શુભમન ગિલ ડેન્ગ્યુ રીપોર્ટ: વર્લ્ડ કપ 2023: ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે અને પ્રથમ મેચમા જ ન્યુઝીલેન્ડે ઇંગ્લેંડ ના બોલરોને ધોઇ નાખ્યા હતા. 8 ઓકટોબરે ભારત તેને પ્રથમ મેચ ઓસ્ટ્રેલીયા સામે રમનાર છે. એવામા ભારતીય ટીમ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ધુવાધાર ઓપનર અને સ્ટાર બેટસમેન શુભમીન ગિલ નો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝીટીવ આવ્યાના સમાચાર સામે આવ્યા છે.
શુભમન ગિલ ડેન્ગ્યુ રીપોર્ટ
- સ્ટાર ઓપનર શુભમીન ગિલ ડેન્ગ્યુ ની ઝપટમા
- ઓસ્ટ્રેલીયા સામેની મેચમા ન રમે તેવી શકયતા
- BCCI મેડીકલ ટીમ સતત રાખી રહિ છે નજર
શુભમન ગિલ વર્લ્ડ કપ રમવા માટે શંકાસ્પદ છે અને લાંબા સમય સુધી નહીં તો થોડા દિવસો માટે ટીમની બહાર રહી શકે છે. ટીમના એક અધિકારીએ જણાવ્યું કે તે હાલ મેડીકલ ટીમની દેખરેખ હેઠળ છે. તે 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ રમશે કે નહિ તે હજુ નક્કી નથી.
આ પણ વાંચો: Cricket World Cup Live: હોટસ્ટાર ની મોટી જાહેરાત, વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે
શુક્રવારે (6 ઑક્ટોબર) ના રોજ સમાચાર બહાર આવ્યા કે શુભમન ગિલ ઓપનર ડેન્ગ્યુથી પીડિત છે પરંતુ ગિલની તબિયત હાલ કેવી છે તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. “તે મેડીકલ ટીમની દેખરેખ હેઠળ છે. તબીબી ટીમ તેની નજીકથી દેખરેખ રાખી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.”
Team India batsman Shubman Gill isn't well, he is suffering from dengue: Sources
— ANI (@ANI) October 6, 2023
(File photo) pic.twitter.com/oKXinfiDid
વર્લ્ડ કપ 2023
હાલ ભરપૂર ફોર્મમાં ચાલી રહેલા , ગીલને ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ દ્વિપક્ષીય ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ રમત માટે આરામ આપવામાં આવ્યો હતો, તેણે પ્રથમ-બે મેચમાં 74 અને 104 રન બનાવ્યા હતા. ભારતની બંને વર્લ્ડ કપ વોર્મ-અપ રમતો પાછળથી ધોવાઇ ગઈ હતી, પરંતુ ગિલ ટીમ સાથે પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચો: World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ
શુભમન ગિલ ચેન્નઈના ચેપોક સ્ટેડીયમ માં ઓસ્ટ્રેલિયા સામને મેચમાં ઓપનીંગમા નહીં ઉતરે તો ઓપનિંગ કોણ કરશે તે બાબતે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યા છે. શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન અને રોહિત શર્મા ઓપનિંગ કરે તેવી શકયતા છે. ઓપનિંગ માટે કે.એલ.રાહુલને પણ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. કે.એલ.રાહુલે એશિયા કપમાં શાનદાર પરફોર્મન્સ આપ્યુ હતું.
શુભમન ગિલે આ વર્ષની શરૂઆતમાં જ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ શાનદાર પ્રદર્શન કરી સૌથી વધુ રન બનાવ્યા હતા.આ સીઝનમાં 890 રન ફટકારીને સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી બન્યા છે. એશિયા કપમાં 302 રન કર્યા છે. છેલ્લી કેટલીક ઈનિંગમાં તેમનો સ્કોર 104, 74, 27, 121, 19, 58 અને 67 રહ્યો છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

વર્લ્ડ કપમા ભારત ઓસ્ટ્રેલીયાની મેચ ક્યારે છે ?
8 ઓકટોબરે ચેન્નઇમા
વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચ ક્યારે છે ?
14 ઓકટોબરે અમદાવાદમા