Pancard Online: Download e PAN: આપણી પાસે ઘણા સરકારી ડોકયુમેંટ હોય છે. એ પૈકી પાન કાર્ડ ખૂબ અગત્યનુ આઇ.ડી કાર્ડ છે. બેંકીંગ અને નાણાકીય વહિવટ માટે પાન કાર્ડ ખૂબ જ જરૂરી છે. પાન કાર્ડ વગર ઘણા આપણા બેંકીંગ ને લગતા કામ અટકી પડે છે. હજુ પણ આપણા દેશમા ઘણા એવા લોકો છે જેની પાસે પાનકાર્ડ નથી. પરંતુ સરકારે એવી ઓનલાઇન સીસ્ટમ બનાવી છે જેનાથી ઘરેબેઠા 10 મીનીટમા નવુ પાનકાર્ડ માટે એપ્લાય કરી શકાય છે. ચાલો જાણીએ તેની પ્રોસેસ.
Pancard Online
પાન કાર્ડ (PAN card) એ ભારતના ઇંકમ ટેકસ ડીપાર્ટમેંટ દ્વારા ફાળવવામા આવતો 10 અંકનો નંબર છે, જે આવકવેરા વિભાગ દ્વારા પાનકાર્ડ ધારકોને ફાળવવામા આવે છે. સૌ પ્રથમ જાણીએ કે કેવા કેવા કામો માટે પાન કાર્ડ જરૂરી છે અને તે પછી આપણે એ પણ જાણીશું કે ઘરે બેસીને કેવી રીતે પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવી શકાય છે.
આધાર કાર્ડના આધારે કરદાતાને ઈ-પાન ફા:ળવવામા આવે છે. એટલા માટે આધાર, ડેટામા નામ, જન્મ તારીખ, વગેરે તમામ માહિતી સાચી હોવી જોઈએ. E-PAN અને આધારની બન્ને માહિતી મેચ થવી જોઈએ. કરદાતાએ તેના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પણ આપવાનો હોય છે. આ નંબર પર વન ટાઇમ પાસવર્ડ અથવા OTP આવશે.
ઇન્સ્ટન્ટ ઇ-પાન માટે ઓનલાઇન અરજી સ્ટેપ
ઇન્સ્ટન્ટ ઇ-પાન મેળવવા માટે ઓનલાઇન અરજી સ્ટેપ (How to apply for Instant e PAN)
- ઈ-પાન કાર્ડ કઢાવવા માટે સૌપ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેંટ્ની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- આ વેબસાઇટ મા સૌથી ઉપર આવતા Instant e PAN ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ આપેલ સૂચનાઓને ધ્યાનથી વાંચો. ત્યારબાદ Apply Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ ફોર્મ ભરતી વખતે શું શું કાળજી રાખવી તેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો.
- હવે નવા e-PAN પેજ મા, તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ Confirm ચેકબોક્સ મા ટીક કરી અને Continue પર ક્લિક કરો.
- OTP વેરીફીકેશન પેજ મા મેં શરતો વાંચી છે અને આગળ વધવા માટે એગ્રી છું’ તેના પર ક્લિક કરો.
- હવે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર આવેલો 6 અંકનો OTP દાખલ કરવાનો રહેશે.
- UIDAI સાથે આધારની વિગતો ચકાસવા માટે ચેકબોક્સ પસંદ કરો અને Continue પર ક્લિક કરો.
- માન્યતા આધાર વિગતો પેજ પર, ‘હું ચેકબોક્સ સ્વીકારું છું’ સીલેકટ કરો અને આગળ Continue ઓપ્શન પર ક્લિક કરો.
- આ સાથે, તમને આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક મેસેજ પણ મોકલવામા આવશે.
- ભવિષ્યના રેફરંન્સ માટે આ ID નોંધી લો.
આ પણ વાંચો: GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી
ઈ-પાન ડાઉનલોડ સ્ટેપ How to Download e PAN
પાન કાર્ડ ને ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌ પ્રથમ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ થી e Filing portal માં લોગ ઇન કરો.
- ત્યારબાદ ડેશબોર્ડ પર સર્વિસ > ePAN જુઓ / ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને ત્યારબાદ Continue ઓપ્શન પર ક્લિક કરો.
- OTP વેલિડેશન મા, તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામા આવેલો 6 અંકનો OTP દાખલ કરો.
- હવે તમે તમારા ઈ-પાનનું સ્ટેટસ જોઈ શકશો.
- જો નવું ઈ-પાન જનરેટ થઇ ગયુ હશે તો અને ફાળવવામાં આવ્યું હોય, તો કોપી ડાઉનલોડ કરવા માટે ઈ-પાન ડાઉનલોડ કરો ઓપ્શન પર ક્લીક કરી પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
| ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ પોર્ટલ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

પાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.incometax.gov.in/iec/foportal/
Updated my pan
Pana kada
Kiran thakor