GSSSB Exam Date: ગૌણ સેવા પરીક્ષા તારીખ: GSSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 ની 5554 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ. જે અન્વયે 4-1-2024 થી 31-1-2024 દરમિયાન ઓજસ વેબસાઇટ ના માધ્યમથી ઓનલાઇન ફોર્મ ભરાયેલ. સબબ અરજી કરેલ ઉમેદવારો માટે ઓનલાઇન પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યુ છે અને તેનો કાર્યક્રમ બહાર પાડવામા આવ્યો છે.
GSSSB Exam Date
| જોબ સંસ્થા | ગૌણ સેવા પસંદગી મંડળ |
| કુલ જગ્યા | 5554 |
| પોસ્ટ | વિવિધ |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | 4.1.2024 થી 31.01.2024 |
| પરીક્ષા તારીખો | 1-4-2024 થી 8-5-2024 |
| પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ | 21-3-2024 |
| પગારધોરણ | નિયમાનુસાર |
| પરીક્ષા પેટર્ન | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી દિવસોમાં લેવાનારી વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મંડળ દ્વારા નોટીફીકેશન બહાર પાડી માહિતી આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમા કુલ 5554 જગ્યાઓ ની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. જે સંદર્ભે પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા તા 1-4-2024 થી 8-5-2024 સુધી ઓનલાઇન આયોજન કરવામા આવેલ છે. આ પરીક્ષા માટે ના કોલ લેટર તા. 21-3-2024 થી ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકસે.
આ પણ વાંચો: સરકારી યોજના: 29 કરોડ લોકોએ બનાવ્યુ આ કાર્ડ, મળે છે 2 લાખનો વિમો; જાણો પુરી પ્રોસેસ

ગૌણ સેવા પરીક્ષા તારીખ
વર્ગ 3 ની ખાલી જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરી માસમા ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 5554 જગ્યાઓ પર 5 લાખ 17 હજારથી વધુ અરજીઓ આવેલી છે. આ ભરતી માટે સ્નાતક કક્ષાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરી છે. આ ઓનલાઇન પરીક્ષા માટે ઉમેદવારો 21 માર્ચથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જાય ત્યારે આધારકાર્ડ ફરજીયાત સાથે રાખવાનુ રહેશે. 100 માર્કનું પેપર હશે અને સંપૂર્ણ કોમ્યુટર બેઝ ઓનલાઇન પેપર લેવામાં આવશે.
- આ પ્રથમ તબક્કાની પરીક્ષા 55 કેન્દ્રો પર લેવામા આવશે.
- ઓગષ્ટ સુધીમા પરિણામ જાહેર કરવામા આવશે.
- ત્યાર બીજા તબક્કાની પરીક્ષા લેવામા આવશે.
- લોકસભાની ચૂંટણીઓની આ પરીક્ષાઓ પર કોઇ અસર નહી થાય.
ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
ગૌણ સેવાની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવેલી હતી.
- જુનીયર કલાર્ક વર્ગ-3
- સીનીયર કલાર્ક વર્ગ-3
- હેડ કલાર્ક વર્ગ-3
- ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-3
- જુનીયર કલાર્ક વર્ગ-3
- કાર્યાલય અધીક્ષક વર્ગ-3
- કચેરી અધીક્ષક વર્ગ-3
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 વર્ગ-3
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 વર્ગ-3
- સ્ટેમ્પ નીરીક્ષક
- સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-3
- મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-3
- સમાજ કલ્યાણ નીરીક્ષક વર્ગ-3
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-3
- મદદનીશ સમાજ કલ્યાણ અધીકારી વર્ગ-3
- આસીસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ-3
- ડેપો મેનેજર
- જુનીયર આસીસ્ટન્ટ વર્ગ-3
અગત્યની લીંક
| ગૌણ સેવા ઓફીસીયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “GSSSB Exam Date: ગૌણ સેવાની 5554 જગ્યાઓ ની ભરતી માટે પરીક્ષા તારીખ જાહેર, 21 માર્ચ થી ડાઉનલોડ થશે કોલ લેટર”