World cup Team List: વર્લ્ડ કપ માટે ટીમો નુ લીસ્ટ થયુ ફાઇનલ, નોંધી લો ભારતના મેચની તારીખો

World cup Team List: વર્લ્ડ કપ ટીમ લીસ્ટ 2023; ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેવી ક્રિકેટની મહાસીઝન જે 4 વર્ષે એક વખત આવતી હોય છે તે વન ડે વર્લ્ડ કપ આ વખતે ઓકટોબર માસમા યોજાનાર છે. સાથે ખુશીની વાત એ છે કે આ વખતે ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યુ છે. ભારતમા આ વર્લ્ડ કપ યોજાશે. ત્યારે વર્લ્ડ કપ માટે ક્વોલીફાઇ રાઉન્ડ પુરા થઇ ગયા છે અને વર્લ્ડ કપ રમનારી 10 ટીમોનુ લીસ્ટ ડીક્લેર થયુ છે. World cup Team List એટલે કે વર્લ્ડ કપ રમનારી 10 ટીમો નીચે મુજબ છે.

World cup Team List

આ વર્ષે ભારતમાં યોજાનારા ICC વન ડે વર્લ્ડ કપમાં રમનારી તમામ 10 ટીમોના નામ હવે ફાઇનલ થઇ ગયા છે. ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ 8 ટીમોના નામ ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના આધારે નક્કી કરવામાં આવે છે. ટોપ 8 ODI રેન્કિંગ પ્રાપ્ત કરનાર ટીમોને ક્રિકેટની આ મહાસીઝન ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ આપવામા આવ્યો છે. બાકીની 2 ટીમોના નામ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચો રમાડી તેના દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: World Cup schedule 2023: ICC Mens Cricket World cup Schedule Declared, venue, World cup Live Telecaste

ICC વર્લ્ડ કપની યજમાની કરી રહેલું ભારત વર્લ્ડ કપ સુપર લીગમાં આ વખતે છઠ્ઠા સ્થાને રહ્યું. યજમાન હોવાના કારણે ટુર્નામેન્ટમાં ભારતની ટીમનું સ્થાન પહેલાથી જ નક્કી હતું. આ પહેલીવાર છે જ્યારે ભારત એકલુ વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. 1987, 1996 અને 2011 માં શ્રીલંકા, પાકિસ્તાન જેવા પડોશી દેશો સાથે મળીને ટુર્નામેન્ટની યજમાની કર્યા પછી BCCI માટે આ એક મોટી સિદ્ધિ હશે.

વર્લ્ડ કપ ટીમ લીસ્ટ 2023

સુપર લીગ રેંકીંગને આધારે માં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર ICC વર્લ્ડ કપમાં સ્થાન બનાવનારી ટોચની 8 ટીમો ના નામ આ મુજબ છે.

  • ન્યુઝીલેન્ડ
  • ઇંગ્લેન્ડ
  • બાંગ્લાદેશ
  • ઓસ્ટ્રેલીયા
  • અફઘાનીસ્તાન
  • ભારત
  • પાકિસ્તાન
  • દક્ષિણ આફ્રીકા

આ પણ વાંચો : World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

ક્વોલીફાઇંગ રાઉન્ડ

ઇંટરનેશનલ વન ડે ક્રિકેટ રમનારી13 માંથી છેલ્લી 5 ટીમો જેઓ વર્લ્ડ કપ સુપર લીગમાં સ્થાન મળ્યુ ન હતુ તેમને અન્ય દેશો સાથે ક્વોલીફાઇંગ રાઉંડ રમીને ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની બીજી તક આપવામાં આવી હતી. 5 સહયોગી ટીમો અને 5 મોટી ટીમોએ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉંડ માં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાએ સૌપ્રથમ ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપ માટે પોતાનુ સ્થાન નિશ્વિત કર્યુ હતુ. ત્યારબાદ નેધરલેન્ડે સ્કોટલેન્ડ સામે વિજય નોંધાવીને વર્લ્ડ કપની ટિકિટ સુનિશ્વિત કરી હતી. નેધરલેન્ડની ટીમ નો ભારતના ગ્રુપમાં સમાવેશ કરવામા આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ બહાર ફેંકાયુ

ક્વોલીફાઇંગ રાઉંડ મા જ મોટો અપસેટ સર્જાયો હતો. વર્લ્ડ કપ માટે 2 વખત વિશ્વ વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડીઝ આ વખતના વર્લ્ડ કપની બહાર ફેંકાઇ ગયુ છે. એક સમયનુ વિશ્વ વિજેતા અને નંબર 1 ગણાનારી વેસ્ટ ઇન્ડીઝ ની ખૂંખાર ટીમને આ વખતે વર્લ્ડ કપમા ક્વોલીફાઇ પણ થઇ શક્યુ નથી.

વર્લ્ડ કપમા ભારતની મેચ/ India Match in world Cup

આ વર્લ્ડ કપમા ભારતની મેચ નીચે મુજબ છે.

  • ભારત V/S ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
  • ભારત V/S અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
  • ભારત V/S પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
  • ભારત V/S બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
  • ભારત V/S ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
  • ભારત V/S ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
  • ભારત V/S ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઇ
  • ભારત V/S દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
  • ભારત V/S ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ

India Pakistam Match in World Cup

દરેક વર્લ્ડ કપમા ક્રિકેટ રસિકોને ભારત પાકિસ્તાન ની મેચનો આતુરતાથી રાહ જોતા હોય છે. ભારત પાકિસ્તાનની મેચ ખુબ જ રોમાંચક બની રહે છે. આ વર્લ્ડ કપ મા પણ ભારત પાકિસ્તાનની મેચ 15 ઓકટોબરે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડીયમમા રમાશે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
World cup Team List
World cup Team List

વર્લ્ડ કપ 2023 મા ભારત પાકિસ્તાનની મેચ ક્યારે છે ?

15 ઓકટોબરે

વર્લ્ડ કપની શરૂઆત ક્યારે થશે ?

5 ઓકટોબરથી

error: Content is protected !!