Kinjal Dave Breakup: સુપ્રસિધ્ધ લોકગાયીકા અને ગરબા કવિન તથા ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતથી સુપ્રસિધ્ધિ મેળવનાર લોકગાયિકા કિંજલ દવે ની સગાઇ 5 વર્ષ બાદ આજે તૂટી ગઇ છે. કિંજલ દવેની 5 વર્ષ અગાઉ પવન જોષી સાથે સગાઇ થઇ હતી. કિંજલ દવેની આ સગાઇ તૂટવાના સમાચારે આજે તેના ફેન્સ મા ચર્ચા નુ કેન્દ્ર બન્યો છે. ચાલો જાણીએ શું હતુ સગાઇ તૂટવા પાછળનુ કારણ ?
કોણ છે કિંજલ દવે ?
કિંજલ દવે ગુજરાત ના ખૂબ જ સુપ્રસિદ્ધ સિંગર છે. અને ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતથી ખૂબ જ ફેમસ થનાર કિંજલ દવે ના ચાહકો માત્ર ગુજરાત મા જ નહિ પરંતુ દેશ પરદેશમા છે. કિંજલ દવે ના બાળપણ ને એવાત કરીએ તો તેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે પ્રસિદ્ધિ આપી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી ખૂબ જ લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. પરંતુ હવે તેની આ સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો: jio નો નવો 119 વાળો રીચાર્જ પ્લાન
Kinjal Dave Breakup
શું છે સગાઇ તૂટવાનુ કારણ ?
ગુજરાતની જાણીતી ગરબા ક્વિન કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી છે. દેખાવમાં રુપાળી દેખાતી એવી કિંજલ દવે નો અવાજ પણ એટલો જ સુરીલો છે. ત્યારે ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર આજે સામે આવ્યા છે. પાંચ વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સોશીયલ મિડીયામા વાયુવેગે ફેલાયા છે.
હજુ પણ આપણા ઘણા ગામડાઓમા સાટા પદ્ધતિથી સંબંધ નક્કિ કરવામા આવે છે. એ જ રીતે સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની પણ પવન જોશી અને તેને બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. ત્યારે પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોણ છે પવન જોશી ?
પવન જોશી કિંજલ દવેનો બાળપણ નો મિત્ર હતો. તેમની જ્યારે સગાઈ થઈ હતી ત્યારે તેમનાં ગામડે ખૂબ જ સાદગી રીતે ઉજવાઈ હતી. પવન અને કિંજલનું બોન્ડિંગ ખૂબ જ સારું હતું. બંને એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા. એકબીજાને સારી રીતે સમજતા હતા.
સગાઈ બાદથી પવન અને કિંજલ દરેક પ્રોગામમાં કે કોઈપણ પ્રકાર વિદેશ ટ્રીપ મા પણ સાથે જ જોવા મળતા હતા. તેમની દૂબઈની ટ્રીપની તસવીરોએ પણ બહુ જ ચર્ચા જગાવી હતી. આ વચ્ચે તેની સગાઇ તૂટવાથી કિંજલ દવે એ તેના ટવીટર એકાઉન્ટ પરથી પવન જોશી સાથેની બધી ઈમેજીસ હટાવી દિધી છે.
Home page | Click here |
Follow us on Google News | Click here |
કિંજલ દવે કયા ગીતથી ફેમસ થયા હતા ?
ચાર ચાર બંગડી વાળી ગાડી