Gujarat Top 10 Water Park: ઉનાળાઓની કાળઝાળ ગરમી અને ધોમધખતો તાપ પડવાની શરૂઆત થઇ ગઇ છે. ઉનાળાઓની ગરમી મા રાહત મેળવવા લોકો વોટર પાર્ક મા નહાવા નીકળી પડતા હોય છે. તમારી આજુ બાજુ પણ ઘણા વોટર પાર્ક આવેલા હશે. પરંતુ આજે આપણે ગુજરાતમા આવેલા સૌથી મોટા અને અનેક સુવિધાઓથી સજ્જ Gujarat Top 10 Water Park ની માહિતી મેળવીશુ.
Gujarat Top 10 Water Park
ગુજરાત મા આમ તો અસંખ્ય વોટર પાર્ક આવેલા છે. પરંતુ આજે આપણે ગુજરાત મા આવેલા સૌથી મોટા હોય અને અનેક સુવિધાઓ થી સજજ વોટરપાર્ક ની માહિતી મેળવીશુ. જયા ઉનાળાને ગરમીઓમા રાહત મેળવવા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. જેમા આ બધા વોટરપાર્ક કયા આવેલા છે, તેની ટીકીટ ના રેટ શું છે ?, ત્યા શું સુવિધાઓ છે વગેરે જેવી માહિતી મેળવીશુ.
AQUA MAGICCA WATER PARK
આ વોટર પાર્ક સુરત મા આવેલો છે. અને ખૂબ મોટો વોટરપાર્ક છે. જે અનેક સુવિધાઓથી સજજ છે. આ વોટરપાર્ક ની જરૂરી ડીટેઇલ નીચે મુજબ છે.
- એડ્રેસ: એકવામેઝીકા વોટર પાર્ક, પર્વત પાટીયા, મગોજ, સુરત
- કોન્ટેકટ નંબર: 022 – 69660000
- ટાઇમીંગ: આ વોટર પાર્કનુ ટાઇમીંગ સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી છે.
- ટીકીટ રેટ: આ વોટર પાર્ક મા ટીકીટ માટે રેગ્યુલર ટીકીટ રેટ અને વિવિધ ઓફર તથા પેકેજ સીસ્ટમ છે. જે તમે તેની ઓફીસીયલ વેબસાઇટ પર જોઇ શકો છો.
- સુવિધાઓ: આ વોટર પાર્ક આધુનીક સુવિધાઓ થી સજજ છે. જેમા બ્રેકફાસ્ટ, ડીનર, કોચ્યુમ ની સુવિધા, કોચ્યુમ ચેન્જ રૂમ, લોકર વગેરે જેવી ઘણી સુવિધાઓ આપવામા આવી છે.
- રાઇડ: આ વોટર પાર્ક તમારી યાત્રાને યાદગાર બનાવે દે તેવી સારી રાઇડ ઉપલબ્ધ છે. જેમા Wild Raft, Tribal twist, Rain mist, Pond of Life, Windigo, Twister, Skyslider, King Kobra વગેરે જેવી અસંખ્ય આધુનીક રાઇડ આવેલી છે.

https://vyanjanrecipes.com/heatstroke-what-does-donts/આ પણ વાંચો: HeatStroke: ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા શું ધ્યાન રાખશો, શું ખાવુ; શુંં પીવુ
Tirupati Rushivan Adventure Park
આ એડવેંચર અને વોટર પાર્ક હિમતનગર મા આવેલો છે. અને ખૂબ મોટો એડવેન્ચર પાર્ક તથા વોટરપાર્ક છે. જે અનેક સુવિધાઓથી સજજ છે. આ વોટરપાર્ક ની જરૂરી ડીટેઇલ નીચે મુજબ છે.
- એડ્રેસ: તીરૂપતિ એડવેન્ચર પાર્ક, વિજાપુર-હિંમતનગર રોડ, દેરોલ
- કોન્ટેકટ નંબર: 9978 604288
- ટાઇમીંગ: આ વોટર પાર્કનુ ટાઇમીંગ સવારે 12 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી છે.
- ટીકીટ રેટ: આ એડવેન્ચર પાર્ક ની એન્ટ્રી ફી સોમવારથી શુક્રવાર સુધી રૂ. 180 છે. જયારે વોટર પાર્કની ફી રૂ.300 છે. વીકએન્ડ અને હોલીડે મા એડવેન્ચર પાર્કની ફી રૂ. 200 છે. જયારે વોટર પાર્ક ની ફી રૂ. 350 છે.
- સુવિધાઓ: આ પાર્ક મા વોટર પાર્ક ની સાથે સાથે એડવેન્ચર પાર્ક પણ હોવાથી અસંખ્ય સુવિધાઓ , એકટીવીટી અને રાઇડસ થી સજજ છે.
- રાઇડ: આ વોટર પાર્ક મા તમને મજા આવે અને તમારો પ્રવાસ યાદગાર બને તેવી ઘણી રાઇડસ ઉપલબ્ધ છે.

Enjoy City Water Park Aanand
આ વોટર પાર્ક ગુજરાતનો સૌથી મોટો વોટર પાર્ક કહિ શકાય. આ વોટર પાર્ક ધ એન્જોય સીટી વોટર પાર્ક આણંદ મા આવેલો છે. આ વોટર પાર્ક ની ડીટેઇલ નીચે મુજબ છે.
- એડ્રેસ; એન્જોય સીટી વોટર પાર્ક, વાલ્વોદ, તા. બોરસદ, જિ. આણંદ
- કોન્ટેકટ નંબર: 8000 9000 81 / 85
- રાઇડ : આ વોટર પાર્ક અંદાજીત 20 એકર જેટલી વિશાળ જગ્યામા પથરાયેલ છે. જેમા 32 કરતા વધુ રાઇડ આવેલી છે.
- આ વોટર પાર્કમા આવેલી મુખ્ય રાઇડની વાત કરીએ તો ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડર, એક્વા સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, કોબ્રા રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર, રોલર કોસ્ટર જેવી અનેક રાઇડ આવેલી છે.
- અન્ય આકર્ષણો: આ વોટર પાર્ક મા એડવેન્ચર પાર્ક, ફ્લાવર પાર્ક, થીમ પાર્ક, હોટેલ્સ, રીવર ફ્રન્ટ અને અન્ય ઘણી એકટીવીટીઓ છે.
- ટીકીટ; આ વોટર પાર્ક ની ટીકીટ ની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર સુધી ટીકીટ ના દર રૂ. 799 છે જ્યારે રવિવારે રૂ. 999 ટીકીટ છે. 3 ફૂટ થી નીચેની ઉંચાઇ ધરાવતા બાળકો માટે એન્ટ્રી ફી લેવામા આવતી નથી.
- મોટા ભાગના લોકો આ વોટર પાર્કમાં સૌથી વધુ કોબ્રા રાઇડ, અને એકવાડીશ, એક્વાથોર ફનલ ઓપન ફ્લોટ સ્લાઇડર રાઇડ નો આનંદ માણતા હોય છે.
- સુવિધાઓ: ધ એન્જોય સિટી વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ટયુમ, રહેવાનું , જમવાનું , ફાસ્ટ ફૂડ, નાસ્તો, જનરલ મેડિકલ ટ્રીટમેન્ટ, સિક્યોરિટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંયા બહારથી નાસ્તો કે જમવાનુ લઇ જવા નુ એલાઉવ્ડ કરવામા આવતુ નથી.

Shankus Water Park
આ વોટર પાર્ક પણ ગુજરાત મા આવેલા મોટા વોટર પાર્ક પૈકીનો એક ગણી શકાય. અને આ વોટર પાર્ક નહાવા જવા માટે લોકોની પહેલી પસંદગી હોય છે. જે ખૂબ જ ફેમસ છે. આ વોટર પાર્ક આધુનિક સુવિધાઓ અને અવનવી રાઇડસ થી સજ્જ છે. આ વોટર પાર્ક મહેસાણામા આવેલો છે. ઉનાળામા ગરમીમા આ વોટર પાર્કમા જવાનુ લોકો ખૂબ જ પસંદ કરે છે.
- લોકેશન: આ વોટર પાર્ક અમદાવા-મહેસાણા હાઇવે પર આવેલો છે.
- કોન્ટેકટ નંબર: 90990 80080
- સમય: જેનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે.
- ટીકીટ દર: આ વોટર પાર્કની ટીકીટ સોમવારથી શનીવાર સુધી રૂ. 1225 અને રવિવારે રૂ.1425 છે. જેમા એન્ટ્રી ટીકીટ, GST અને અન્ય ટેકસ, જમવાનુ, લોકર રૂમ, કોચ્યુમ વગેરે ના ચાર્જ સામેલ છે.
- રાઇડ: આ વોટર પાર્કમા અવનવી અને આધુનીક ઘણી રાઇડસ આવેલી છે. જેમા બીગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર, ઇન્સાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બોડી સ્લાઇડ, સુનામી ખાડી, બૂમબાસ્ટિક, સ્પેસ શોટ, કિડ્સ કોમ્પ્લેક્સ, માનતા અને બુબ્બા ટબ,ફન આઇલેન્ડ, થ્રિલ અને ચિલ ક્રીક જેવી વિવિધ રાઇડસ સામેલ છે. આ રાઇડસ મા આપને તથા આપના બાળકોને ખૂબ મજા આવશે.

Ajwa Water Park
આ વોટર પાર્ક વડોદરા મા આવેલો છે અને આ પણ ઘણો સારો અને મોટો વોટર પાર્ક છે. જે અનેક આધુનીક સુવિધાઓ ધરાવે છે. આ વોટર પાર્ક આજવા વડોદરા મા આવેલો છે.
- એડ્રેસ: આ વોટર પાર્ક આજવા, વડોદરા મા આવેલો છે.
- સમય: આ વોટર પાર્કનો સમય સવારે 10:30 થી સાંજના 5:30 સુધીનો છે.
- ટીકીટ: આ વોટર પાર્કની ટીકીટ રૂ.650 છે.
- રાઇડ: આ વોટર પાર્કમા આવેલી રાઇડની વાત કરીએ તો તેમા Dark Hole Slide, Space Bowl Slide, Tube Slide, Pendulum Slide, Elephant Slide, Family Slide, Body Slide, Kids Slide to Name Few, Up-Down Slide, Wave Pool જેવી અનેક પ્રકારની રાઇડ આવેલી છે.

Swapna Srushti Water Park
ગુજરાત મા આવેલ આ વોટર પાર્ક પણ ખૂબ ફેમસ છે અને ત્યા લોકો જવાનુ વધુ પસંદ કરતા હોય છે. આ વોટર પાર્ક ગાંધીનગર-મહુડી હાઇવે પર આવેલો છે. અએન ખૂબ જ ફેમસ છે.
- સમય: આ વોટર પાર્ક નો સમય સવારે 11 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધીનો છે.
- ટીકીટ: આ વોટર પાર્કની ટીકીટ જોઇએ તો રૂ.500 છે.
- રાઇડ: આ વોટર મા આવેલી રાઇડસ જોઇએ તો એક્વા ફનલ, મિસિસિપી વોટર રાઈડ, વેવ પૂલ, લોલક, સ્નો ફોલ, રોમાંચક ધુમ્મસ, વોટર ફોલ, મિરેકલ ટનલ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી અન્ય ઘણી રાઇડસ આવેલી છે.
- સુવિધાઓ: આ વોટર પાર્ક મા કોચ્યુમ ચેન્જ રૂમ, લોકર, ફૂડ કોર્ટ જેવી ઘણી સુવિધાઓ આવેલી છે.

Krishna Water Park Rajkot
આ વોટર પાર્ક રાજકોટ મા આવેલો છે. સૌરાષ્ટ્રવાસીઓ ઉનાળામા આ વોટર પાર્કમા જવાનુ વધુ પસંદ કરતા હોય છે.
- એડ્રેસ: એરપોર્ટ રોડ, કુવાડવા, રાજકોટ
- કોન્ટેકટ નં.: 90330 51513
- ટીકીટ: આ વોટર પાર્કમા ટીકીટ ના રેટ નીચ મુજબ છે. જેમા ફુલ ડે પેકેજ મા હાલ બાળકો માટે રૂ. 495 અને મોટાઓ માટે રૂ. 675 છે.
- એડવાન્સ બુકીંંગપર ડીસ્કાઉંટ પણ આપવામા આવે છે.
- આ વોટર પાર્કમા ફૂડ ઝોનમા લંચ,ડીનર અને નાસ્તો ઉપલબ્ધ હોય છે.
- સુવિધા: આ વોટર પાર્કની ખાસિયતોની વાત કરીએ તો તેમા ઘણી સુવિધાઓ આપવામા આવે છે. જેમા Slip & Fly, Hi Speed Slides, Thrilling Cyclone, River Cruise, Wipe Out Family Slide, Pendulum, Water Play Ground જેવી સુવિધાઓ થી સજજ છે.

Water Park List Gujarat
આ સિવાય પણ ગુજરાતમા અન્ય ઘણા સારા વોટર પાર્ક આવેલા છે. જેના લીસ્ટ નીચે મુજબ છે.
- S-Cube water park and Gujarat Funworld – Vadodara
- Bliss AquaWorld Resort – Ahmedabad
- Vaibhav Water World -Vapi
- Splash The Fun World – Ahmedabad
- Blue Bubble Water park- surat
- Chhab Chhaba Chhab Water Fun Park -surat
- The Holiday Water Resort – jamnagar
- Amarnath Water park – Chotila
- Aqualand Water park – modasa
- Sprinkle Town Water Resort – Sidhpur
- Dolly Water Park (Mini Park) – Babra
- Jal Srushti Water Park – Mahesana
- Shakti Water Park- Porbandar
- The Summer Wave Water Park- Rajkot
અગત્યની લીંક
| AQUA MAGICCA WATER PARK Official website | અહિં ક્લીક કરો |
| Tirupati Rushivan Adventure Park Official website | અહિં ક્લીક કરો |
| Enjoy City Water Park Official website | અહિં ક્લીક કરો |
| Shankus Water Park Official website | અહિં ક્લીક કરો |
| Ajwa Water Park Official website | અહિં ક્લીક કરો |
| Swapna Srushti Water Park Official website | અહિં ક્લીક કરો |
| Krishna Water Park Official website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
1 thought on “Gujarat Top 10 Water Park: ગરમીઓમા નહાવા જવુ છે, આ છે ગુજરાત ના બેસ્ટ વોટરપાર્ક; નોંધી લો સરનામુ અને ટીકીટ ના રેટ”