વાવાઝોડુ આગાહિ: વરસાદ ની આગાહિ: હવામાન સમાચાર: હવામાન નિષ્ણાંત અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે. જેનાથી ગુજરાતીઓની ચિંતા વધી છે. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે ફરી એકવાર અરબસાગરમાં વાવાઝોડું સર્જાશે. આ વાવાઝોડું બીપરજોય જેવું હોય તેવી શકયતા છે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં લો પ્રેશર સર્જાવાથી હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરે લૉ પ્રેશર સર્જાશે. જે 22-24 ઓક્ટોબરે ચક્રવાત મા પરિવર્તિત થશે. આ વાવાઝોડું બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ તેમ જણાવ્યું હતું.
વાવાઝોડુ આગાહિ
અંબાલાલ પટેલે વધુમાં આગાહિ કરતા જણાવ્યું હતું કે, જો આ વાવાઝોડું જો ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શકયતા છે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જો કે મોટાભાગે હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા વધુ દેખાઇ રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 ઓક્ટોબરે ગુજરાતમાં ફરી પોસ્ટ મોન્સૂન આવવાની શકયતા છે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ના ભાગોમા વરસાદ આવશે. આ આગાહી વચ્ચે શનિવારે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે, ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મેચમાં વરસાદ ક્યાંય વિઘ્ન નહી બને તેવી શકયતાઓ દેખાઇ રહી છે.
નવરાત્રી વરસાદ આગાહિ
ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન ની અમદાવાદમા રમાનારી મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવવાની શકયતાઓ નહિંવત છે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા બીલકુલ નથી. અત્રે જણાવવાનું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની હાઇ વોલ્ટેજ મેચ રમાઇ હતી. આ મેચમા આગાહિ મુજબ જ વરસાદી વિઘ્ન આવ્યુ ન હતુ. અને ભારતે આ મેચ 7 વિકેટે આસાનીથી જીતી લીધી હતી.
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યુ હતુ કે હાલ 2-4 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવુ જણાઇ રહ્યુ છે. 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે.
આગાહિ મુજબ 22 થી 24 ઓકટોબરે આ લો પ્રેશર ચક્રવાતમા ફેરવાશે. અને આ ચક્રવાત ઓમાન તરફ ફંટાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |