ચૂંટણી ઢંઢેરો: 500 રૂ. મા મળશે ગેસ સીલીન્ડર, 15 લાખનો વિમો; કેન્દ્રીય મંત્રી અમિત શાહની જાહેરાત

ચૂંટણી ઢંઢેરો: Chhatishgarh Election: લોકસભાની ચૂંટણી પહેલા સેમી ફાઇનલ સમાન 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. તેમા ભાજપે છતીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. Chhattisgarh BJP Manifesto 2023: છત્તાસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઘોષણા પત્ર જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો, મહિલા, મજૂરોથી લઈને વિદ્યાર્થીઓ માટે પણ આ ચૂંટણી ઢંઢેરા મા ઘણી જાહેરાતો કરી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે ચૂંટણી ઘોષણા પત્ર અમારા માટે સંકલ્પ પત્ર સમાન હોય છે.

ચૂંટણી ઢંઢેરો

ભારતીય જનતા પાર્ટી એ છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઘોષણા પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે આ મેનીફેસ્ટો ને ‘મોદીની ગેરંટી’ નામ આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરના કુશાભાઉ ઠાકરે સંકુલમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ગૃહમંત્રીએ ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે પણ આમા ઘણી જાહેરાતો કરી હતી. ભાજપ ના આ ચૂંટણી ઢંઢેરા ની મુખ્ય વિગતો જોઇએ માં 3100 રૂપિયામાં ડાંગર, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મજૂરોને 10 હજાર રૂપિયા અને પરિણીત મહિલાઓને 12 હજાર રૂપિયા વાર્ષિક આપવાના વચનો આપ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ અમારા માટે આ ઘોષણા પત્ર નહીં પરંતુ એક સંકલ્પ પત્ર હોય છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારી સરકારે 15 વર્ષમાં છત્તીસગઢને બીમાર રાજ્યમાંથી એક સારા રાજ્યમાં પરિવર્તિત કર્યું છે. અને છતીસગઢ ના વિકાસ માટે ઘણા કામો કર્યા છે. હવે ફરી વિધાનસભા ચૂંટણી આવી છે. છત્તીસગઢના લોકો પરિવર્તન લાવવાના છે. અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવા માટે કામ કરીશું. છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ ભાજપે કર્યું છે.

આ પણ વાંચો: રંગોલી ડીઝાઇન 2023: આવી અફલાતૂન રંગોલી તમે કયાય નહિ જોઇ હોય, 2023 ની નવી 500 થી વધુ ડીઝાઇન; બનાવવી એકદમ આસાન

ભાજપના ચૂંટણી ઢંઢેરા ની 10 મુખ્ય બાબતો

  • 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામા આવશે. છત્તીસગઢમાં રામલલા દર્શન યોજના શરૂ કરવામા આવશે.
  • મહતારી વંદન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામા આવી
  • દરેક પરિણીત મહિલાને વાર્ષિક 12 હજાર રૂપિયા સહાય આપવાનું વચન આપવામા આવ્યુ.
  • કૃષિ ઉન્નતિ યોજના શરૂ કરવામા આવશે.
  • એકર દીઠ 21 ક્વિન્ટલ ડાંગરની ખરીદી. 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવાનું વચન ખેડૂતોને આપવામા આવ્યુ.
  • 2 વર્ષમાં સરકારના વિવિધ વિભાગોમા ખાલી રહેલી 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું વચન આપવામા આવ્યુ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18 લાખ નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામા આવી.
  • ચરણ પાદુકા યોજના ફરી લૉન્ચ કરવાની જાહેરાત કરવામા આવી.
  • આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીની સારવાર સીએમ રિલીફ ફંડમાંથી આપવાનો પણ આ મેનીફેસ્ટો મા સમાવેશ કરવામા આવ્યો.
  • કોલેજ જતા વિદ્યાર્થીઓને માસિક ટ્રાવેલ એલાઉન્સ આપવાનનો પણ આ મેનીફેસ્ટો મા સમાવેશ કરવામા આવ્યો.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ચૂંટણી ઢંઢેરો
ચૂંટણી ઢંઢેરો

Leave a Comment

error: Content is protected !!