દ્વારકા બ્રિજ: Dwarka Signature Bridge: દ્વારકા દર્શને જતા હરકોઇ ભક્તો બેટ દ્વારકા દર્શન કરવા અચૂક જતા હોય છે. પરંતુ બેટ દ્વારકા ઓખાથી 2.5 કીમી જેટલુ દૂર છે. અને ત્યા જવા માટે દરિયો પાર કરીને જવુ પડે છે. આ માટે લોકો પાસે હોડી મા જવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. હવે આ સમસ્યા નો અંત આવી જશે. કારણ કે PM નરેન્દ્ર મોદિ શ્રીકૃષ્ણ ની નગરી દ્વારકા ને એક અદભુત ભેટ આપવા જઇ રહ્યા છે. ઓખા થી બેટ દ્વારકા સુધીનો બ્રિજ દરિયામા તૈયાર થઇ ગયો છે.
દ્વારકા બ્રિજ
અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાને એકમોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આવનારા દિવસોમા પીએમ નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં તરભ ખાતે ઉપસ્થિત રહેનાર છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન પન કરનાર છે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે હવે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે.
આ પણ વાંચો: Fastag KYC: ગાડીના ફાસ્ટેગ નુ KYC કરો ઘરેબેઠા ઓનલાઇન, છેલ્લી તારીખ છે 29 ફેબ્રુઆરી
સિગ્નેચર બ્રિજની ખાસિયતો
ઓખા થી બેટ દ્વારકા વચ્ચે બનેલા આ અદભુત સિગ્નેચર બ્રિજની ખાસિયતો નીચે મુજબ છે.
- ઓખા થી બેટ દ્વારકા વચ્ચે બનાવવામા આવેલ આ બ્રિજ 2320 મીટર લાંબો છે.
- ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે.
- PM નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે.
- એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે.
- આ બ્રિજ બનવાથી બેટ દ્વારકા જવા માટે સમયની બચત થશે.
- આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે. અહીંથી પ્રવાસીઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે.
- હવે બેટ દ્વારકા જવા માટે હોડી મા નહિ બેસવુ પડે. વાહન દ્વારા જ બેટ દ્વારકા જઇ શકાસે.
- સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
સિગ્નેચર બ્રિજ કયા બનાવવામા આવ્યો છે ?
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે
સિગ્નેચર બ્રિજની લંબાઇ કેટલી છે ?
2300 મીટર