NEET 2024: NEET UG 2024 નોટિફિકેશન: દેશભરની મેડિકલ કોલેજોમાં મેડિકલ એજ્યુકેશનના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG 2024 પ્રવેશ પરીક્ષાનુ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ NTA ની ઓફીસીયલ વેબસાઇટ neet.nta.nic.in દ્વારા 9 મી ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકે છે.
NEET 2024
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ ((NEET UG 2024)) પરીક્ષાનુ નોટીફીકેશન શુક્રવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ NTAની ઓફીસીયલ વેબસાઇટ neet.nta.nic.in દ્વારા 9મી ફેબ્રુઆરીથી 9મી માર્ચ સુધી ફોર્મ ભરી શકસે. આ પ્રવેશ પરીક્ષા દ્વારા દેશભરની મેડિકલ કોલેજોમાં MBBS, BDS, BSMS, BHMS, BUMS વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
NEET 2024 Exam date
NEET UG 2024 NTA દ્વારા 5 મે, 2024 ના રોજ પરીક્ષા લેવામા આવનાર છે. ઉમેદવારો neet.nta.nic.in વેબસાઇટ દ્વારા 9મી ફેબ્રુઆરીથી 9 મી માર્ચ સુધી ફોર્મ ભરી શકસે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ઓફીસીયલ વેબસાઇટ પરથી ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરવું જોઈએ અને પાત્રતા, પરીક્ષા યોજના, અભ્યાસક્રમ, અરજી પ્રક્રિયા, ફી જેવા તમામ મહત્વપૂર્ણ બાબતો તપાસવી જોઈએ.
પરીક્ષા ફી
આ NEET UG 2024 પરીક્ષા અંગ્રેજી, હિન્દી, તેલુગુ સહિત કુલ 13 ભાષાઓમાં લેવામા આવે છે. તે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામા આવતી નથી. જવાબો OMR શીટ પર ખાસ બોલ પોઈન્ટ પેન વડે લખવાના હોય છે. આ પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ રૂ. 1700 અરજી ફી તરીકે. જનરલ EDWS, OBC NCL (નોન ક્રીમી લેયર) કેટેગરીના વિદ્યાર્થીઓ રૂ. 1600 અરજી ફી તરીકે. SC, ST, વિકલાંગ, થર્ડ જેન્ડર વિદ્યાર્થીઓ રૂ. 1000 અરજી ફી તરીકે નિયત કરવામા આવેલ છે.
ડોકયુમેન્ટ લીસ્ટ
NEET UG (NEET UG 2024) માટે અરજી કરતા પહેલા, વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ યાદીમાંના ડોકયુમેન્ટ તૈયાર રાખવા જોઈએ.
- JPG ફોર્મેટમાં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ
- પોસ્ટ કાર્ડ સાઈઝ ફોટોગ્રાફ (4″X6″) JPG ફોર્મેટમાં
- JPG ફોર્મેટમાં સહિની સ્કેન કરેલી નકલ
- JPG ફોર્મેટમાં ડાબા હાથના અંગૂઠાની પ્રિન્ટ (જો ડાબા હાથના અંગૂઠાની પ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો, જમણા હાથના અંગૂઠાની પ્રિન્ટનો ઉપયોગ કરી શકાય છે)
- પીડીએફ ફોર્મેટમાં 10મું ધોરણ પાસ પ્રમાણપત્ર.
- SC/ST/OBC/EWS વગેરે કેટેગરીઝ સંબંધિત માન્યતા પ્રમાણપત્રો પીડીએફ ફોર્મેટમાં.
- વિકલાંગ વ્યક્તિઓ માટે પીડીએફ ફોર્મેટમાં અપંગતા પ્રમાણપત્ર.
- ભારતીય નાગરિકતાનો પુરાવો. અથવા નાગરિકતાની પુષ્ટિ કરતુ કોઇપણ આઇડી કાર્ડ
અગત્યની લીંક
| NEET UG 2024 નોટિફિકેશન | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
