Festival List: Diwali date 2023: હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. નવરાત્રી હાલ પુરી થઇ છે. અને હવે થોડા દિવસોમા દિવાળી ના તહેવારો ચાલુ થશે. દિવાળી એ વર્ષ નો મુખ્ય તહેવાર છે. આપણા દેશમા દિવાળી ના તહેવારો ની ધામધઊમ થી ઉજવણી કરવામા આવે છે. દિવાળી પહેલા અને પછી ઘણા હિન્દુ તહેવારો આવે છે. આ તમામ તહેવારો તીથી મુજબ આવતા હોવાથી કયો તહેવાર કઇ તારીખે આવે છે તે જાણવુ જરૂરી બની જાય છે.
Festival List
અંગ્રેજી કેલેન્ડરનો નવેમ્બર મહિનો શરુ થવાનો છે. નવેમ્બરનો આ મહિનો વ્રત અને તહેવારો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામા આવે છે. કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગુજરાતી નવું વર્ષ બેસતુ વર્ષ, છઠ પૂજા સહીત ઘણા પ્રમુખ તહેવાર નવેમ્બર મહિનામા આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત કારતક કૃષ્ણ પક્ષ(હિન્દી માસ)ની ચતુર્થીની તિથિથી શરુ થાય છે.
નવેમ્બર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.
- ધન તેરસ, ધન્વંતરિ જયંતિ : દિવાળી ના તહેવારોની શરૂઆત ધન તેરસ થી થાય છે. ધન તેરસ આ વર્ષે 10 નવેમ્બરે છે. આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવામા આવે છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ ધન તેરસ ના દિવસે પૂજા કરવામાં આવે છે.
- કાળી ચૌદશ : નરક ચતુર્દશી યમને સમર્પિત છે. આ દિવસને છોટી દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસ કાળી ચૌદસ તરીકે ઉજવાય છે.
- દિવાળી: દિવાળી એટલે કે દીપોત્સવનો તહેવાર સૌથી મહત્વનો ગણવામા આવે છે. દિવાળી આ વર્ષે 12 નવેમ્બરે છે. આપણી પૌરાણીક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં દીપોત્સવનો આ તહેવાર ધામધૂમ થી ઉજવવામાં આવે છે.
- સોમવતી અમાસ: આ વર્ષે દિવાળી અને બેસતુ વર્ષ ની વચ્ચે 1 દિવસ નો ગાળો રહેશે. આ દિવસે સોમવતી અમાસ હોવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના સારા નસીબ અને લાંબા આયુષ્યની કામના માટે આ દિવસે વ્રત રાખે છે.
- બેસતુ વર્ષ, નુતન વર્ષ: ગુજરાતી કેલેન્ડર અનુસાર કારતક સુદ એકમથી નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે બેસતુ વર્ષ કે નુતન વર્ષ તારીખ 14 નવેમ્બરે છે. તેથી આ દિવસે ગુજરાતી લોકો નવા વર્ષ ની ઉજવણી કરે છે. આ દિવસે ઉત્તર ગુજરાતમાં ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડીને ઈન્દ્રનું અભિમાન તોડ્યું હતું.
- ભાઇબીજ: ભાઇબીજ નો તહેવાર બેસતુ વર્ષ ના બીજે દિવસે ઉજવવામા આવે છે. ભાઇબીજ તારીખ 15 નવેમ્બરે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્યની કામના સાથે ભાઈ બીજના તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે બહેનો તળાવ અને શેરીઓમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
Diwali date 2023 શું છે ?
12 નવેમ્બર 2023