GPSC JOB: GPSC મા નાયબ સેકશન અધીકારી Dyso ની 127 જગ્યા પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ

GPSC JOB: GPSC dyso Recruitment: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. જેમા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને GPSC જેવી ભરતી સંસ્થાઓ દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પડતી રહે છે. જેમા GPSC દ્વારા હાલમા એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 15-7-2023 થી તા. 31-7-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકસે. GPSC JOB ની આ ભરતી માટે જરૂરી વિગતો ડીટેઇલ મા જાણીએ.

GPSC JOB

ભરતી સંસ્થાGPSC
કાર્યક્ષેત્રસરકારી ભરતી
જગ્યાનુ નામવિવિધ લીસ્ટ મુજબ
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31-7-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in

આ પણ વાંચો: Post Saving Scheme: પોસ્ટ ની આ બચત યોજનામા ડેઇલી રોકો 133 રુપીયા, મળશે 3 લાખ; વ્યાજદરમા થયો વધારો

GPSC JOB Vacancy

GPSC નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ભરતી આવેલી છે.

જગ્યાનુ નામકુલ જગ્યા
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (સચીવાલય)120
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (GPSC)07
મદદનીશ નિયામક01
જનરલ મેડીસીન08
ટી.બી. એંડ ચેસ્ટ04
ઓર્થોપેડીકસ15
રેડીયોથેરાપી05
ઇમરજન્સી મેડીસીન05
કાર્ડીયોલોજી04
નેફ્રોલોજી05
ન્યુરોલોજી05
યુરોલોજી06
ન્યુરોસર્જરી02
પેડીયાટ્રીક સર્જરી02
પ્લાસ્ટીક એન્ડ રીજંસકટ્રીવ સર્જરી03
મેડીકલ ગેસ્ટોએસ્ટ્રોલોજી01
આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-226
કાયદા અધિકારી02

આ પણ વાંચો: Palak Mata Pita Yojna: પાલક માતા પિતા યોજના મા દર મહિને મળે છે રૂ. 3000 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

GPSC ભરતી અંગે સૂચનાઓ

  • આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
  • ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટી OMR/CBRT (Computer Based Recruitment Test) માધ્યમથી લેવામાં આવશે.
  • શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિતાવાર જાહેરાત પ્રમાણે રહેશે.
  • -ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક: ૪૦, ૪૧ અને ૪૩/૨૦૨૩-૨૪માં પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતનાં અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ૨૦૦ ગુણના ૨૦૦પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫% થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.)
  • ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૩-૨૪ થી ૩૯/૨૦૨૩-૨૪માં પ્રાથમિક કસોટીમાં ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં ૨૦૦ ગુણમાંથી મેળવેલ ગુણનાં ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટ્લે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ ૨૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ ઑવામાં આવશે. સદૈરહુ જાહેરાતોમાં ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં ૨૫% થી ઓછા ગુણ મેળવશે તો તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. જયારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો ૨૦% થી ઓછા ગુણ મેળવશે તો તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
  • જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૦૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-૩ની હોઈ રૂબરૂ મુલાકત યોજ્વાની થતી નથી.
  • -બધી જ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.
  • ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. ANNEXURE-‘A’ (ENGLISH) માન્ય ગણાશે નહીં. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
  • બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૧.૦૮.૨૦૨૩ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે. – ઉમેદવારોને ખાસ સલાહ્ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૧-૦૭-૨૦૨૩ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી ઉમેદવારે જ જવાબદાર રહેશે

GPSC ઓનલાઇન અરજી

  • કોઈ પણ જાહેરાત સંબંધે એક જ અરજી કરવી.
  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓન-લાઈન અરજી કરી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પૂરાવા માન્ય ગણાશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામા આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલ ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
  • તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
  • એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
  • ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.

GPSC સીલેકશન પ્રોસેસ

GPSC ભરતી માટે સામનય રીતે સીલેકશન પ્રોસેસ નીચે મુજબ હોય છે. કોઇ પણ ભરતી ની સીલેકશન પ્રોસેસ, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત વગેરે ડીટેઇલ માહિતી માટે તે ભરતીનુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચવુ.

  • પ્રિલીમ પરીક્ષા: સૌ પ્રથમ ભરતી માટે પ્રીલીમ પરીક્ષા લેવામા આવે છે. પ્રીલીમ પરીક્ષા OMR બેઝડ હોય છે.
  • લેખિત પરીક્ષા: પ્રીલીમ પરીક્ષામા કવોલીફાઇ થયલા ઉમેદવારોને મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા માટે બોલાવવામા આવે છે.
  • ડોકયુમેન્ટ ચકાસણી.: ત્યારબાદ પ્રોવીઝંલ સીલેકટ થયેલા ઉમેદવારોનુ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી નિમણૂંક આપવામા આવે છે.

અગત્યની લીંક

GPSC ભરતી ઓફીસીયલ જાહેરાતઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
GPSC JOB
GPSC JOB

GPSC મા નાયબ સેકશન ઓફીસર ની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

127 જગ્યાઓ

GPSC JOB માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://gpsc.gujarat.gov.in

GPSC ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે?

તા. 15-7-2023 થી તા. 31-7-2023

error: Content is protected !!