રથયાત્રા 2023: અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા લાઇવ દર્શન કરો

રથયાત્રા 2023: અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળનાર છે. જેના કારણે આખા શહેરમા ભક્તોમા ઉત્સાહનો માહોલ છે અને આ રથયાત્રાને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ભગવાન જગન્નાથની મંગલ આરતી કરશે. સવારે સાત વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે પહિંદ વિધિ કરવામા આવશે. જેમાં ભગવાન જગન્નાથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાનનો રથ ખેંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને પ્રસાદ મોકલ્યો છે.

3D મેપિંગનો ઉપયોગ

આ રથયાત્રામા ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ પણ હશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરીજનો ઉમટી પડશે. ત્યારે શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થનાર છે. જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેનાથી રથયાત્રા ને ઓનલાઈન ટ્રેક કરવામાં આવશે. લાઈવ ફીડ મેળવ્યા પછી રથ ક્યાં છે? સ્થળ પર શું સ્થિતિ છે. કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત તેનું મોનિટરિંગ કરવામા આવશે.

વડાપ્રધાન મોદિજીએ મોકલ્યો પ્રસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર રહેવાના ન હોય. પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ભગવાન જગન્નાથને જે પ્રસાદ ધરાવવામાં આવે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ મોકલવામાં આવે છે. દર વર્ષે વડાપ્રધાન જગન્નાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદિ દ્વારા પ્રસાદ મોકલવામા આવે છે. આ વર્ષે પ્રસાદ સ્વરૂપે ડ્રાયફ્રુટ્સ, કેરી, મગ, કાકડી વગેરે પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યા છે.

આવતીકાલે શહેરમાં 146મી રથયાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે આ રથયાત્રા ને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેરના ઘણાં રસ્તાઓનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સામેલ થયા હતા. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સાથોસાથ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ પણ સંધ્યા આરતી અને પૂજામાં હાજર રહ્યા હતા.

રથયાત્રા લાઇવ જુઓ અહિંથીઅહિંં ક્લીક કરો
રથયાત્રા 2023
રથયાત્રા 2023

Leave a Comment

error: Content is protected !!