નવરાત્રી 2023: આસો મહિનાના પહેલા પખવાડીયા એટલે કે આસો સુદ એકમથી આસો સુદ નોમ એમ કુલ 9 દિવસ સુધી શારદિય નવરાત્રી ઉજવવામા આવે છે. આ નવરાત્રી મા 9 દિવસ સુધી દેવી દુર્ગા ના અલગ અલગ 9 રુપોની પુજા કરવાની પરંપરા છે. ચાલો જાણીએ શારદિય નવરાત્રી ઉજવવા પાછળ શું ઇતિહાસ છે અને શું પરંપરા છે.
નવરાત્રી 2023 કેલેન્ડર
આ વર્ષે નવરાત્રી મા નીચે મુજબની તારીખો એ 9 નોરતા છે.
- 15 ઓક્ટોબર- પહેલુ નોરતુ- ઘટસ્થાપના, માં શૈલપુત્રીની પૂજા
- 16 ઓક્ટોબર- બીજુ નોરતુ- માં બ્રહ્મચારિણીની પૂજા
- 17 ઓક્ટોબર- ત્રીજુ નોરતુ- માં ચંદ્રઘંટાની પૂજા
- 18 ઓક્ટોબર- ચોથુ નોરતુ– માં કુષ્માન્ડાની પૂજા
- 19 ઓક્ટોબર- પાંચમુ નોરતુ– માં સ્કંદમાતાની પૂજા
- 20 ઓક્ટોબર – છઠ્ઠુ નોરતુ– માં કાત્યાયનીની પૂજા
- 21 ઓક્ટોબર- સાતમુ નોરતુ–માં કાલરાત્રિની પૂજા
- 22 ઓક્ટોબર – આઠમુ નોરતુ–દુર્ગાષ્ટમી, માં મહાગૌરીની પૂજા, કન્યા પૂજન
- 23 ઓક્ટોબર- નવમુ નોરતુ–મહાનવમી, માં સિદ્ધિદાત્રીની પૂજા, નવરાત્રી હવન
આ પણ વાંચો: Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF, MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે
આમ તો નવરાત્રી મુખ્યત્વે વર્ષમાં ચાર વખત આવે છે જેમાં બે મોટી નવરાત્રિ છે જેને સારી રીતે ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી અશ્વિન માસમાં. પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રિ દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને દશમી તિથિના રોજ દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન સાથે તેની સમાપ્તિ થાય છે. આ વખતે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થનાર છે.
નવરાત્રી ઇતિહાસ
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર જોઇએ તો, શક્તિની દેવી માતા દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો અને સારા કાર્યો કરનારા પ્રણેતાઓની રક્ષા કરી હતી. જ્યારે માતા દુર્ગાએ મહિષાસુર પર હુમલો કર્યો અને તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યુ હતુ અને દસમા દિવસે વિજય મેળવ્યો હતો અને તેનો વધ કર્યો. તે સમય અશ્વિન માસનો હતો. તેથી, અશ્વિન મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે ઉજવવામા આવે છે. કેલેન્ડર મુજબ, પાનખર પણ અશ્વિન મહિનામાં શરૂ થાય છે, તેથી તેને આપણે ત્યા શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10 મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવણી કરવામા આવે છે.
નવરાત્રી ઉજવવા પાછળ ઘણી જુની પ્રચલિત કથાઓ છે. એક વાર્તા અનુસાર, માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને પછી નવમીની રાત્રે મહિષાસુર નો વધ કર્યો હતો. ત્યારથી દેવી માતા ‘મહિષાસુરમર્દિની’ તરીકે ઓળખવામા આવે છે. ત્યારથી, માતા દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રિ વ્રતનું પાલન કરતી વખતે, તેમના 9 રુપોની પૂજા કરવામાં આવે છે.
બીજી કથા અનુસાર, એવી પણ મનયતા છે કે ભગવાન શ્રી રામે દુષ્ટ રાવણનો વધ કરીને સારા લોકોને વિનાશથી બચાવ્યા હતા. આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે નારદે શ્રી રામને નવરાત્રી વ્રતની વિધિ કરવા વિનંતી કરી હતી. પછી વ્રત પૂર્ણ કર્યા પછી ભગવાન શ્રી રામે લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો. ત્યારથી કાર્ય સિદ્ધિ માટે નવરાત્રી વ્રત રાખવામાં આવે છે.
ગરબાની શરૂઆતમાં કાચી માટીના વાસણને ફૂલોથી શણગારવામાં આવે છે. આ ઘડામાં ઘણા નાના કાણાં હોય છે. તેની અંદર એક દીવો પ્રગટાવવામાં આવે છે અને માતા શક્તિનું આહવાન કરવામાં આવે છે. આ દીવાને ગર્ભદીપ કહેવામા આવે છે.
ગરબા નો ઇતિહાસ જોઇએ તો આઝાદી પહેલા ગરબા માત્ર ગુજરાતમાં જ ગાવામા અને રમવામા આવતા હતા. ગરબા એ ગુજરાતનું પરંપરા થી ચાલ્યુ આવતુ લોકનૃત્ય છે. ધીરે ધીરે તેનો ટ્રેન્ડ વધતો ગયો અને ત્યાર બાદ રાજસ્થાનમાં અને પછી દેશના અન્ય રાજ્યો અને હવે તો વિદેશમાં વસતા ભારતીયો પણ નવરાત્રી દરમિયાન ગરબાનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “નવરાત્રી 2023: શા માટે ઉજવાય છે શારદિય નવરાત્રી, શું છે ઇતિહાસ”