જુલાઇના અંતમા ધોધમાર: અંબાલાલ ની વરસાદ ની આગાહિ; હાલ રાજયમા મેઘરાજા ત્રીજા રાઉન્ડ મા ધૂમ મચાવી રહ્યા છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી દેખાય છે. જુનાગઢમા શનીવારે જળબંબાકાર વરસાદ પડયો હતો માત્ર 3 કલાકમા જ 16-17 ઇંચ વરસાદ ખાબકયો હતો. ત્યારે હજુ જુલાઇ ના અંતમા ભારે વરસાદ પડવાની અંબાલાલે આગાહિ કરી છે.
જુલાઇના અંતમા ધોધમાર
રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી વરસાદ વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઇમા હજુ વરસાદ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જોકે, વરસાદનો હજી એક રાઉન્ડ આવશે અને 15 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમા ભારેથી અતિભાર વરસાદ થવાની આગાહિ છે.
અંબાલાલ પટેલે આગાહિ કરતા વધુમાં જણાવ્યુ કે, સૌરાષ્ટ્રનના અલગ-અલગ ભાગમાં ભારે નુકશાની થઇ શકે છે. આ સાથે પ્રાણીઓને પણ હાનિ થાય તેવો વરસાદ પડી શકે છે. કચ્છમાં ફરીથી વરસાદ થશે અને આ સાથે પવનનું જોર પણ વધશે. જેથી બાગાયતી પાકો મા જે કલમો નવી છે તે પડી ન જાય તે અંગે સાવધાની રાખવાની રહેશે.
અંબાલાલ ની વરસાદ ની આગાહિ
જુલાઇના અંતમા કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે , 26મી જુલાઇના રોજ અન્ય એક નવા ટ્રફનું ડિપડિપ્રેશન સર્જાવાની શક્યતા રહેશે. આ સાથે ઓગસ્ટમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેના લીધે ઓગસ્ટમાં બેક ટુ બેક ડિપ ડિપ્રેશન આવશે અને બંગાળની ખાડીમાં ભારે પવન અને વાવાઝોડું સર્જાય્ત એવી શકયતાઓ જણાઇ રહિ છે. તારીખ 27, 28, 29માં ફરીથી પશ્ચિમ ઘાટમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના મુંબઇમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડશે.
આજની વરસાદની આગાહિ
આજે હવામાન વિભાગ તરફથી જિલ્લાવાઇઝ નીચે મુજબ આગાહિ આપવામા આવી છે.
રેડ એલર્ટ
હવામાન વિભાગ તરફથી નીચેના જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ સાથે રેડ એલર્ટ આપવામા આવ્યુ છે.
- વલસાડ
- દાદરા નગર હવેલી
- દમન
- રાજકોટ
- ભાવનગર
- દેવભુમિ દ્વારકા
ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વાર અમુક જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. એવા જિલ્લાઓ કે જ્યા છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ છે.
- આણંદ
- વડોદરા
- ભરુચ
- સુરત
- નવસારી
- જામનગર
- પોરબંંદર
- જુનાગઢ
- અમરેલી
- ગીર સોમનાથ
- કચ્છ
યલ્લો એલર્ટ
હવામાન વિભાગ તરફથી જે જિલ્લાઓમા છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેવા જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે.
- બોટાદ
- તાપી
- ડાંગ
- નર્મદા
- છોટા ઉદેપુર
- મહિસાગર
- અમદાવાદ
- ખેડા
- અરવલ્લી
- સાબરકાંઠા
- મહેસાણા
- બનાસકાંઠા
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
