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર થઇ ગયો હતો. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ નો ભાવ ઘટીને $75.89 પ્રતિ બેરલ જેટલો થઇ ગયો હતો. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના નવા ભાવ જાહેર કરવામા આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવે છે.
Petrol Price
નવા જાહેર કરાયેલા ભાવ અનુસાર પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે જ્યારે ડીઝલ ના ભાવમા કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી. પેટ્રોલ ડીઝલના નવા ભાવ જોઇએ તો ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો નોંધાયો છે. અહીં ડીઝલ ના ભાવમા કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા જેટલા મોંઘા થયા છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો કરવામા આવ્યો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા જેટલુ સસ્તું થયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની ના ભાવ જોઇએ તો તે નવા ભાવ નીચે મુજબ છે.
- દિલ્હીમાં પેટ્રોલ ના ભાવ પ્રતિ લીટર રૂ. 96.72 અને ડીઝલ ના ભાવ રૂ. 90.08 પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલ ના ભાવ પ્રતિ લીટર રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલ ના ભાવ પ્રતિ લીટર રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર છે.
- ચેન્નાઇમાં પેટ્રોલ ના ભાવ પ્રતિ લીટર રૂ. 631. અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર છે.
- નોઈડામાં પેટ્રોલ ના ભાવ રૂ. 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર છે
- ગાઝિયાબાદમાં ડીઝલ ના ભાવ 96.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર જેટલુ છે.
- લખનૌમાં પેટ્રોલ ના ભાવ 96.47 રૂપિયા અને ડીઝલ 89.66 રૂપિયા જેટલા ભાવ છે.
- પટનામાં પેટ્રોલ ના ભાવ રૂ. 107.24 રૂપિયા અને ડીઝલ ના ભાવ રૂ. 94.36 રૂપિયા પ્રતિ લીટર જેટલા છે.
Petrol Price Check Online
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામા આવે છે અને નવા ભાવ બહાર પાડવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી જેટલી થઈ જાય છે.
SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરરોજ ના ભાવ જાણી શકાય છે.
- ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો એ 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી પીનકોડ લખીને મેસેજ સેન્ડ કરવાનો રહે છે.
- BPCL ગ્રાહકો એ RSP અને તેમનો સિટી નો પીન કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલવાનો રહે છે.
- HPCL ના ગ્રાહકો એ HPPprice અને તેમનો સિટી નો પીન કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મેસેજ મોકલીને માહિતી મેળવી શકે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |