ISRO નુ સૂર્ય નમસ્કાર: ઇસરોનુ ADITY L1 થયુ સફળતાપૂર્વક લોન્ચ, 15 લાખ કીમી ની સફર કાપશે અવકાશમા

ISRO નુ સૂર્ય નમસ્કાર: ADITY L1: મિશન ચંદ્રયાનની સફળતા બાદ ઇસરો અને ભારતની યશકલગીમા વધુ એક પીંછુ ઉમેરાયુ છે અને અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે વિશ્વમા ડંકો વગાડી દિધો છે. મિશન સૂર્ય યાન એટલે કે ADITY L1 નુ આજે ઇસરોના હરિકોટા ના સ્પેશ સેન્ટર થી સફળ લોંચીંગ કરવામા આવ્યુ.

ISRO નુ સૂર્ય નમસ્કાર

Aditya L1 Launch : ઇસરોએ ચંદ્રયાન ના સફળ લેંડીંગ બાદ હવે ADITY L1 નુ સફળ લોંચીંગ કરી ઇતિહાસ રચ્યો છે, ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ આજે શ્રી હરિકોટાથી આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કરવામા આવ્યો.

  • ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 સેટેલાઇટ લૉન્ચ કરવામા આવ્યો છે.
  • ISRO એ સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ નુ સફળ લોન્ચીગ કર્યુ.
  • Aditya L1 Mission લોન્ચ થતાં જ ઇસરોના વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા
adity l1
adity l1

થોડા દિવસો પહેલા જ ચંદ્ર યાનનુ સફળ લેંડીંગ કર્યા બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ પછી જ ઈસરોએ સૂર્ય મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આદિત્ય જેનો અર્થ થાય છે “સૂર્ય,” આ સેટેલાઇટ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય ની ગતિવિધીઓ પર અને વાતાવરણ પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંંચો; ચંદ્ર પર જમીન: ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? શું ભાવ હોય ચંદ્ર પર જમીન ના ? ચંદ્ર પર જમીન ખરીદવી લીગલી છે ?

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે આજે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન લોન્ચ કર્યું છે. આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર લોન્ચ કરવામા આવનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. તે સૂર્યની આસપાસ રચાતા દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.

यह भी पढे:  ચંદ્રયાન લેન્ડીંગ: આ તારીખે ચંદ્રયાન સોફટ લેંડીંગ કરશે ચંદ્ર પર, કેટલે પહોંચ્યુ ચંદ્રયાન

આદિત્ય યાન L1

ADITY L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદ્ભવતા તોફાનોનુ અવલોકન કરશે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર જેટલુ દૂર આવેલ છે. અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના જેટલો સમય લાગશે. તે વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરનાર છે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.

આ પણ વાંંચો;Diabetes Info: શું છે ડાયાબીટીસ ? કેમ ઝડપથી વધતા જાય છે ડાયાબીટીસ ના કેસ ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

આદિત્ય L1 સંપૂર્ણપણે સ્વદેશી મિશન છે.
ISROના અધિકારીના જણાવ્યા અનુસાર આદિત્ય L1 એ દેશની સંસ્થાઓની ભાગીદારીથી કરવામાં આવેલ સંપૂર્ણ સ્વદેશી મિશન છે. બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે તેના પેલોડ્સ બનાવ્યા છે. જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણે એ આ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ બનાવ્યુ છે.

આ સાથે યુવી પેલોડનો ઉપયોગ કોરોના અને સૌર રંગમંડળને જોવા માટે કરવામાં આવનાર છે, જ્યારે એક્સ-રે પેલોડનો ઉપયોગ સૂર્યના જ્વાળાઓને જોવા માટે કરવામાં આવનાર છે. પાર્ટિકલ ડિટેક્ટર અને મેગ્નેટોમીટર પેલોડ ચાર્જ કરેલા કણના પ્રભામંડળની ભ્રમણકક્ષા સુધી પહોંચતા ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી પ્રદાન કરનાર છે.

અગત્યની લીંક

સૂર્ય યાન લોંચીંગ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ISRO નુ સૂર્ય નમસ્કાર
ISRO નુ સૂર્ય નમસ્કાર

Leave a Comment

error: Content is protected !!