Holi Skin Tips: હોળી પર કલરથી બચાવો તમારી સ્કીન ને, ગમે તેવો પાકકો કલર 2 મીનીટમા નીકળી જશે.

Holi Skin Tips: હોળી એ રંગોનો ઉત્સવ છે અને હિંદુ ધર્મમા હોળીનુ ખૂબ જ મહત્વ રહેલુ છે. હોળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. હોળી પર લોકો ધૂળેટીને દિવસે રંગ ઉડાડે છે અને આ રીતે હોળીની ઉજવણી કરે છે. પરંતુ આજકાલ બજારમા કેમીકલવાળા અને પાકકા કલર મળી રહ્યા છે જે આપણી સ્કીન પર અને વાળ પર ઉડવાથી આસાનીથી નીકળતા નથી. આ પોસ્ટમા આપણે પાકકા કલરથી સ્કીનને સલામત રાખવાની ટીપ્સ ની માહિતી મેળવીશુ.

ધૂળેટી રંગોત્સવ

હોળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે ત્યાં લોકો હોળીની જાતજાતની તૈયારીઓ કરી રહ્યા છે. હોળીના તહેવાર એક એવો છે જેમાં નાના બાળકોથી લઇને વૃધ્ધ લોકો સુધી .એમ દરેક લોકોને રંગથી રમવાની મજા આવતી હોય છે. પરંતુ હોળીના તહેવારમાં ખાસ કરીને કેમિકલ વાળા રંગોથી આપણી સ્કિનને બચાવવી ખૂબ જરૂરી છે. આ કેમિકલ વાળા રંગો સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારી સ્કિન પર પાક્કા કલરની કોઇ અસર નહીં થાય અને સરળતાથી પાકકા કલર નીકળી જશે.

Holi Skin Tips

  • તમે જ્યારે પણ હોળી પર રંગથી રમવા જાવો ત્યારે ખાસ કરીને તમારી સ્કિન પર કોપરેલ તેમજ બીજા કોઇ પણ પ્રકારનું બોડી લોશન લગાવવુ જોઇએ. આવુ કરવાથી સ્કિન પર સીધી કલરની કોઇ અસર નહીં થાય. આ એક ઘરેલુ ટિપ્સ છે જે સરળતાથી ઉપલબ્ધ છે અને જરાય ખર્ચાળ નથી. દરેક લોકો માટે બેસ્ટ છે.
  • જો બપોરે હોળી રમવાનો પ્લાન કરી રહ્યા છો તો ખાસ કરીને ઘરની બહાર નિકળો એના અડધો કલાક પહેલાં સનસ્ક્રીન લોશન લગાવવુ જોઇએ અને પછી બહાર નીકળવુ. આમ કરવાથી સ્કિનને તડકાની અને સાથે કલરની કોઇ અસર થશે નહીં. સનસ્ક્રીન લોશન સ્કિનને ઘણી રીતે નુકશાન થતી બચાવે છે.
  • તમારી સ્કિન પર કોઇ પાક્કો કલર લગાવી દીધો છે અને સરળતાથી તે ન નીકળે તો તમે ખાસ કરીને ટામેટાનો ઉપયોગ કરવો જોઇએ. ટામેટાની પેસ્ટથી તમે સરળતાથી સ્કિન પરનો કલર કાઢી શકો છો. આ માટે એક ટામેટું લઇ અને એની લાંબી ચીરી કરી લો. પછી આ ચીરીને હળવા હાથે સ્કિન પર ઘસવી. આમ કરવાથી પાક્કો કલર તરત જ નિકળી જશે. ખાસ ધ્યાન એ રાખો કે આવે વખતે ટામેટુ વજન આપીને ઘસવાનું નથી.
  • પાક્કા કલરને સરળતાથી કાઢવા માટે તમે મલાઇનો પણ ઉપયોગ કરી શકો છો. આ મલાઇ હોળી રમવા જતા પહેલાં અને પછી લગાવી શકાય છે. આ માટે તમે થોડી મલાઇ લો અને બે હથેળીમાં ઘસી લો. પછી આનાથી ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી કલર નિકળી જશે. હોળી રમવા જતા પહેલાં તમે આ મલાઇ લગાવો છો તો કલર સ્કિન પર વધારે અસર કરતો નથી.
यह भी पढे:  Har ghar Tiranga: હર ઘર તિરંગા નુ તમારૂ નામવાળુ આવુ સર્ટી ડાઉનલોડ કરો, સેલ્ફી અપલોડ કરો અને સર્ટી. મેળવો

આ પણ વાંચો: હોળી પર રાશી મુજબ કઇ વસ્તુઓનુ દાન કરવુ હોઇએ

હોળી ના રંગોથી વાળ સલામત રાખવાની ટીપ્સ

Hair Care Tips For Holi

હોળી રંગોનો તહેવાર છે. આ તહેવારમાં રંગોથી રમવાની દરેકને મજા આવે છે. ધૂળેટીના તહેવારમાં વાળનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. આ દિવસે તમે હેર કેર સારી રીતે કરતા નથી તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ વાળમા કલર જાય છે અને વાળની રફનેસમાં વધારો થાય છે. તો જાણો તમે પણ હોળીના કેમિકલવાળા રંગોથી આપણા વાળને કેવી રીતે બચાવવા.

આ પણ વાંંચો: તમારા શહેરનો આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ જુઓ ઓનલાઇન

  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે સૌ પ્રથમ પહેલી બાબત એ ધ્યાનમાં રાખો કે તમારા વાળ કોરા ના હોય. કોરા વાળમાં રંગ લાગે છે તો સરળતાથી રંગ નીકળતો નથી અને અનેક ઘણું નુકસાન થાય છે.
  • હોળીના રંગોથી વાળને બચાવવા માટે હેર ઓઇલ કરવો જોઇએ અને પછી રંગોથી રમવુ જોઇએ. તમને એક વાત જણાવી દઇએ કે હોળીના રંગોથી આપણા વાળને અનેક ઘણું નુકસાન થાય છે એવામાં તમે વાળમાં તેલ નાંખો છો તો વાળ સેફ રહે છે. આ સાથે જ હેર ઓઇલ કરવાથી વાળમાં લાગેલો કલર પણ જલદી નિકળી જાય છે. કલર તેલ પર લાગે છે જેના કારણે વાળ ડેમેજ થતા નથી અને વાળ સારા રહે છે.
  • હોળી રમવા જાવો ત્યારે ક્યારે પણ વાળ ખુલ્લા રાખીને જવાની ભૂલ કરશો નહીં. વાળ ખુલ્લા રાખવાથી તમારી સ્કિન અને વાળને અનેક ઘણું નુકસાન થાય છે.
  • ટી શર્ટ ને બદલે બટનવાળુ શર્ટ કે કુર્તો પહેરવો જોઇએ.
  • ત્વચાની એલર્જી ન થાય તે માટે એલોવેરા જેલ પણ ઉપયોગી બનશે.
Holi Skin Tips
Holi Skin Tips

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

1 thought on “Holi Skin Tips: હોળી પર કલરથી બચાવો તમારી સ્કીન ને, ગમે તેવો પાકકો કલર 2 મીનીટમા નીકળી જશે.”

Leave a Comment

error: Content is protected !!