Meri Mati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પ્રતિજ્ઞા લઇ તમારુ અને તમારા બાળકોનુ નામવાળુ સર્ટી મેળવો.

Meri Mati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ: merimaatimeradesh.in: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ઉજવણી ચાલી રહિ છે. જેમા સમગ્ર દેશવાસીઓએ ગયા વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘર પર તિરંગો ફરકાવી પોતાના સોશીયલ મીડીયા મા DP અને STATUS મા તિરંગો રાખ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે મેરી મિટ્ટી મેરા દેશ અન્વયે દેશની મિટ્ટી ને નમન કરી દેશ માટે શહિદ થયેલા વિરોના બલિદાનને યાદ કરવાનો અવસર છે. આ અભિયાન અંતર્ગત તમામ દેશવાસીઓને દેશની મિટ્ટી ને નમન કરી પોતાની સેલ્ફી અપલોડ કરવા અપીલ છે.

મેરી મિટ્ટી મેરા દેશ

મેરી મિટ્ટી મેરા દેશ
મેરી મિટ્ટી મેરા દેશ

શું તમે પણ મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં જોડાઇ તમારા નામવાળુ સર્ટી મેળવવા માંગો છો? અને આ અભિયાન અંતર્ગત તમારો સહયોગ આપવા માંગો છો. તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આ આર્ટિકલ દ્વારા, Meri Mati Mera Desh Registration કેવી રીતે કરવું? આ સાથે Meri Maati Mera Desh Certificate Download કરવા માટે સંપૂર્ણ સ્ટેપવાઇઝ માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ શું છે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ? અને તેમા કઇ રીતે પ્રતિજ્ઞા લેવાની છે ?

Meri Mati Mera Desh

આપણા દેશના વડાપ્રધાન PM મોદીએ 30 જૂન રવિવારના રોજ રેડિયો પર “મન કી બાત“ કાર્યક્રમમા વિચાર મૂકીને મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતુ કે આપણા બહાદુર શહીદોને સન્માન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે. આ સાથે તેમણે એવી પણ માહિતી આપી હતી કે, મેરી માટી મેરા દેશ કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવને દરેક લોકો સુધી લઈ જવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ભારતના દરેક ખૂણેથી લોકોને આ કાર્યક્રમમા જોડાવા માટે આમંત્રિત કરવામા આવે છે.

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ 9 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. જેમાં ભારતભરમાં અલગ-અલગ સ્થળોએ શહીદોના સન્માન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વર્ષે 15 ઓગસ્ટે હર ઘર તિરંગા જેવા અભિયાનને લોકોના સહયોગથી ખૂબ જ સફળ બનાવ્યું હતું. આ વર્ષે પણ આવું અભિયાન શરૂ કરવામાં આવશે. જેના કારણે આપણને આઝાદી અપાવવામાં બહાદુર શહીદોએ આપેલા બલિદાનને આપણે યાદ કરીશુ.

merimaatimeradesh.in

  • પોસ્ટ નામ: Meri Mati Mera Desh Registration 2023
  • પોસ્ટ ભાષા: ગુજરાતી અને ઇંગ્લિશ
  • શરૂઆત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા
  • અભિયાન શરૂઆતની તારીખ: 9 ઓગસ્ટ 2023
  • છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2023
  • કાર્યક્રમનો હેતુ: દેશના શહીદો – વિરાગનાઓનું સન્માન
  • સતાવાર વેબસાઇટ: https://merimaatimeradesh.in

પાંચ વ્રતની શપથ શું છે?
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે તેમણે માહિતી આપી હતી કે, આગામી 25 વર્ષ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન તેમણે પંચ વ્રત વિશે પણ વાત કરી હતી. જે મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત પૂર્ણ થશે. આ વ્રતોની વિગતો નીચે આપેલ છે.

  • આપણે સાથે મળીને આપણા દેશ ભારતને વિકસિત દેશ બનાવવો છે.
  • આપણા મનમાં રહેલી ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકવી પડશે.
  • એકતા અને અખંડીતતા માટે ઊભા રહેવાની આપણી સૌની ફરજ છે.
  • દેશની રક્ષા કરનારા શહીદોનું આપણે સન્માન કરવું જોઈએ.
  • વર્ષ 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાનું સપનું સાકાર કરવાનું છે.
  • ભારત દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવીને દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ લેવાનું છે.

અમૃતવાટિકાનું નિર્માણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે, દેશભરમાં અમૃત કલશ યાત્રા કાઢવામાં આવનાર છે. જે અંતર્ગત ભારતના તમામ પ્રદેશોમાંથી લાખો લોકો જોડાનાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે કલશની અંદર દેશના વિવિધ ગામોમાંથી માટી લેવામાં આવશે. જેમાં અલગ-અલગ છોડ વાવવામાં આવશે. આ અંગે ખાસ અગત્યનુ છે કે મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ કુલ 7500 કલશો તૈયાર કરવામાં આવનાર છે. જેમને સાથે મળીને અમૃત કલશ યાત્રા અંતર્ગત દેશની રાજધાની દિલ્હી ખાતે લાવવામાં આવશે.

How To Download Meri Mati Mera Desh Certificate કેવી રીતે મેરી માટી મેરા દેશનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું?

  • આ માટે સૌ પ્રથમ તમારે મેરી માટી મેરા દેશની ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
  • મેરી માટી મેરા દેશ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
  • ત્યારબાદ આ વેબસાઇટમા તમને હોમ પેજ પર તમને “Take Pledge” નો ઓપ્શન દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • તમે ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે. જેમાં તમારે ફરીથી “Take Pledge”ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જે નવું પેજ ખુલશે તેમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને જિલ્લો દાખલ કરવાના રહેશે.
  • હવે તમારે નીચે આપેલ શપથને ધ્યાનથી વાંચવાની રહેશે અને સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે નવા ખુલેલા પેજમાં, તમારે છોડ રોપતી વખતે અથવા તમારા હાથમાં માટીનો દીવો પકડીને તમારી સેલ્ફી લઇ અપલોડ કરો.
  • અપલોડ કર્યા પછી, તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
  • મેરી માટી મેરા દેશ પ્રમાણપત્ર તમે ક્લિક કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર ડીસ્પ્લે થશે.
  • આ પ્રમાણપત્ર તમે ડાઉનલોડ કરી સોશીયલ મીડીયામા DP અને મા STATUS પણ રાખી શકો છો.

અગત્યની લીંક

Meri Maati Mera Desh Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

FaQ’s

 મેરી માટી મેરા દેશ નો મુખ્ય હેતુ શું છે ?

આ અભિયાન દેશના શહીદોને સન્માન આપવા પર આધારિત છે.

મેરી માટી મેરા દેશની મુખ્ય ટેગલાઇન શું છે?

માટીને વંદન, નાયકોને વંદન (માટી કો નમન, વીરોં કા વંદન)

Meri Mati Mera Desh માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://merimaatimeradesh.in

મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન ક્યાં સુધી ચાલશે?

9 ઓગસ્ટ, 2023 થી 30 ઓગસ્ટ, 2023

7 thoughts on “Meri Mati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પ્રતિજ્ઞા લઇ તમારુ અને તમારા બાળકોનુ નામવાળુ સર્ટી મેળવો.”

Leave a Comment

error: Content is protected !!