Politician Salary: વડાપ્રધાન થી લઇ ધારાસભ્ય સુધી આટલો હોય છે પગાર, કોને કેટલો મળે છે પગાર

Politician Salary: ભારતમા સંસદીય લોકશાહી પ્રણાલી છે. જેમા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધીઓ દેશનુ શાસન ચલાવે છે. લોકો દેશનુ અને પોતાના વિસ્તારનુ તંત્ર વ્યવસ્થિત ચલાવવા માટે 5 વર્ષ માટે પોતાના પ્રતિનિધીઓ ચૂંટે છે. આ પ્રતિનિધીઓને 5 વર્ષ સુધી તેમને બજાવેલી સેવાઓ બદલ પગાર આપવામા આવે છે. ભારતમા રાષ્ટ્રપતિ થી માંડી વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજયના રાજયપાલ, ધારાસભ્ય અને સંસદસભ્ય ને પગાર આપવામા આવે છે. આજની આ પોસ્ટમા જોઇએ કોને કેટલો પગાર આપવામા આવે છે.

Politician Salary

ભારતમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન થી માંડી ધારાસભ્ય સુધી દરેક ચૂંંટાયેલા પ્રતિનિધીઓનો ચોક્કસ પગાર નક્કી થયેલો હોય છે.

વડાપ્રધાનનો પગાર

Prime minister Salary in India: ભારતના વડાપ્રધાન નો મૂળ પગાર 1 લાખ 60 હજાર રૂપિયા છે. આ સાથે વડા પ્રધાનને વિવિધ પ્રકારના સરકારી ભથ્થા અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Elevator Tips: લિફટમા ફસાઇ જાઓ તો શુંં કરવુ, લિફટમા કેટલા બટન હોય અને તેનો ઉપયોગ શું હોય ? દરેક માટે જાણવા જેવી માહિતી

રાષ્ટ્રપતિનો પગાર

PRESIDENT Salary in India; ભારતના રાષ્ટ્રપતિ નો પગાર સૌથી વધુ હોય છે. ભારતના રાષ્ટ્રપતિને દર મહિને 5 લાખ રૂપિયાનો પગાર આપવામા આવે છે. આ પદ પરથી નિવૃત્ત થયા બાદ પણ દરેક રાષ્ટ્રપતિને પગાર તરીકે 1.5 લાખ રૂપિયા મળે છે.

ઉપરાષ્ટ્રપતિનો પગાર

VICE PRESIDENT Salary In India: ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કરતા એક લાખ રૂપિયા ઓછા પગાર તરેકે મળે છે. દેશના ઉપરાષ્ટ્રપતિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. પગાર ઉપરાંત તેમને અન્ય પ્રકારના ભથ્થા અને સુવિધાઓ પણ આપવામાં આવતા હોય છે.

રાજયપાલનો પગાર

GOVERNOR Salary In India: ભારતના દરેક રાજયના રાજ્યપાલને દર મહિને 3.5 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. રાજ્યપાલને એક મહિનાના પગાર તરીકે 1 લાખ 10 હજાર રૂપિયા મળે છે અને તમામ પ્રકારના ભથ્થાને ઉમેર્યા પછી તેમને 3.5 લાખ રૂપિયા જેટલો પગાર આપવામાં આવે છે.

મુખ્યમંત્રીનો પગાર

CHIEF MINISTER Salary In India: ભારતમા જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર અલગ અલગ હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દર મહિને 4 લાખ રૂપિયા પગાર આપવામા આવે છે. સૌથી વધુ પગાર કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીનો છે. જેમને 4 લાખ 21 હજાર રૂપિયા પગાર આપવામા આવે છે.

આ પણ વાંચો: તાડપત્રી સહાય યોજના: ખેડૂતો માટે તાડપત્રી સહાય માટે ઓનલાઇન ફોર્મ, તાડપત્રી ખરીદવા મળશે રૂ.1875 ની સહાય

ધારાસભ્યનો પગાર

MLA Salary: દરેક રાજ્ય મા MLA નો પગાર અલગ-અલગ નક્કી થયેલો હોય છે. કલમ 164 મુજબ દરેક રાજ્યમાં ધારાસભ્યનો પગાર તેના રાજ્યની વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશમાં ધારાસભ્યોનો પગાર 1.50 લાખ રૂપિયા આપવામા આવે છે.

શું છે ટેક્સનો નિયમ?

સાંસદ હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ, દરેકને તેને આપવામા આવતા પગાર પર આવકવેરો તો ભરવો જ પડે છે. જો કે, તેમણે માત્ર પગાર પર જ ટેક્સ ચૂકવવાનો હોય છે. મતલબ કે સાંસદોનો માસિક પગાર એક લાખ રૂપિયા છે. તે મુજબ વાર્ષિક પગાર 12 લાખ રૂપિયા થાય. તો તેમણે આના પર જ તેમને ટેક્સ ચૂકવવો પડે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Politician Salary
Politician Salary

ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે ?

દર મહિને રૂ. 5 લાખ

રાજયના રાજયપાલનો પગાર કેટલો હોય છે ?

દર મહિને રૂ. 3.5 લાખ

1 thought on “Politician Salary: વડાપ્રધાન થી લઇ ધારાસભ્ય સુધી આટલો હોય છે પગાર, કોને કેટલો મળે છે પગાર”

Leave a Comment

error: Content is protected !!