Hardik Pandya Hooting: IPL એટલે ક્રિકેટ નો મહાજંગ. ક્રિકેટ ચાહકો IPL ની રાહ જોતા હોય છે. કારણ કે સતત 2 મહિના સુધી ક્રિકેટ ફેન્સ ને ભરપૂર મનોરંજન મળી રહે છે. દરેક ક્રિકેટ ફેન્સ નો ફેવરીટ ક્રિકેટર હોય છે. આ વખતની IPL 2024 ની સીઝન પણ ચાલૂ થઇ ગઇ છે. અને દરેક મેચ એક કરતા એક ચડીયાતી રોમાંચક બની રહિ છે અને રન ના ઢગળા થઇ રહ્યા છે. આ IPL ની સીઝનમા સૌથી વધુ ચર્ચાતી બાબત હોય તો તે છે મુંબઇ ઇન્ડીયન્સ ના દરેક મેચમા પ્રેક્ષકો દ્વારા કરવામા આવતો હાર્દિક પંડયા નો હૂરિયો.
Hardik Pandya Hooting
મુંબઇ ઇન્ડીયન્સ ના કેપ્ટનપદેથી ભારતના સ્ટાર ક્રિકેટર અને ભારતીય ટીમ ના કેપ્ટન રોહિત શર્મા ને હટાવી હાર્દિક પંડયા ને કેપ્ટન બનાવવામા આવ્યો છે. ભારતના કરોડો ક્રિકેટ ચાહકો ના ફેવરીટ ક્રિકેટર અને વર્લ્ડ કપમા ભારતને ફાઇનલ સુધી પહોંચાડી જબરજસ્ત પ્રદર્શન કરનારા રોહિત શર્મા ને કેપ્ટનપદે થી હટાવી રાતોરાત હાર્દિક પંડ્યા ને કેપ્ટન બનાવવાના મુંબઇ ઇન્ડીયન્સ ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી રોહિત શર્મા ના ફેન્સ નારાજ થયા છે. અને દરેક મેચમા હાર્દિક નો હૂરિયો બોલાવી રહ્યા છે. આખરે શા માટે હાર્દિક નો આટલો હૂરિયો કરવામા આવી રહ્યો છે ? માત્ર કેપ્ટનશીપ જ નહી પરંતુ પ્રેક્ષકો ની નારાજગી ના બીજા પણ અન્ય કારણો તે માટે છે જવાબદાર.
આ પણ વાંચો: IPL POINT TABLE 2024: IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ, તમારી ફેવરીટ ટીમ કેટલામા સ્થાને છે પોઇન્ટ ટેબલ મા
મુંબઇ ઇન્ડીયન્સ ની કેપ્ટનશીપ
રોહિત શર્મા ને કેપ્ટન પદેથી હટાવી હાર્દિક ને કેપ્ટન બનાવવાની જાહેરાત થતા જ લાખો લોકોએ મુંબઇ ઇન્ડીયન્સ ને સોશીયલ મીડીયા પરથી અનફોલો કર્યુ હતુ અને તે બાબતે સોશીયલ મીડીયા પર પ્રતિક્રિયા પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્તન રોહિત શર્મા ના કરોડો ક્રિકેટ ફેન્સ છે. રોહિત ને રાતોરાત કેપ્ટન માથી દૂર કરવામા આવતા ક્રિકેટ ફેન્સ ની નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી.
હાર્દિક પંડયાનુ વર્તન
હાર્દિક નો હૂરિયો થવા પાછળનુ સૌથી મોટુ કારણ તેનુ અણછાજતુ વર્તન છે. હાર્દિક મુંબઇ ના કેપ્ટન બન્યા પછે તેનો એટીટયુડ અને ઇગો દરેક મેચમા સ્પષ્ટ જોઇ શકાતા હતા. ટીમના સીનીયર ખેલાડીઓ પ્રત્યે કોઇ રેસ્પેકટ વગરનુ વર્તન અને પોતાની હિરો બનવાની ઇચ્છા ને લીધે તેના પ્રત્યે ક્રિકેટ ચાહકો ની નફરત જોવા મળી રહિ છે.
હાર્દિકનુ ખરાબ પ્રદર્શન
હાર્દિકનો હૂરિયો થવા પાછળનુ એક જવાબદાર કારન તેનુ અત્યાર સુધીનુ ખરાવ પ્રદર્શન અને તેણે લીધેલા વિચિત્ર નિર્ણયો પણ છે. તેની પાસે વિશ્વનો નંબર 1 બોલર બુમરાહ હોવા છતા તેને ઓવર ફેંકાવવાને બદલે હૈદ્રાબાદ સામેની મેચમા પોતે ફેંકેલી પ્રથમ ઓવર તથા બીનઅનુભવી બોલર મફાકા ને ફેંકાવેલી ઓવર માટે ક્રિકેટ ચાહકો નારાજ છે. ઉપરાંત અત્યાર સુધીની 3 મેચમા હાર્દિક નુ ખાસ કઇ પરફોર્મમન્સ જોવા મળ્યુ નથી. હૈદ્રાબાદ સામે ની હાઇ થ્રીલર મેચમા તેણે કરેલી ધીમી બેટીંગ ની પણ ઘણી ટીકા થઇ હતી. ઉપરાંત હૈદ્રાબાદ સામેના હાઇ સ્કોરીંગ મેચમા તેણે બુમરાહ જેવા સ્ટ્રાઇકર બોલરને છેક 13 મી ઓવર ફેંકાવી હતી. ત્યા સુધીમા તો રન ના ખડકલા થઇ ગયા હતા.
હાર્દિક ના કેપ્ટન તરીકે લીધેલા આવા વિચિત્ર નિર્ણયો ને લીધે તેને મુંબઇ ઇન્ડીયન્સ ના ફેન્સ ની નારાજગી ભોગવવી પડી રહિ છે.
સીનીયર ખેલાડીઓ પ્રત્યે ખરાબ વર્તન
હાર્દિક નો હૂરિયો થવા પાછળ તેનુ ટીમના અન્ય સીનીયર ખેલાડીઓ પ્રત્યેનુ ખરાબ વર્તન પણ જવાબદાર છે. કરોડો ક્રિકેટ ચાહકોના દિલની ધડકન રોહિત શર્મા ને બાઉન્ડ્રી પર ફીલ્ડીંગ પર મોકલવા અને મલીંગા જેવા સીનીયર ખેલાડીને ખુરશી પરથી ઉભા કરી પોતે બેસી જવુ જેવા તેના આદર વગરના વર્તન ને કારણે ક્રિકેટ ચાહકો નારાજ છે.
આ પણ વાંચો: પહાડો કી રાની: આ હિલ સ્ટેશન નથી જોયુ તો કઇ નથી જોયુ, ફરવા જાવ તો આ 5 જગ્યા ખાસ મુલાકાત લેજો
ભૂતકાળના હાર્દિક ના બનાવો
હાર્દિક પંડયા નો સતત હૂરિયો થવા પાછળ માત્ર કેપ્ટનશીપ જ નહિ પરંતુ ભુતકાળમા હાર્દિકે કરેલા અણછાજત વર્તન ના બનાવો પણ જવાબદાર છે. જેને લીધે હાર્દિક સતત ક્રિકેટ ફેન્સ ની નારાજગીનો ભોગ બની રહ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 મેચમાં તિલક વર્મા 49 રનના સ્કોર પર બેટીંગ કરી રહ્યો હતો અને હાર્દિક પંડ્યાએ હિરો ની સ્ટાઇલ મા સીકસ ફટકારી જીત અપાવી દીધી. કોઇ નવા ક્રિકેટર ને પોતાની પ્રથમ ફીફટી કરતા અટકાવવાનુ આ દ્રશ્ય પણ ફેન્સના માનસપટલ પરથી હજી હટ્યું નથી.
તાજેતરમા રમાયેલા વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા સામેની મેચમા ભારતને મુશ્કેલી માથી ઉગારનાર કેએલ રાહુલ 97 રને બેટીંગ કરી રહ્યો હતો. તેની પાસે સદિ ફટકારવાની તક હતી અને ભારત જીતની નજીક હતુ. ત્યારે પણ હાર્દિકે હિરો બનવા છગ્ગો ફટકારી મેચ પૂરો કર્યો હતો અને રાહુલ ને સદિ ફટકારવાથી અટકાવ્યો હતો.
આ ઉપરાંત હાલ ચાલી રહેલા આઇપીએલ મા હાર્દિકના સીનીયર ખેલાડીઓ સાથેના ખરાબ વર્તન ના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમા એક વિડીયો મા મેચ પુરી થયા બાદ તેને ભેટવા આવતા મલીંગા ને તે ધક્કો મારતો દેખાય છે.
હાર્દિકનો હૂરિયો થવા પાછળનુ મુખ્ય કારણ તેને કેપ્ટનશીપ મા ટીમનુ ખરાબ પ્રદર્શન છે. મુંબઇ ઇન્ડીયન્સ તેની પ્રથમ 3 મેચ હારી ગયુ છે. હાલ પોઇન્ટ ટેબલમા ખાતુ ખોલાવ્યા વગર સૌથી નીચે દશમા નંબરે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
