India in Semi final: શ્રીલંકા ને 302 રનથી હરાવી ભારતની સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી, સેમી ફાઇનલ મા કોની સામે થશે ટક્કર; સમજો સમીકરણો

India in Semi final: India vs srilanka: હાલ ચાઈ રહેલા વન ડે વર્લ્ડ કપમા ભારત એક પછી એક જીત મેળવી વર્લ્ડ કપ જીતવા તરફ આગેકૂચ કરી રહ્યુ છે. હાલ ટીમ ઇન્ડીયાનુ ફોર્મ જોતા કોઇ પણ ટીમ માટે તેને રોકવુ મુશ્કેલ છે. ભારતીય ટીમે લીગ રાઉન્ડ મા 7 મેચ રમી તમામ 7 મેચ જીતી લીધી છે અને 14 પોઇન્ટ સાથે સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી મેળવી લીધી છે.

India in Semi final

  • ભારતે વર્લ્ડ કપની સૌથી મોટી જીત મેળવી
  • શ્રીલંકા ને 302 રને હરાવ્યુ
  • ભારતે તમામ 7 મેચમા આસાન જીત મેળવી
  • શમી એ ફરી ઝડપી 5 વિકેટ

આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ

ભારતે શ્રીલંકા સામે રમાયેલી તેની લીગ રાઉન્ડ ની મેચમા 302 રને મોટી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમા 8 વિકેટે 357 રનનો વિશાલ ઝૂમલો નોંંધાવ્યો હતો ભારત તરફથી શાનદાર ફોર્મ બતાવતા શુભમન ગીલે 92 રન, વિરાટ કોહલી એ 88 રન, અને શ્રેયંસ ઐયરે ઝડપી 82 રન ફટકાર્યા હતા. જવાબમા 358 રનનો ટારગેટ ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ની ટીમ પ્રથમ બોલ થી જ વિકેટો પડવાનુ શરૂ થઇ ગયુ હતુ. અને માત્ર 55 રનમા આખી ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી મોહમ્મદ શમી એ શાનદાર બોલીગ કરતા 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ વર્લ્ડ કપ મા શમીની માત્ર 3 મેચમા 5 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

આ સાથે જ ભારત પોઇન્ટ ટેબલ મા પ્રથમ નંબરે પહોંચી ગયુ છે. અને સેમી ફાઇનલમા પહોંચી ગયુ છે. સેમી ફાઇનલ મા ભારતની કોની સામે ટક્કર થઇ શકે તેના સમીકરણો જોઇએ.

ભારતના હાલ 14 પોઇન્ટ છે અને હજુ 2 મેચ રમવાની બાકી છે. હાલ ભારતીય ટીમનુ ફોર્મ જોતા પોઇન્ટ ટેબલમા પ્રથમ નંબરે જ રહે તેવી પુરી શક્યતાઓ છે. આવા સંજોગોમા ભારતની પોઇન્ટ ટેબલમા નંબર 4 પર રહેનારી ટીમ સામે સેમી ફાઇનલ રમવાની થશે. ચાલો જોઇએ 4 નંબર પર કઇ ટીમ રહે તેવી શકયતા છે.

સેમીફાઇનલ સમીકરણો

  • ભારત અને દક્ષિણ આફ્રીકા નુ સેમી ફાઇનલ મા પહોંચવુ નિશ્વિત છે. આફ્રીકા ને હાલ 12 પોઇન્ટ છે અને હજુ 2 મેચ રમવાની બાકી છે. જેમા 1 ભારત સામે છે. આફ્રીકા આ મેચ હારે છે તો પણ તેના 14 પોઇન્ટ થશે. આવા સંજોગોમા આફીકા પોઇન્ટ ટેબલમા નંબર 2 પર રહે તેવી પુરી શકયતા છે.
  • ઓસ્ટ્રેલીયા ના હાલ 8 પોઇન્ટ છે અને તેના હજુ 3 મેચ બાકી છે. જે તેને અફઘાનીસ્તાન, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે રમવાની છે. હાલ ઓસ્ટ્રેલીયા ની ટીમનુ ફોર્મ જોતા તે આ ત્રણેય મેચ જીતે તેવી પુરી શકયતા છે. આવા સંજોગો મા ઓસ્ટ્રેલીયા નંબર 2 અથવા નંબર 3 પર રહે તેવી શકયતા છે.
  • નંબર 4 પર રહેવા માટે ઘણી ટીમો વચ્ચે કટોકટી ચાલી રહી છે. નંબર 4 પર રહેનારી ટીમ સામે ભારતની સેમી ફાઇનલ રમવાની થાય તેવી શકયતાઓ છે.
  • ન્યુઝીલેન્ડ ન અહાલ 8 પોઇન્ટ છે અને તેને હજુ 2 મેચ રમવાના બાકી છે. જેમા તે અફઘાનીસ્તાન અને શ્રીલંકા સામે છે. ન્યુઝીલેન્ડ આ બન્ને મેચ જીતી જાય છે તો તે 12 પોઇન્ટ સાથે નંબર 4 પર રહેશે. આવા સંજોગોમા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલ રમાઇ શકે.
  • અફઘાનીસ્તાન પણ હજુ સેમી ફાઇનલમાં પહોંચવાની રેસમા છે. તેના હાલ 6 પોઇન્ટ છે અને તેને 3 મેચ રમવાની બાકી છે. આ મેચ નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે છે. અફઘાનીસ્તાન આ ત્રણેય મેચ જીતી જાય તો 12 પોઇન્ટ સાથે સેમી ફાઇનલમા પ્રવેશ મેળવી શકે. આવા સંજોગોમા ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે સેમી ફાઇનલ રમાઇ શકે.

અગત્યની લીંક

ICC WORLD CUP OFFICIAL WEBSITEઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
India in Semi final
India in Semi final

1 thought on “India in Semi final: શ્રીલંકા ને 302 રનથી હરાવી ભારતની સેમી ફાઇનલમા ધમાકેદાર એન્ટ્રી, સેમી ફાઇનલ મા કોની સામે થશે ટક્કર; સમજો સમીકરણો”

Leave a Comment

error: Content is protected !!