ગીરનાર પરિક્રમા 2023: 23 નવેમ્બરથી શરૂ થશે ગીરનાર ની લીલી પરિક્રમા, જાણો રૂટ અને અન્ય માહિતી

ગીરનાર પરિક્રમા 2023: ગીરનાર લીલી પરિક્રમા તારીખ 2023: ગીરનાર પરિક્રમા રૂટ 2023: જુનાગઢ ગરવા ગીરનારની ગોદમા દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે તારીખ 23 નવેમ્બર થી શરૂ થવા જઇ રહી છે. ત્યારે ગીરનાર પરિક્રમા 2023 ને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. આ લીલી પરિક્રમા ને લઇને વન વિભાગ, પોલીસ વિભાગ, આયોગ્ય વિભાગ, વહીવટી તંત્ર વગેરે દ્વારા તૈયારીઓ કરવામા આવી છે. ગીરનાર લીલી પરિક્રમા ના રૂટ અને આ પરિક્રમા સાથે જોડાયેલી તમામ માહિતે મેળવીએ.

ગીરનાર પરિક્રમા 2023

ગીરનાર લીલી પરિક્રમાનુ માત્ર પ્રાકૃતિક દ્રષ્ટીએ જ નહી પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ ઘણુ મહત્વ રહેલુ છે. એવુ કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની લીલી પરિક્રમા મા હજારો ભક્તો જોડાઇને તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ  ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ આપણા ગ્રંથોમા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીરનારની પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.

ગીરનાર પરિક્રમા રૂટ

ગીરનાર પરિક્રમા નો રૂટ જોઇએ તો તેમા 36 કીમી જેટલુ અંતર કાપવાનુ હોય છે.

  • ભવનાથ થી શરૂ થતી આ લીલી પરિક્રમા મા પ્રથમ દિવસે 12 કીમી અંતર કાપ્યા બાદ પ્રથમ પડાવ જીણા બાવાની મઢીએ આવે છે.
  • બીજે દિવસે સવારથી જ યાત્રિકો નવી તાજગી સાથે જય ગીરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ ના નાદ સાથે આગળ વધે છે અને બીજુ 8 કીમી નુ અંતર કાપી રાત્રે રોકાણ માળવેલા કરે છે. અહિં ખૂબ જ ઉંચી વેલો થાય છે. જેમા દિવસે સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી. તેથી તેને માળવેલા કહેવામા આવે છે. જયા રાત્રે ભજનીકો દ્વારા ભજન ની જમાવટ કરવામા આવે છે.
  • સવારે યાત્રીકો નવી તાજગી સાથે આગળ વધે છે અને 8 કીમી અંતર કાપી બોરદેવી માતાજીના મંદિરે પહોંચે છે. જયા રાત્રિરોકાણ થાય છે.
  • રાત્રે આરામ કરી યાત્રીકો 8 કીમી અંતર કાપી પરત ભવનાથ મા પહોંચે છે. જયા પરિક્રમા પુરી થાય છે.

આ પણ વાંચો: WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.

ગીરનાર પરિક્રમા રૂટ 2023
ગીરનાર પરિક્રમા રૂટ 2023

ગીરનાર પર્વત વિશે જાણવા જેવુ

  • ગિરનારની એક એક શીલા જાગૃત છે એટલે કે જીવંત જોગી સ્વરૂપ છે. અહીં દરેક શીલાઓ પર ગિરનારી સિધ્ધોનાં તપ પડયાં છે.જેનાં દર્શન માત્ર થી ઉર્જાનો અનુભવ થાય છે. ૨૪૫૦ પગથિયે હાથી પથ્થર અને ૨૬૦૦ પગથિયે રાણકદેવીની શીલા અતિ વિખ્યાત છે.આસપાસ ફેલાયેલી અઢારે ભારની દુર્લભ વનસ્પતિઓનાં દર્શન થાય છે. જેમકે, કેટલાંક યાત્રિકો કાંટાસૂરિયાના પીળાં ફૂલો ચૂંટી લઈને દત્ત મહારાજની ચરણ પાદુકાએ ચડાવતાં હોય છે.
  • યાત્રિકો જ્યારે સીડીથી ગિરનાર ચડે છે ત્યારે પ્રથમ પ્રાચીન ચડાવવાવ હનુમાનજીના દર્શન કરતાં હોય છે. ૨૫- ૩૦ પગથિયે ત્રિગુણેશ્વર મહાદેવ અને તેના મહાન સંતોની સમાધિઓ આવે છે અને ૮૫ પગથિયે પાંચ પાંડવની જગ્યા આવે છે. અહીં ભૈરવદાદાનું સ્થાનક, લક્ષ્મણભારથી બાપુની સમાધિ અને ધૂણો આવેલાં છે.
  • ૨૦૦ પગથિયે જૂનું તપસી પરબ કે ચૂના દેરી છે. અહીં ઉર્ધ્વબાહુ પરમહંસ બાપુની ફૂલ સમાધિ છે. બાપુ સમર્થ સંત હતા અને શિહોરના ગૌતમેશ્વરની ગુફામાં રહેતા. હમણાં સાવજે ફાડી ખાધાં તે સીતારામ બાપુ અહીં બેઠાં રહેતાં.
  • જુદાં જુદાં પગથિયે જે પાણીના પરબ છે તે હકીકતે અલગ અલગ ઍન્ગલથી પ્રકૃતિનો વૈભવ માણવાના પોઈન્ટ છે. જેમ કે, ૫૦૦ પગથિયે છોડિયા પરબ, ૧૫૦૦ પગથિયે ધોળી દહેરી, ૧૯૫૦ પગથિયે કાળી દહેરી. જો કે હાલ અહીં પરબ નથી પણ વનખાતાની વિશ્રામ કુટિરો છે.

આ પણ વાંચો: Carrot Benefits: શિયાળામા ગાજર ખાવાથી થાય છે આટલા જબરજસ્ત ફાયદા, અનેક બીમારીઓ રહેશે દૂર

  • જૂની કઠિયારાઓની કેડીઓ વનમાં સરી જતી જોવી એ પણ એક લ્હાવો છે. જેમકે,૧૨૦૦ પગથિયેથી ચોરઘોડી થઈને ખોડિયાર માતાજી અને બોરદેવી. ૧૫૦૦ પગથિયેથી પાંચવીરડાના ખોડિયાર અને ૨૦૦૦ પગથિયેથી વેલનાથ બાપુની સમાધિ તરફ જતી કેડી. અહીં વાઘનાથબાપુની ગુફા અને આરાધના ગુફા પણ છે. અહીંથી એક કેડી શેષાવન તરફ જાય છે. જોકે હાલ અભયારણ્ય હોવાથી જંગલનો આ પ્રતિબંધિત વિસ્તાર છે.
  • ૨૨૦૦ પગથીયે ભરથરીની ગુફા અને ધૂણો છે. તેની પાછળ અન્ય એક ગુફા બ્રહ્માનંદજીની છે.
  • ૩૨૦૦ પગથિયે વિશાળ શીલાના ભેખડામાં કબૂતરખાનાની સુંદર કુદરતી રચના છે.
  • ૩૫૦૦ પગથિયે પંચેશ્વર મહાદેવ, પાણીનું ઝરણ, દત્ત ગુફા વગેરે આવે છે.
  • માલી પરબમાં પુરાતન રામ મંદિર છે. અહીં સંવત ૧૨૨૨નો શીલાલેખ છે.
  • જૈન દેરાસરોની બાજુમાં પાણીના કુંડ અને વાવો છે.જેમકે, ભીમકુંડ, ડોકટર કુંડ, ગિરધર કુંડ, જ્ઞાનવાવ, દેડકીવાવ વગેરે.
  • અંબાજી ચડી ગયા પછી ગૌમુખી ગંગા, પથ્થર ચટ્ટી, સેવાદાસબાપુની જગ્યા, આનંદ ગુફા, મહાકાલબાપુની ગુફા, નાગી માતાની દહેરી વગેરાનાં દર્શન કરવા માટે નીચે ઉતરવું પડે.
  • ગિરનારની શીલાઓમાં કરોડો વર્ષ જૂનાં વનસ્પતિઓનાં અશ્મિ કે ફોસિલ્સ છે. તે સીડી રસ્તેથી જ જોવા મળે.
  • સિધ્ધ મહાત્માઓ, ભક્તો કે યાત્રિકો સામા મળતાં જાય અને ‘જય ગિરનારી’ કરતાં જાય એ પણ જીવનનું સદ્ભાગ્ય છે. ક્યારે કોણ ક્યા વેષમાં આવે તે અહીં નક્કી નથી.
  • શેષાવનની સીડીએથી જતાં ૪૫૦ પગથિયેથી જટાશંકરની કેડી આવે .અહીં સિધ્ધ મહાત્મા ભગવાનદાસ બાપુનો ધૂણો છે. અહીં જ શાન્તાનંદ બ્રહ્મચારીએ કમળપૂજા કરી હતી.
  • શેષાવનની સીડીએથી જ જતાં ૧૨૦૦ પગથિયે મુનિ મહારાજ ખડેશ્વરી દ્વારા સ્થાપિત હનુમાનજી આવે છે.

આમ, જે પગથિયાં ચડીને જવામાં જે ગિરનારી મોજ છે તે રોપ – વેમાં ન હોય તે સ્વાભાવિક છે. અહીં હજારો વર્ષોથી યાત્રિકો, ભાવિકો, પરિવ્રાજકો પસાર થયા છે. તેની ચરણધૂલિનો સ્પર્શ પણ અહોભાગ્ય પ્રેરક છે.

અગત્યની લીંક

ગીરનાર પરિક્રમા ની માહિતી આપતો વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “ગીરનાર પરિક્રમા 2023: 23 નવેમ્બરથી શરૂ થશે ગીરનાર ની લીલી પરિક્રમા, જાણો રૂટ અને અન્ય માહિતી”

Leave a Comment

error: Content is protected !!