GPSC EXAM DATE CHANGE: GPSC દ્વારા વર્ગ-1 , વર્ગ-2 અને વર્ગ-3 ની ભરતીઓ માટે ની પરીક્ષાઓ લેવામા આવે છે. GPSC નુ ભરતી કેલેન્ડર અને પરીક્ષા માટેની સંભવિત તારીખો તેની ભરતી જાહેરાત સાથે જ અગાઉથી જાહેર કરવામા આવે છે. આ મુજબ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પ્રીલીમ પરીક્ષા ની તારીખમા ફેરફાર કરવામા આવ્યો છે.
GPSC EXAM DATE CHANGE
- GPSC દ્વારા ક્લાસ-1 -2 પ્રીલીમ પરીક્ષા મા ફેરફાર
- ફોરેસ્ટ સર્વિસની મેઇન પરીક્ષાને લઈ વિવિધ પરીક્ષાની તારીખ બદલવામા આવી
- તા. 03 ડિસેમ્બર 2023ના રોજ લેવાનાર હતી આ પરીક્ષા
- હવે 2024 મા લેવાશે આ પરીક્ષા
ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે જે ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ: સરકાર આપશે વિદ્યાર્થીઓને દર મહિને રૂ.1 લાખ, મુખ્યમંત્રીએ લોન્ચ કરી નવી યોજના
પરીક્ષાની તારીખમાં ફેરફાર
GPSC દ્વારા લેવાનારી કલાસ 1-2 ની પરીક્ષા તા. 03 ડિસેમ્બર 2023ના રોજ લેવાનાર હતી. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોઇ GPSC દ્વારા લેવાનારી આ ક્લાસ 1-2 ની પ્રીલીમ પરીક્ષા ની તારીખમા ફેરફાર કરવામા આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024 માં લેવાનાર છે.
અગત્યની લીંક
GPSC OFFICIAL WEBSITE | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |