Mahashivratri 2024: મહાશિવરાત્રી 2024 શુભ મુહૂર્ત, શિવજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

Mahashivratri 2024: મહાશિવરાત્રી 2024 : મહાશિવરાત્રી થોડા દિવસો મા આવી રહિ છે. મહાશિવરાત્રી ને ભોળાનાથ ના આશીર્વાદ મેળવવા માટે ખાસ માનવામા આવે છે. આ દિવસે ભક્તો શિવમય બની જાય છે. શિવાલયો મા ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ચાલો જાણીએ Mahashivratri 2024 કયારે છે ? શિવરાત્રીના શુભ મુહૂર્ત અને શિવરાત્રી ના લાઇવ દર્શન કઇ રીતે કરશો ?

Mahashivratri 2024

આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવનાર છે. આ દિવસ ભગવાન શિવ ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે ખાસ માનવામાં આવે છે. આપણી પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તો બીજી એક માન્યતા અનુસાર આ દિવસે બ્રહ્મા થી રુદ્ર ના રૂપે અવતાર થયો હતો તેથી આ દિવસે મહાશિવરાત્રી ઉજવવામા આવે છે.

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો તહેવાર માનવામાં આવે છે. મહાશિવરાત્રી આ વર્ષે 8 માર્ચ શુક્રવારના દિવસે છે. મહાશિવરાત્રીના પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે. હિંદૂ પંચાગ અનુસાર ફાગળ માસના કૃષ્ણ પક્ષની ચોદશે મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામા આવે છે. આપણે ત્યા એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગોનું પણ પ્રાગટ્ય થયું હતું. આ દિવસે ભગવાન શિવના 12 જયોતિરલિંગોના દર્શન કરવાનુ ખાસ આધ્યાત્મિક મહત્વ રહેલુ છે.

આ પણ વાંચો: IPL Schedule 2024: IPL નુ શીડયુલ થયુ જાહેર, 22 તારીખ થી શરૂ થશે IPL 2024

મહાશિવરાત્રિ 2024 શુભમુહૂર્ત

આ વખતે મહાશિવરાત્રીની શરૂઆત 8 માર્ચે રાત્રે 9.57 પર થનાર છે અને સમાપન બીજા દિવસે સાંજે 6.17 વાગ્યે થશે. તિથિ અનુસાર મહાશિવરાત્રિ 8 માર્ચે જ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં જ કરવામાં આવશે.

  • નિશિતા કાળ : 8 માર્ચ રાત્રે 12.05થી લઈને 9 માર્ચ રાત્રે 12.56 સુધી રહેશે.
  • પહેલું શુભ મુહૂર્ત : 8 માર્ચ સાંજે 6.25 મિનિટથી શરૂ થશે અને સમાપન રાત્રે 9.28 મિનિટ પર થશે.
  • બીજુ શુભ મુહૂર્ત : 8 માર્ચ રાત્રે 9.28 મિનિટથી શરૂ થઈને સમાપન 9 માર્ચ રાત્રે 12.31 મિનિટ પર
  • ત્રીજુ શુભ મુહૂર્ત : માર્ચે રાત્રે 12.31 મિનિટથી શરૂ થશે અને સમાપન સવારે 3.34 મિનિટ સુધી રહેશે.
  • ચોથુ શુભ મુહૂર્ત : સવારે 3.34 મિનિટથી લઈને સવારે 6.37 મિનિટ સુધી રહેશે.

શિવજી ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથ ને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા લોકો ખાસ ઉપાય કરતા હોય છે.

  • વૈવાહિક જીવનમાં સમસ્યા: જે લોકોને વૈવાહિક જીવનમા સમસ્યા હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ વાળી તસ્વીરને પૂજા કરવાના સ્થાન પર લગાવી અને નિયમિત રીતે તેમની પૂજા કરવાથી ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઇએ.
  • જીવનમા સમૃદ્ધિ મેળવવા માટે: જીવનમાં જે લોકો સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે ગાયને લીલુ ઘાંસ ખવડાવવુ જોઇએ. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થશે.
  • સંતાન સંબંધિ સમસ્યા: જે લોકો ને સંતાન સંબંધિત સમસ્યાયો હોય તેમણે ભગવાન શિવ ના આશીર્વાદ મેળવવા મહાશિવરાત્રીના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવીને 11 વખત તેનો જળાભિષેક કરવો જોઇએ.
  • આર્થિક સમસ્યા માટે: જીવનમા આર્થીક સમસ્યાઓ દૂર કરવા માટે રોજ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ ચડાવવુ જોઇએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Mahashivratri 2024
Mahashivratri 2024

Leave a Comment

error: Content is protected !!