World Cup amazing: angelo mathew out time out: વર્લ્ડ કપ નો લીગ રાઉન્ડ પુરો થવાને આરે છે અને વર્લ્ડ કપ રોમાંચ્ક તબક્કામા પહોંચી ગયો છે. એક પછી એક મેચ રોમાંચક બનતા જાય છે. આ વર્લ્ડ કપ અપસેટ અને અજીબોગરીબ ઘટનાઓથી સંકલાયેલો છે. જેમા ડીફેન્ડીંગ ચેમ્પીયન ઇંગ્લેંડ પોઇન્ટ ટેબલમા છેલ્લા નંબર છે તો અફઘાનીસ્તાન જેવી ટીમ સેમી ફાઇનલમા પહોંચવા માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો સાથે રેસમા છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમા એક વિચિત્ર ઘટના બની હતી. જેમા શ્રીલંકાની 1 બોલમા 2 વિકેટ પડી હતી.
World Cup amazing
ચાલુ વર્લ્ડ કપમા ભારતે અભુતપુર્વ ફોર્મ દર્શાવતા તેની લીગ રાઉન્ડની 8 મેચમાથી 8 સંપૂર્ણ રીતે એકતરફી રીતે આસાનીથી જીતી લીધી છે. અને હજુ 1 મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. અત્યાર સુધી ભારતીય ટીમે દિગ્ગજ ટીમોના છોતરા કાઢી નાખ્યા છે તે જોતા નેધરલેન્ડ સામેની મેચ પણ જીતી ભારત એક પણ મેચ હાર્યા વગર સેમીફાઇનલ મા પ્રવેશ કરશે. જો કે ભારતીય ટીમે સેમી ફાઇનલ મા અગાઉથી જ પોતાની જગ્યા બુક કરી લીધી છે.
સોમવારે રમાયેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમા એક વિચિત્ર ઘટના બની હતી. જેમા શ્રીલંકાની 1 બોલમા 2 વિકેટ પડી હતી. ક્રિકેટ ના ઇતિહાસમા ક્યારેય આવી ઘટના બની નથી જે આજે શ્રીલંકા એ નોંધાવી છે. પ્રથમ બેટીંંગકરી રહેલા શ્રીલંંકા એ 25 મી ઓવરમા 3 જી વિકેટ ગુમાવી હતી જેમા શકીબ ઉલ હસન ના બોલ પર સમરવિક્રમા ની વિકેટ પડી હતી. આઉટ થયેલા ખેલાડીનુ સ્થાન લેવા માટે એંજેલો મેથ્યુ આવ્યા હતા. પરંતુ તે સંપૂર્ણ રીતે તૈયાર ન હોવાથી ક્રીઝ સુધી પહોંચવામા મોડુ થઇ ગયુ હતુ અને નિયત સમય 2 મીનીટમા ક્રીઝ પર પહોંચી સ્ટ્રાઇક લઇ શક્યો ન હતો. જવાબમા બાંગ્લાદેશના કેપ્ટન શકીબ ઉલ હસને ટાઇમ આઉટ ની અપીલ કરતા અપ્માયરે ખરાઇ કરી મેથ્યુ ને ટાઇમ આઉટ આપ્યો હતો. આમ શ્રીલંંકાની 1 જ બોલમા 2 વિકેટ પડી ગઇ હતી.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
World may not remember #Shakib 🇧🇩 for his no achievement in cricket but ll always remember this #BanVsSL "Spirit" & disgusting appeal of Timed out against Angelo Mathew. This was his Last WC & he requested to withdraw. Slap in the name of sportsmanship. #Bangladesh #Srilanka pic.twitter.com/rO4ujph6D6
— Zenral Bazwa ᴾᵃʳᵒᵈʸ (@ZenralBazwa) November 6, 2023
સેમી ફાઇનલ ના સમીકરણો
વર્લ્ડ કપનો લીગ રાઉન્ડ પુરો થવાને આરે છે પરંતુ હજુ સેમી ફાઇનલ મા પહોંચનારી 4 ટીમો નક્કી થઇ નથી. ભારત અને સાઉથ આફ્રીકા એ સેમી ફાઇનલ મા પોતાની જગ્યા સુનિશ્વિત કરી લીધી છે પરંતુ હજુ 2 ટીમો સેમી ફાઇનલ માટે કવોલીફાય થવાની બાકી છે. આ 2 સ્થાન માટે 4 ટીમો રેસમા છે. જેમા ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનીસ્તાન સેમી ફાઇનલ મા પહોંચવા માટે મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. જેમા ઓસ્ટ્રેલીયા નુ પલડુ ભારે છે અને સેમી ફાઇનલ મા એન્ટ્રી માટે તેને નિશ્વિત માનવામા આવે છે પરંતુ ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનીસ્તાન પૈકી કોન સેમી ફાઇનલ મા એન્ટ્રી મારે છે તે આવનારા મેચો પરથી જ નક્કી થશે.
વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ
વર્લ્ડ કપનુ હાલનુ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
અગત્યની લીંક
ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “World Cup amazing: વર્લ્ડ કપમા બની અજબ ઘટના, શ્રીલંકાએ 1 બોલમા ગુમાવી 2 વિકેટ; જાણો કેવી રીતે બન્યુ આવુ”