Weather Forecast: ફરી હવામાન પલટાશે, શું છે અંબાલાલ ની આગાહિ

Weather Forecast: અંબાલાલ ની આગાહિ: હવામાન સમાચાર: રાજયમા માર્ચ મહિનાની શરુઆત માવઠાથી થઈ હતી. ભારે પવન, કરા અને સાથે કમોસમી વરસાદે તૈયાર થયેલા ખેતીના પાકને નુકસાન પહોચાડયું હતું. કમોસમી વરસાદ થવાથી ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડી પડી રહિ છે. જોકે અંબાલાલ પટેલ ની આગહિ મુજબ શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાઇ તેવી શકયતા છે. આ આથે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે કે કેમ તે બાબતે અને ગરમીઓની શરુઆત કેવી રહેશે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Weather Forecast

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહિ કરતા જણાવ્યું હતુ કે બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચ આવે તેવી શકયતાઓ છે. આ સાથે ભારે પવન પણ ફુકાશે. 11 થી 13 માર્ચ વચ્ચે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે રાજયના અમુક વિસ્તારો મા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચમાં પવન નુ જોર વધુ રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ મહિનામા ગતિવાળા પવનો રહેશે. આંધી વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે અમુક જગ્યાએ કમોસમી વરસાદ, કરા પડવા વગેરે જેવી સ્થિતિ બની શકે છે.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

અંબાલાલ ની આગાહિ

દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની આગાહિ આપવામાં આવી છે. અલ નીનો ની અસર ના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડે તેવી શકયતાઓ છે. એમાં પણ હીટવેવ વધુ રહે તેવી શકયતા છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષા થવાથી જનજીવન ઠપ્પ થઇ ગયુ છે. શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાઇ શકે છે. જ્યોતિષાચાર્યના મતે 8 થી 12 માર્ચ વાતાવરણમાં પલટો આવવાના યોગ રહેલા છે. હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. આગળ સ્થિતિ વધુ વિકટ બને તેવી શકયતા દેખાઇ રહિ છે. નલિયા મા 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ

20 માર્ચે સુર્ય ઉતરાર્ધ મા આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાવાની શકયતા રહેલી છે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહે તેવી આગાહી કરવામા આવી છે. જો કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થાય તેવી શકયતા રહેલી છે. હાલ આંબા પર મોર આવવાની ઋતુ છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો તેના મોર ખરે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ

રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામા મુકાયા છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા રહેલી છે. તેમજ પવન અને વાદળછાયુ વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી હી છે. તેમજ 18 થી 20 માર્ચ દરમ્યાન પણ કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહિ

આગામી સમયમા રાજયમા કેવુ વાતાવરણ રહેશે તે બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના આગાહી કરી કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શકયતા રહેલી છે. તેમજ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી નો વધારો થાય તેવી આગાહિ કરવામા આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી નો વધારો જોવા મળે તેવી શકયતા રહેલી છે. જેના કારણે આવનારા દિવસો મા લોકોને ગરમીનો અહેસાસ થશે. સાથે જ ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં 15-20 કિમી ની ઝડપે પવન પણ ફૂકાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!