Gadar 2 Review: ગદર 2 રીવ્યુ, ગદર 2 જોવા જવાય કે નહી ?, શું છે ગદર 2 ની ખાસ બાબતો

Gadar 2 Review: ગદર 2 રીવ્યુ: સની દેઓલ અને અમીષા પટેલ ની 2001 મા આવેલી સુપર ડુપર હિટ ફિલ્મ ગદર નો બીજો પાર્ટ એટલે કે ગદર 2 11 ઓગષ્ટે સિનેમાઘરોમા રીલીઝ થઇ છે. ફિલ્મ ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા. 11 ઓગષ્ટે ફિલ્મ રીલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમા ટીકીટ મેળવવા લાંબી લાઇનો જોવા મળે છે. અને તમામ શો હાલ તો હાઉસફુલ જોવા મળી રહ્યા છે. ત્યારે ગદર 2 ફિલ્મ ના રીવ્યુ જોઇએ. અને જોઇએ કે આ ફિલ્મમા શું ખાસ છે ?

Gadar 2 Review

ગદર 2 ના ચાહકો સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ની આતુરતાથી ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ એ જ ફિલ્મ છે જેણે સની દેઓલને ચાહકોનો પ્રિય અભિનેતા બનાવ્યો હતો અને તેને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’નો નારો આપ્યો હતો. આ એજ ફિલ્મ છે જે રીલીઝ થયાના 22 વર્ષ પછી પણ લોકો એના ગીત હજી ગણગણતા જોવા મળે છે. હવે 22 વર્ષની લાંબી રાહ બાદ તારા સિંહ અને સકીના ફરી એકવાર મોટા પડદા પર આવી રહ્યા છે.

 • સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં 11 ઓગષ્ટે રિલીઝ કરવામા આવી છે.
 • આ ફિલ્મ એક્શન, રોમાન્સ, ડ્રામા અને ઈમોશનથી ભરપૂર બનાવવામા આવી છે.
 • ફિલ્મમાં એક્શન અને સંવાદો તમને ઉત્સાહથી ભરી દેશે અને સિનેમાઘરમા અનોખુ ઉત્સાહનુ વાતાવરણ

‘ગદર 2’ ની કહાની ખૂબ જ અનોખી રીતે શરૂ થાય છે. શરૂઆતમાં વાર્તાકાર નાના પાટેકર તમને તારા સિંહ અને સકીનાની વાર્તા કહે છે ત્યાથી ફિલ્મની શરૂઆત થાય છે. તારા અને સકીના કેવી રીતે મળ્યા, તે સકીનાના પ્રેમમાં કઇ રીતે પડ્યો અને પછી કેવી રીતે અશરફ અલી તેની પુત્રીને પાકિસ્તાન પરત લઈ ગયો તેની પ્રથમ ભાગની સ્ટોરી કહેવામા આવે છે. તમે ફરી એકવાર નાના ચરણજીત ઉર્ફે જીતને તેની માતાની યાદમાં રડતો જોઇ શકો છો. ‘ગદર’ના અંતે તારાસિંહ અશરફ અલી અને તેની આખી ફૌજ સામે લડીને તેની સકીના અને જીતને પાકિસ્તાનથી ભારત પરત લાવ્યો હતો. આની આગળની વાર્તા એવી છે કે તારા સિંહ એક ટ્રક ડ્રાઈવર છે. તે હજુ પણ સકીનાને પ્રેમ કરે છે અને તેના માટે ગીતો ગાઇ રહ્યો છે. તારાનું કામ ભારતીય સેનાના પંજાબ બેઝની આસપાસ છે, જ્યાં કર્નલ દેવેન્દ્ર રાવત (ગૌરવ ચોપરા) કામ કરી રહ્યા છે. તારાનો દીકરો ચરણજીત ઉર્ફે જીતે મોટો તહઇ ગયો છે અને કોલેજ મા અભ્યાસ કરી રહ્યો છે. તારા ઈચ્છે છે કે તે ભણીને મોટો માણસ બને. પરંતુ જીતેને ધર્મેન્દ્ર અને રાજ કપૂર જેવા અભિનેતા બનવા માટે મુંબઈ જાય છે.

यह भी पढे:  Pushpa 2 Release date: 500 કરોડમાં બનેલી અલ્લુ અર્જુનની પુષ્પા 2, રીલીઝ તારીખ થઈ જાહેર; આ તારીખે આવશે થિયેટરોમાં.

શું તારાસિંહ તેના પુત્રને પરત લાવી શકસે ?

બીજી તરફ પાકિસ્તાનમાં જનરલ હામિદ ઈકબાલ ને તારા સિંહ સાથે દુશ્મની ચાલી રહિ છે. જ્યારે તારા સિંહ સકીનાને અશરફ અલી પાસેથી મુક્ત કરાવ્યો ત્યારે તેણે એકલા હાથે હમીદના 40 સૈનિકોને મારી નાખ્યા હતા. ત્યારથી તેને હિંદુઓ અને ભારતીયો પ્રત્યે નફરત હતી. હવે તેના જીવનનો ઉદ્દેશ્ય તારા સિંહને શોધીને તેને ખતમ કરી નાખવાનો છે. આ દરમિયાન તે તેની સામે આવનાર દરેક હિન્દુ અને ભારતીય વ્યક્તિ પર ખૂબ જુલમ કરી રહ્યો છે. આ 1971નો સમય છે જ્યારે ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ થનાર છે. દરમિયાન કોઈ કારણસર તારાનો પુત્ર જીત જીવતો પાકિસ્તાન પહોંચી જાય છે. હવે તારાને જીતને બચાવવા અને પરત લાવવા માટે ફરી એકવાર પાકિસ્તાન જવું પડશે જેમ તે સકીના ને લેવા માટે પાકિસ્તાન ગયો હતો, જ્યાં હામિદ ઈકબાલ તારાસિંહની રાહ જોઇ રહ્યો છે અને તેની યોજનાઓ પૂર્ણ કરવા માટે તેના રસ્તામાં ઉભો છે. શું તારા તેના પુત્રને બચાવી શકશે અને તેને ભારત પરત લાવી શકશે? આ ફિલ્મમાં ખાસ આ જોવા જેવી વાત છે.

એકશન અને ડાયલોગથી ભરપૂર ફિલ્મ

ફિલ્મના પ્રથમ હાફના સ્ટોરી ચાલુ થતી હોઇ તમને બહુ મજા નહિ આવે. સેકન્ડ હાફ જોઈને લાગે છે કે ‘હા, ખરેખર ગદર જોવા આવ્યા છીએ’. તારા સિંહ અને જીતે જે રીતે પાકિસ્તાની સૈન્ય અને હમીદ ઈકબાલથી પોતાનો બચાવ કર્યો અને તેમનો મુકાબલો કર્યો તે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આ ફિલ્મમા એકશન અને ડાયલોગબાઝીથી ભરપૂર ફિલ્મ છે. ફિલ્મનો સેકન્ડ હાફ એક્શન અને ડાયલોગથી ભરપૂર છે. તારા સિંહે પાછલી ફિલ્મમાં હેન્ડપંપને જડમૂળથી ઉખેડી નાખ્યો હતો, પરંતુ આ ફિલ્મમાં તે તેનાથી પણ એક લેવલ આગલા સ્તર પર પહોંચી ગયો છે. એક કરતાં વધુ પાવરફુલ સીન સેકન્ડ હાફમાં તમને જોવા મળશે. ઉત્કર્ષ શર્માએ સની દેઓલને આ ફિલ્મમા ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો છે. બંનેની કેમેસ્ટ્રી એક્શન સિક્વન્સમાં શાનદાર જોવા મળે છે. તમે એમ કહી જ ન શકો કે વાસ્તવિક જીવનમાં બંને પિતા-પુત્ર નથી. ઉત્કર્ષનો રફ એન્ડ ટફ લુક પણ એકદમ કિલર લાગી રહ્યો છે. સેકન્ડ હાફમાં તારા સિંહે ફિલ્મ અને લોકો બંનેમાં પ્રાણ ફૂંક્યા છે.

यह भी पढे:  Maths Puzzle: ગણિતના આ કોયડાએ થકાવી દિધા લોકોને, જવાબ આપીને તમે પણ બની શકો જીનીયસ

Gadar 2 Starrer

 • સન્ની દેઓલ તારા સિંહની ભુમિકામા
 • અમીષા પટેલ સકીના ના રોલમા (તારા સિંહની પત્નિ)
 • ઉત્કર્ષ શર્મા ચરણજીત “જીતે” ના રોલમા (તારાસિંહનો પુત્ર)
 • મનિષ મઢ્વા મેજર જનરલ હામિદ ના રોલમા
 • ગૌરવ ચોપરા લેફટનન્ટ દેવેંદ્ર રાવત ના રોલમા
 • લુવ સિંહા ફરિદ ના રોલમા
 • સિમરત કૌર મુસ્કાન ના રોલમા
 • રોહિત ચૌધરી મેજર મલીક ના રોલમા
 • મધુમતી કપુર તયી ના રોલમા
 • રાકેશ બેદી કિમ્તીલાલ ના રોલમા

અગત્યની લીંક

ગદર 2 ટ્રેલરઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Gadar 2 Review
Gadar 2 Review

Leave a Comment

error: Content is protected !!