GST NEW RATE: GST કાઉન્સીલમા લેવાયા મોટા નિર્ણય, શું સસ્તુ થયુ ? શું મોંઘુ થયુ ?

GST NEW RATE: GST નવા રેટ: નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમા GST કાઉન્સિલની 50મી મીટીંગ યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામા આવ્યા છે. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો, ઘોડીસવારી પર 28 ટકા GST લગાડવાની મંજૂરી છે. આને કારણે આ ત્રણ સેવાઓ મોંઘી બની જશે તો ફૂડ અને બેવરેજ પરના 18 ટકાના ટેક્સને ઘટાડીને હવે 5 ટકા કરી દિધો છે. જેનાથી મલ્ટીપ્લેક્સમાં ખાવાનું સસ્તું મળશે.

GST NEW RATE

GST કાઉન્સિલ ના આ મહત્વના નિર્ણયથી હવે ઓનલાઇન ગેમીંગ, કેસિનો અને ઘોડેસવારી પર GST દર વધવાથી આ સેવાઓ મોંઘી બનશે. જ્યારે ફૂડ અને બેવરેજ પર GST દર ઘટવાથી હવે મલ્ટીપ્લેક્સમાં લોકોને જમવાનુ સસ્તુ મળશે.

જીએસટી ટ્રિબ્યુનલની રચના
કાઉન્સિલે જીએસટી ટ્રિબ્યુનલની રચના કરવા માટે મંજૂરી આપી દીધી છે. જીએસટી ટ્રિબ્યુનલની રચના થવાથી કરદાતાઓને ઘણી રાહત મળશે. ટ્રિબ્યુનલની રચના બાદ જીએસટીને લગતા વિવાદોનું સરળતાથી સમાધાન થઈ શકસે.

કેન્સરની દવાઓ પર IGST ઝીરો

GST કાઉન્સિલે ઇમ્પોર્ટેડ કેન્સરની દવાઓ પર IGST ઝીરો ટકા કરવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે જેને કારણે ટિનુટક્ઝિમેબની આયાતી દવાઓ સસ્તી થઈ જશે. પહેલા આ દવાઓ પર 12 ટકા IGST લાગતો હતો જે હવે ઘટાડીને ઝીરો કરાયો છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા જેટલી હોય છે.

શેના દર વધ્યા ?

GST કાઉન્સિલે ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનો પર 28 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે તે ઉપરાંત વાહનોના રજિસ્ટ્રેશન પર જીએસટીનો હિસ્સો પણ હવેથી ગ્રાહક રાજ્યને આપવામાં આવશે તેવો નિર્ણય કરવામા આવ્યો છે.

સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ પરના ટેક્સમાં ઘટાડો
જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં લેવામાં આવેલા અન્ય મહત્વના નિર્ણયોની વાત કરીએ તો સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ (ઠંડા પીણા) પરનો GST ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામા આવ્યો છે જેને કારણે સિનેમાહોલમાં ફિલ્મપ્રેમીઓને ખાવા-પીવા માટે ખિસ્સા ઓછા પૈસા ખર્ચવા પડશે.

માછલીના પેસ્ટ પરના જીએસટીમાં ઘટાડો
માછલીના પેસ્ટ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે, તેથી આ પેસ્ટ પણ હવેથી સસ્તું મળશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
GST NEW RATE
GST NEW RATE

Leave a Comment

error: Content is protected !!