MI New Captain: Mumbai Indians Captain Name: ક્રિકેટનો મહાકુંભ IPL 2024 શરૂ થવાને આડે હવે 3 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. તે પહેલા દરેક ફ્રેન્ચાઇઝી પોતાની ટીમ સેટ કરવામા વ્યસ્ત છે. IPL 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઇમા યોજાનાર છે. તે પહેલા મુંબઇ ઇન્ડીયન્સ તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઇ ઇન્ડીયન્સે તેના સફળ કેપ્ટન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે.
MI New Captain
- મુંબઇ ઇન્ડીયન્સ નો નવો કેપ્ટન બનાવાયો હાર્દિક પાંડયાને
- રોહિત શર્મા પાસેથી છીનવવામા આવી કેપ્ટનશીપ
- રોહિત શર્મા 10 વર્ષ થી હતા મુંબઇ ના કેપ્ટન
- રોહિત શર્મા 5 વખત જીતાડી ચૂકયા છે IPL ટ્રોફી
IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડીયન્સ તરફથી એક મોટી જાહેરાત કરવામા આવી છે. ભારતના સ્ટાર બેટસમેન અને મુંબઇ ઇન્ડીયન્સ ના કેપ્ટન રોહિત શર્મા ને કેપ્ટન પદેથી હટાવી તેની જગ્યાએ હાર્દિક પાંડયાને કેપ્ટન બનાવવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કી ગુજરાત ટાઇટન્સ પાસેથી મુંબઇ એ ટ્રેડ કરી હાર્દિક ને ખરીદ્યો હતો.
આઈપીએલ ફ્રેંચાઈઝી મુંબઈ ઈન્ડિયંસે હાર્દિક પંડ્યાને આગામી સીઝન 2024 માટે ટીમ ના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી મુંબઇ ઇન્ડીયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા જ સૌથી મોટી ડીલ કરી હતી અને હાર્દિક પંડ્યાને ટીમનુ સુકાન સોંપ્યુ છે. ટીમે આઈપીએલ મિની ઓકશન પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. આઈપીએલ માટે ઓકશન 19 ડિસેમ્બરનાં યોજાનાર છે.
Hardik Pandya announced as captain for the IPL 2024 season.
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
Read more➡️https://t.co/vGbcv9HeYq pic.twitter.com/SvZiIaDnxw
મુંબઇ ના રીટેઇન્ડ ખેલાડીઓનુ લીસ્ટ
મુંબઇ ઇન્ડીયન્સ ના રીટેઇન્ડ ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે. ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
- આકાશ મઢવાલ
- અર્જુન તેંડુલકર
- કેમેરન ગીન
- બ્રેવીસ
- ઇશાન કિશન
- બેહરેંદ્રોફ
- જસપ્રીત બુમરાહ
- કાર્તિકેય સિંઘ
- તિલક વર્મા
- નેહલ વધેરા
- પિયુશ ચાવલા
- રોહિત શર્મા
- શેફર્ડ
- શેમ્સ મુલાની
- સુર્યકુમાર યાદવ
- ટીમ ડેવીડ
- વિષ્ણુ વિનોદ
આ પણ વાંચો: IPL auction: IPL હરાજી માટે ગુજરાત ટાઇટન્સ પાસે છે સૌથી વધુ ફંડ, જાણો કઇ ટીમ પાસે કેટલુ છે ફંડ
અગત્યની લીંક
| iplt20 ઓફીસીયલ વેબસાઇટ | અહિંં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
