India Pakistan Match T20 World Cup: T20 World Cup 2024 મા જુન મહિનામા T20 World Cup રમાનાર છે. આ વખતે અમેરીકા અને વેસ્ટ ઇન્ડીઝ ના યજમાનપદે વર્લ્ડ કપનુ આયોજન થનાર છે. IPL પુરો થયા બાદ જુન મહિનામા T20 વર્લ્ડ કપ રમાનાર છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ હોય એટલે ક્રિકેટ ચાહકો ભારત પાકિસ્તાન ની હાઇ વોલ્ટેજ મેચની રાહ જોતા હોય છે.
India Pakistan Match T20 World Cup
- જૂનમાં અમેરિકા અને વેસ્ટઈંડીઝમાં યોજાનાર છે ટી20 વર્લ્ડકપ
- IPL બાદ શરૂ થશે ટી20 વર્લ્ડકપ
- જેમાં 8-9 જૂન આસપાસ ભારત અને પાકિસ્તાનની મેચ યોજાય તેવી શકયતા
વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ હોય ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચની ક્રિકેટ ચાહકો અચૂક રાહ જોતા હોય છે. દુનિયામાં સૌથી વધારે જોવાતી ક્રિકેટ મેચ ભારત પાકિસ્તાન ની હોય છે. મેદાન પર લાખો લોકો જ્યારે ટીવી-મોબાઈલમાં કરોડો લોકો આ હાઇ વોલ્ટેજ મેચ નિહાળતા હોય છે. T20 વર્લ્ડ કપમા મા ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે. આ મેચ ટી20 વર્લ્ડ કપમાં થશે જેનું આયોજન જૂન 2024 મા કરવામા આવ્યુ છે. ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટઈંડીઝ ના સંયુક્ત ઉપક્રમે કરવામા આવ્યુ છે. 6 મહિના બાદ આવનારા આ વર્લ્ડ કપનો માહોલ અત્યારથી બની રહ્યો છે.
સવારે શરૂ થશે મેચ
આ વખતે ભારત-પાકિસ્તાનની સવારે શરૂ થનાર હશે.
મીડિયા રિપોર્ટસ્ અનુસાર ભારત અને પાકિસ્તાનની મેચ અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં યોજાઇ શકે છે. આ મેચ 8 અથવા 9 જૂનનાં રમાડવામા આવે તેવી શકયતાઓ છે. T20 world Cup 2024 Schedule જાહેર કરવામા આવ્યુ છે. ભારત-પાકની મેચ 9 જુન ના રોજ રમાનાર છે. આ વખતે ભારત પાકિસ્તાન ની મેચની મોટી વિશેષતા એ હશે કે આ મેચ ડે-નાઈટ નહીં પણ પરંતુ સવારે શરૂ થશે. અમેરિકામાં આ મેચ સવારે ગોઠવવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ભારત-પાકની આ મેચને દર્શકો યોગ્ય સમયે જોઈ શકે. અને વધુ મા વધુ લોકો આ હાઇ વોલ્ટેજ મેચ નિહાળી શકે. જ્યારે અમેરિકામાં સવાર હોય છે ત્યારે ભારતમાં રાતનો સમય હોય છે. તેથી ક્રિકેટ ચાહકો આ મેચનો લહાવો ઊઠાવી શકે એ માટે આવુ આયોજન કરવામા આવી રહ્યુ છે. ટી20 વર્લ્ડકપ ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે ભારત-પાકની મેચ દિવસમાં શરૂ થશે. સામાન્ય રીતે આ બંને ટીમોની મેચ ડે-નાઈટ થઈ છે.
ભારતની મેચો યોજાશે અમેરીકામા
મળતી માહિતી અનુસાર T20 world Cup 2024 મા ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો અમેરિકામાં જ રમાડવામા આવશે. . અમેરિકામાં ભારતીય મૂળનાં લાખો લોકો રહે છે અને ત્યાં પણ ટીમ ઈન્ડિયાના જબરદસ્ત ક્રિકેટ ચાહકો છે. આ જ કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લોસ એંજલિસમાં 2028માં ઓલમ્પીક થવાની છે જેમાં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેથી ટી20 વર્લ્ડકપને તેની સાથે જોડવામાં આવી રહ્યું છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |