November Rules Change: પહેલી નવેમ્બરથી આટલા નિયમો બદલાઈ જશે.

1st November Rules Change: પહેલી નવેમ્બર થી આવતો નવો મહિનો ઘણા બધા ફેરબદલ સાથે એન્ટ્રી કરવાનો છે, navembar માસના પહેલા દિવસની સાથે જ તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. આ નવા નિયમો ની ફેર-બદલ તમારા ખિસ્સા પર પણ સારી એવી અસર કરી શકે છે.

November Rules Change

ચાલુ મહિનો તહેવારો ની સાથે જ હમણાં પૂર્ણ થશે અને સાથે જ નવેમ્બર માસ શરૂ થસે. તો આવતા મહિને કયા કયા ફેરફારો થશે અને એ ફેરફારો ની સાથે તમારા જીવનમાં શું અસર થસે તે જાણીએ. નવેમ્બર મહિના માં આવતા નવા નિયમો રોજ બરોજ ના જીવન સાથે સાથે તમારા ખિસ્સા પર પણ સારી અસર કરી શકે છે.

LPG સિલિન્ડર ની કિમત

નવેમ્બર મહિનાના પહેલા દિવસે જ LPG સિલિન્ડરનની કિમતમાં ફેરફાર થશે, આપણે જાણીએ છે તે મુજબ LPG ના ભાગ ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી પણ જાય છે. અત્યારે એવી શક્યતા દેખાય છે કે, 14 કિલોગ્રામ ઘરેલુ ગેસની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. અને આપણે કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો ત્યાં પણ જે 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડર આવે છે તેની કિમત જુલાઈ માસમાં ઘટી હતી પણ તેના પછી તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો નવા માસ માં તેની કિમત માં શું ફેરફાર થાય તે જોવું રહ્યું.

CNG-PNG ની કિમત

અત્યારે જેમ LPG સિલિન્ડરની કિમતમાં દર મહિને ફેરફાર જોવા મળે છે, તે જ પ્રકારે તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે CNG-PNG ની સાથે સાથે એર ટર્બાઈન ફ્યુલના ભાવમાં પણ ફેરબદલ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓ થી સતત હવાઈ ઈંધણ ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં આ વખતે પણ તહેવારની સિઝનમાં એવી આશા રાખીએ કે CNG અને PNG ની કિમત માં પણ ફેરફાર થઈ શકે છે.

મેડિકલ અને જીવન વીમા ના GST માં કાપ

મેડિકલ વીમો અને જીવન વીમા પર અત્યારે લાગતા દરોમાં પહેલી નવેમ્બરથી ફેરફાર થઈ શકેછે. આપણે એવી આશા રાખીએ કે તેના GST ના દરોમાં ઘટાડો થાય. જો આવું થાય તો વીમાના પ્રિમિયમનો ખર્ચો આપણે ઘટાડી શકીએ છીએ.

SBI ક્રેડિટ કાર્ડ ના નિયમોમાં ફેરફાર

પહેલી નવેમ્બર થી એક મોટો બદલાવ SBI ક્રેડિટ કાર્ડ માં જોવ મળશે. હાલમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે 1 નવેમ્બરથી અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ પર દર માસે 3.75 ફાઈનાન્સ ચાર્જ લાગવાનો છે. અને તેના સિવાય પણ જો તમે તમારા પાણી, વીજળી, LPG ગેસ સહિત અન્ય બિલ SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ભરો છો તો ત્યાં તમરી ચૂકવણી જો રૂપિયા 50000 કરતાં વધુ હશે તો તેના પર તમારે એક ટકાનો વધુ ચાર્જ ચુકવવાનો રહેશે.

મ્યુચ્યુઅલ ફંડ નિયમોનો ફેરફાર  

1 નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડના બધા યુનિટ હવે પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન હેઠળ આવવા જઈ રહ્યા છે. સેબીએ આ અંગેની જાહેરાત અગાઉ કરી હતી, અને હવે આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થવાનો છે. આ નિયમ મુજબ, દરેક નોમિની અને નજીકના સંબંધીઓ માટે, જો તેઓ 15 લાખથી વધુનું ટ્રાંઝેક્શન કરે છે, તો તેમને 2 દિવસની અંદર કંપ્લાયન્સ ઓફિસરને જાણ કરવી જરૂરી રહેશે.

TRAI ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ફેરફાર

November Rules Change: 1 નવેમ્બરથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. અસલમા, સરકારને જિયો, એરટેલ અને અન્ય મુખ્ય ટેલિકોમ કંપનીઓને સૂચના આપી છે કે તેઓ પોતાના સ્તરે સ્પામ નંબર બંધ કરે. તેનો અર્થ એ છે કે કોઈ પણ યુઝરને સ્પામ કોલ્સ અથવા સંદેશાઓ ન મળે અને તેને પહેલા જ કંપની દ્વારા બ્લોક કરવામાં આવે.

13 દિવસ બેંકમાં હોલિડે

નવેમ્બરમાં તહેવારો, જાહેર રજાઓ અને વિધાનસભા ચૂંટણીના કારણે બેન્કો ઘણી વાર બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસ બેંક હોલિડે રહેશે, જેથી ગ્રાહકોને તેમના બેંકિંગ કાર્યો સમયસર પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવે છે.

Banking સેક્ટરમાં બદલાવ

November Rules Change: નવેમ્બર મહિનામાં એક મહત્વપૂર્ણ બદલાવ એ છે કે બેંકો માટે કુલ 13 દિવસની રજાઓ રહેશે, કારણ કે આ મહિને ઘણા તહેવારો આવનાર છે. આ દિવસોમાં બેંક શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે ઓનલાઇન સર્વિસ અને બેંકિંગ સાથે સંબંધિત અન્ય ટ્રાંજક્શન તમે આ દરમિયાન પણ સરળતાથી કરી શકશો.

November Rules Change
November Rules Change

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!