E-Scoote sahay 2023: દિવ્યાંગો માટે ઈ-સ્કૂટર ખરીદવાની યોજના: ઈલેકટ્રીક સ્કૂટર યોજના: સરકાર તરફથી દિવ્યાંગો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમ કે ઈ-સ્કૂટર યોજના, એસ.ટી.બસ મા મફત મુસાફરી વગેરે.. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે 2023-24 માટે ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવા પર સહાય આપવામા આવે છે. આ યોજનાના ફોર્મ ક્યારે ભરાશે, કયા ડોકયુમેન્ટ જોઇએ ? ક્યા ફોર્મ આપવુ વગેરે માહિતી આજની આ પોસ્ટમા જોઇએ.
E-Scoote sahay 2023 પાત્રતા ધોરણો
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતા ધોરણો નક્કી કરવામા આવેલા છે.
- આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર હોવી જોઇએ.
- લાભાર્થી ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા(ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા) ધરાવતા હોવા જોઇએ.
- બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનારને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતાનું માન્ય દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઇએ.
આ પણ વાંચો: PM SVANIDHI યોજના મળશે રૂ.50000 સુધીની લોન
E-Scoote sahay 2023 ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.
- માન્ય દિવ્યાંગ ઓળખકાર્ડ
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની નકલ
- સિવિલ સર્જનનો દિવ્યાંગતા ટકાવારી દર્શાવતો દાખલો
- આધારકાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
દિવ્યાંગો માટે ઈ-સ્કૂટર ખરીદવાની યોજના
- આ યોજના હેઠળ દર નાણાકીય વર્ષે રાજ્ય કક્ષાએથી જાહેરાત પ્રસિધ્ધ કરી દિવ્યાંગ અરજદારોની અરજીઓ જિલ્લા કક્ષાએ મંગાવવામા આવશે.
- જિલ્લા કક્ષાએ જે અરજીઓ મળેલ હોય તે મંજૂર નામંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે અને મંજૂર કરેલ લાભાર્થીને સહાયની ચૂકવણી જે તે જિલ્લાની ગ્રાન્ટની ઉપલબ્ધતા પ્રમાણે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કરી આપશે.
- મંજૂરી મળ્યે આદેશ તારીખથી લાભાર્થીએ ૩૦ દિવસની મુદ્દતમાં ઇ-સ્કુટરની ખરીદી કરવાની રહેશે. પરંતુ, અરજદારના આર્થિક સંજોગો તપાસતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને યોગ્ય જણાશે તો આવી મુદ્દત વધુમાં વધુ ૬૦ દિવસ સુધી લંબાવી શકશે.
- મંજૂર કરેલ લાભાર્થીએ ઇ-સ્કુટરની ખરીદી જેડા માન્ય એજન્સી અથવા જેડા માન્ય એજન્સીના ઓથોરાઇઝડ ડિલર પાસેથી લાભાર્થીએ પોતાના ફંડમાંથી કરવાની રહેશે અને ખરીદી અંગેનું ઓરીજનલ બીલ અને ઈ-સ્કૂટર સ્વીકારતો ફોટો, રજૂ કરવાના રહેશે. ત્યારબાદ મળવાપાત્ર સહાય રૂ. 25000/- લાભાર્થીને ડી.બી.ટી.થી જિલ્લા કક્ષાએથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામા આવશે.
- આ યોજના હેઠળ જે જિલ્લા માટે નક્કી કરેલ લક્ષ્યાંકો કરતાં વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્સામાં ઇનવર્ડ રજીસ્ટરમાં નોંધાયેલ અરજીના ક્રમ મુજબ લાભાર્થીને લાભ આપવામા આવશે.
- આવનારા નાણાંકીય વર્ષમાં (૨૦૨૩-૨૪) તા.૦૧/૦૪/૨૦૨૩થી આ યોજનાની સંપૂર્ણ અમલવારી ઓનલાઇન પોર્ટલ મારફતે કરવાની રહેશે. એટલે કે આ યોજના માટે તા. 1-4-2023 બાદ તેની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ થશે.
આ યોજનાથી દિવ્યાંગ લોકોને ઈ-સ્કૂટર ખરીદવા માટે સહાય મળે છે. જેના માટે ઓનલાઇન અરજીઓ શરૂ થયે ન્યુઝપેપરમા જાહેરાત આપી લોકોને જાણ કરવામા આવે છે.
આ પણ વાંચો: નમો ઈ-ટેબ્લેટ યોજના મળશે રૂ.8000 નુ ટેબ્લેટ રૂ.1000 મા
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ઈ-સ્કૂટર સહાય ઓફીસીયલ ઠરાવ pdf | અહિં ક્લીક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
આ યોજનાનો લાભ દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
દિવ્યાંગો માટે ઈ-સ્કૂટર યોજનામા કેટલી સહાય મળે છે ?
રૂ.25000 સુધી